તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનની PAKને વોર્નિંગ, 'વાઘામાં ટ્રેડ રોક્યું તો બંધ કરીશું સેન્ટ્રલ એશિયા રૂટ'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાબુલઃ અફઘાનિસ્તાને પાકિસ્તાનને કડક શબ્દોમાં વોર્નિંગ આપી છે. અફઘાન પ્રેસિડેન્ટ અશરફ ગનીએ કહ્યું કે જો પાકિસ્તાન અમને વાઘા બોર્ડરથી ભારત સાથે ટ્રેડ કરવા રોકશે તો સેન્ટ્રલ એશિયલ સ્ટેટ્સ (CAS) જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવશે, સામે પક્ષે ગનીના નિવેદન પર પાકિસ્તાનના એક ઓફિસરે કહ્યું કે રસ્તો બંધ કરવો સંભવ નથી. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે ગની બે દિવસ માટે ભારત પ્રવાસે આવનારા છે.
ગનીએ UNના રિપ્રેઝેન્ટેટિવ સાથે કરી મુલાકાત
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગનીએ શુક્રવારે યુકેના પાકિસ્તાન-અફઘાનિસ્તાન માટે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સાથે મુલાકાત કરી હતી.
- પ્રેસિડેન્ટ ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે જો પાકિસ્તાન વાઘાથી ભારતમાં સામાન લઈ જવાની છૂટ નહીં આપે તો સેન્ટ્રલ એશિયાઈ દેશોમાં પાકના ટ્રેડ પર પ્રતિબંધ લાગી શકે છે.
- ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદમાં યોજાયેલી હાર્ટ ઓફ એશિયા સમિટમાં ભારતના વિદેશ મંત્રી સુષમાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન ટ્રેડ એન્ડ ટ્રાંઝિટ એગ્રીમેન્ટમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
- પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે 'અફઘાન પ્રેસિડેન્ટ ભારત સાથે ટ્રેડ રિલેશનમાં છૂટ નથી ઈચ્છતા. અત્યારે પણ અફઘાન ટ્રકને ભારતમાં સામાન લાવવાની છૂટ છે'
- 'હાલ અફઘાનિસ્તાન સાથે અમારો જે એગ્રીમેન્ટ છે તે પ્રમાણે તેઓના ટ્રકને ભારતમાંથી સામાન લઈ જવાની છૂટ આપી શકાય નહીં'
- 'સિક્યોરિટી કારણોસર અફઘાનિસ્તાનના રસ્તે સેન્ટ્રલ એશિયાઈ દેશો સાથે વ્યપાર ન હોવા બરાબર છે, પરંતુ અમે તઝિકિસ્તાન સાથે ટ્રાઈલેટરલ ટ્રાંઝિટ ટ્રેડ એગ્રીમેન્ટ પર વિચાર કરી રહ્યાં છીએ'
- કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન, તઝિકિસ્તાન જવા માટે અફઘાનિસ્તાનને બદલે અન્ય રૂટનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે.
- સાથે જ પાકિસ્તાન ચાઈના-પાકિસ્તા ઈકોનોમિક કોરિડોરનો કિર્ગિસ્તાન અને તઝિકિસ્તાન સુધી વધારવાનો પ્લાન પણ બનાવી રહ્યું છે, આમ કરવાથી તે સરળતાથી સેન્ટ્રલ એશિયા સુધી પહોંચી શકે છે.
અફઘાનિસ્તાન પ્રેસિડેન્ટ બે દિવસ ભારત પ્રવાસે આવશે
- 14 સપ્ટેમ્બરે અશરફ ગની બે દિવસીય ભારતીય પ્રવાસે આવનાર છે.
- ગનીની પીએમ મોદી સાથે ડિફેન્સ, વ્યપાર, સિક્યોરિટી જેવા મુદ્દા પર વાત થઈ શકે છે.
- અફઘાનિસ્તાન ઘાણા સમયથી ભારત પાસેથી લીથલ વેપન્સ સહિત ડિફેન્સ સપ્લાઈ વધારવાની માગ કરી રહ્યું છે.
- ભારતે ગત વર્ષે અફઘાનિસ્તાનને ચાર MI-25 હેલિકોપ્ટર આપ્યા હતા.
અફઘાન-પાક ટ્રેડની કેવી સ્થિતિ છે ?
- અફઘાનિસ્તાનના પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો બહુ ખાસ નથી.
- કેટલાક અનુમાન પ્રમાણે થોડા મહિનામાં સીમા વિવાદને કારણે બંને દેશો વચ્ચે વેપારમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
- યમન બોર્ડર 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. તો જુનમાં તુર્ખમ બોર્ડર એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનને ફ્રેશ ફળો મોકલવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો