તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાચીમાં બલુચ ગ્રૂપનું પ્રદર્શન, લીડરના ઘરે આર્મીની ઘેરાબંધીનો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરાચીઃ બલોચ નેતાઓના પાકિસ્તાન વિરોધી પ્રદર્શનમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રવિવારે બલુચ હ્યુમન રાઈ્ટસ ગ્રૂપે પાક આર્મી વિરુદ્ધ કરાચીમાં પ્રદર્શન કર્યું હતું. પાક આર્મીએ તુરબતમાં લીડર રઉફ બલોચના ઘરની ઘેરાબંદી કરી હતી. જેનો વિરોધ કરવા માટે મહિલાઓએ કરાચીમાં બેનર-પોસ્ટર લઈ માર્ચ યોજી હતી.

UNHRCમાં બલુચ રિપ્રેઝેંટેટિવે કર્યો હતો બલોચ નેતાનો ઉલ્લેખ
- શનિવારે યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં બલોચ રિપ્રેઝેંટેટિવ અબ્દુલ નવાઝ બુગતીએ રઉફ બલોચના ઘર પર ઘેરાબંદીનો ઉલ્લેખ કર્યો હતો.
- રઉફે કહ્યું કે 'તુરબત વિસ્તારમાં પણ પાકિસ્તાની આર્મીએ એક પોલિટિકલ વર્કરના ઘરની ઘેરાબંદી કરી, ઘરની મહિલાઓ અને બાળકો ભૂખથી તડપી રહ્યાં છે, કારણ કે આર્મીએ તેને બહાર જવાની મનાઈ કરી છે'
- ઉલ્લેખનીય છે કે બલોચે સાઉથ કોરિયાના શહેર બુસાનમાં અને ઓસ્ટ્રેલિયાના મેલબર્માં પ્રદર્શન કર્યું હતું અને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
શું કહ્યું બુગતીએ ?
- બુગતીએ જણાવ્યું કે 'બલુચિસ્તાન પ્રોવિન્સના નસીરાબાદ જિલ્લામાં પાક ફોર્સ હુમલા કરી રહી છે. સિવિલિયન્સને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. કારણ વગર તેઓનું અપહરણ પણ કરવામાં આવી રહ્યું છે'
- 'ડેરા બુગતીમાં પણ નાગરિકો પર હુમલાઓ થઈ રહ્યાં છે, અહીં 19થી વધુ લોકોનાં મોત થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે'
- બુગતીએ અપીલ કરી કે ઈન્ટરનેશનલ મીડિયાને બલુચિસ્તાનના મુદ્દાને ઉઠાવવો જોઈએ.
કોણ છે બલુચિસ્તાનના લીડર?
- રઉફ બલોચ પીપલ્સ અમન કમિટીના પ્રેસિડેન્ટ છે. જફર બલોચની હત્યા બાદ કમિટીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
- જફરની લ્યારીમાં સપ્ટેમ્બર 2013માં હત્યા કરવામાં આવી હતી.
- રઉફ લાંબા સમયથી બલોચ એક્ટિવિસ્ટ હતા અને યુવાનોમાં સારી ઓળખ ધરાવે છે.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો