• Gujarati News
  • National
  • Mystery Of The Dominican Republic Village Las Salinas Where Little Girls To Turn Into BOYS

આ ગામમાં કેમ એક ખાસ ઉંમરે છોકરી બની જાય છે છોકરો, એવું શું છે શાપિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ડોમિનિકન રિપબ્લિકના એક ગામ લા સેલિનાસ ગામને શાપિત માનવામાં આવે છે. આ ગામમાં છોકરીઓની ઉંમર 12 વર્ષ થતા જ છોકરો બની જાય છે. દુનિયામાં આવા બહુ રહસ્યો છે, જેના નિરાકરણને બદલે વધારેને વધારે ઊંડા થતા જાય છે. આવું જ એક રહસ્યમય ગામ ડોમિનિકન રિપબ્લિકનું લા સેલિનાસ ગામ છે.

 

ગામની ઓળખ એક રહસ્યમય ગામ તરીકેની


- દરિયા કિનારે આવેલા આ ગામની વસ્તી 6 હજાર જેટલી છે, પરંતુ આ નાનકડું ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની ચૂક્યું છે. 
- આ ગામની ઓળખ એક રહસ્યમય ગામ તરીકેની છે.
- સ્થાનિક લોકોનું માનવું છે કે, ગામ પર કોઈ અદૃશ્ય શક્તિનો પડછાયો છે, જ્યારે અમુક લોકો ગામને શાપિત માને છે. 
- ગામની મૂશ્કેલીએ છે કે, અહીંયા જન્મ લેતી છોકરી જ્યારે 12 વર્ષની થાય ત્યારે તે છોકરો બની જાય છે.

 

છોકરી જન્મતા પ્રસરાઈ જાય છે માતમ


- છોકરીમાંથી છોકરો બનાવાની આ બીમારીથી ગ્રામજનો બહુ જ હેરાન-પરેશાન તથા ડરેલા છે. 
- જ્યારે પણ ગામમાં કોઈ છોકરી જન્મે છે, તો ઘરમાં માતમ પ્રસરાઈ જાય છે. 
- ગામમાં છોકરીઓની સંખ્યા પણ ઓછી જ છે. 
- ગામમાં બિમારથી ગ્રસ્ત બાળકોને ખરાબ નજરે જોવામાં આવે છે અને તેમને સમાજમાં ઘૃણાસ્પદ માનવામાં આવે છે.

 

ધીમે-ધીમે પુરુષોના અંગો બનવા લાગે છે


- આ બાળકોને 'ગ્વેદોચે' નામેથી બોલાવવામાં આવે છે. આ શબ્દ સ્થાનિક ભાષામાં કિન્નરો માટે વાપરવામાં આવ છે. 
- ડોક્ટર્સ પ્રમાણે, આ બીમારી એક આનુવંશિક વિકાર છે અને સ્થાનિક ભાષામાં તેનાથી ગ્રસ્ત બાળકોને 'સૂડોહર્માક્રડાઈટ' કહેવાય છે.
- આ બીમારીમાં છોકરી તરીકે જન્મેલા અમુક બાળકોના શરીરમાં ધીમે-ધીમે પુરુષોના અંગો બનવા લાગે છે. 
- અવાજ પણ ભારે થઈ જાય છે. તેમના શરીરમાં જે ફેરફાર આવવાના શરૂ થઈ જાય છે, જે તેમને ધીમે-ધીમે છોકરીમાંથી છોકરો બનાવી દે છે. 
- અનેક સંશોધકોએ આ બીમારીનો ઉપચાર શોધવાનો પ્રયાસ કર્યો, પરંતું કોઈ સફળ થઈ શક્યું નથી.

 

90માંથી એક બાળક આ બીમારી સામે લડી રહ્યું છે


- તપાસ દરમિયાન શોધકર્તાઓએ જોયું કે, ગામમાં 90માંથી એક બાળક આ બીમારી સામે લડી રહ્યો છે. 
- શોધકર્તાનું કહેવું છે કે, આ બાળકોમાં હાર્મોનલ એન્જાઈમની અછતના કારણે, તે વગર કોઈ સ્ત્રી કે પુરુષ અંગમાં જન્મ લે છે.
- બાદમાં છોકરી તરીકે જન્મેલો બાળક પુરુષ બનવા લાગે છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...