પીઓકેમાં એક્ટિવ થવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે ચીન
- ચીન પીઓકેમાં એક્ટિવ થવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે. 2014માં પણ ચીની સૈન્ય અહીંયા દેખાયું હતું, પરંતુ ત્યારે માત્ર ચીનનું જ સૈન્ય ત્યાં હાજર હતું. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે, ચીન અને પાકિસ્તાને ત્યાં જોઇન્ટ પેટ્રોલિંગ કર્યું છે.
- ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પીઓકેમાં પાકિસ્તાનની બોર્ડર પોલીસની ટીમ સાથે જોઇન્ટ પેટ્રોલિંગ કર્યું.
- તેના કેટલાંક ફોટો ચીનના ઇંગ્લિશ મીડિયા પીપલ્સ ડેઇલીમાં પબ્લિશ થયા છે. જોઇન્ટ પેટ્રોલિંગ શિનજાંગ બોર્ડર પર થયું. આ વિસ્તાર PoK બોર્ડર પર છે.
- ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને ચીન 'પાકિસ્તાન એડમિનિસ્ટર્ડ કાશ્મીર' કહે છે. જ્યારે જમ્મુ કાશ્મીરને તેઓ 'ભારત શાસિત કાશ્મીર' કહે છે.
- ચીન શિનજિયાંગથી પીઓકેમાંથી પસાર થઇને ગવદાર પોર્ટ સુધી 46 બિલિયન ડોલરનો કોરિડોર બનાવવામાં લાગ્યું છે.
- ભારતે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી છે. ચીનનું કહેવું છે કે, આ કોરિડોર પૂર્ણ રીતે કમર્શિયલ હશે.
ભારતે કહ્યું: પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે
- આ દરમિયાન ગુરુવારે ભારતે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.
- વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, પાકિસ્તાન અમારા દેશના લોકોને ભડકાવીને આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરવી જોઇએ.
- તેને અમારી આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઇ હક નથી.
- ગત બે દિવસોથી પાકિસ્તાનમાં જમ્મુ-કાશ્મીરના સમર્થનમાં રેલી અને નિવેદનબાજી કરવામાં આવી રહી છે, જે ખોટું છે.
સ્લાઇડ બદલોને જુઓ પેટ્રોલિંગ કરતાં પાક-ચીનના સૈનિકોનો ફોટો