અશ્લીલ ફિલ્મો જોઇ બાળકો પર કર્યા રૅપ, PAK કોર્ટે 4 દિવસમાં આપી સજા-એ-મોત

લાહોરની પાસે કસૂર વિસ્તારમાં ઇમરાને 4 જાન્યુઆરીના રોજ બાળકીને કિડનેપ કરી લીધી હતી. બળાત્કાર કરી તેની હત્યા કરી દીધી

divyabhaskar.com | Updated - Feb 18, 2018, 07:34 PM
ઇમરાને 4 જાન્યુઆરીના રોજ કસૂર વિસ્તારથી બાળકીને કિડનેપ કરી હતી. (ફાઇલ)
ઇમરાને 4 જાન્યુઆરીના રોજ કસૂર વિસ્તારથી બાળકીને કિડનેપ કરી હતી. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની એન્ટી ટેરરિઝ્મ કોર્ટે 7 વર્ષની બાળકીના રેપ અને મર્ડર મામલે દોષિતને ફાંસીનો નિર્ણય આપ્યો છે. કોર્ટે બુધવારે ઇમરાન અલી નક્શબંદી (23)ને દોષિત ઠેરવ્યો હતો. પાકિસ્તાનમાં આ પહેલો એવો કેસ છે, જેમાં માત્ર 4 દિવસની સુનવણીમાં દોષિતને મોતની સજા સંભળાવી છે. જ્યારે વિક્ટિમની ફેમિલીએ આ નિર્ણયને લઇને સંતોષ વ્યક્ત કર્યો છે. જો કે, ઝૈનબના પરિવારે ઇમરાનને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, 9 જાન્યુઆરીમાં બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાં પડેલો મળ્યો હતો.

કોર્ટે સાયન્ટિફિક ટેક્નોલોજીની મદદ લીધી


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એટીસી જજ સજ્જાદ હુસૈને નિર્ણય માટે સાયન્ટિફિક ટેક્નોલોજીની મદદ લીધી. બુધવારે 9 કલાકની સુનવણી દરમિયાન બાળકીના ભાઇ અને કાકા સહિત કુલ 56 સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતા.
- ત્યારબાદ ફોરેન્સિક રિપોર્ટ અને પોલીગ્રાફી ટેસ્ટના આધારે ઇમરાન અલીને માસૂમ બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યા અને અપ્રાકૃતિક ઘટનાને અંજામ આપવાનો દોષી ઠેરવ્યો હતો. શનિવારે મોતની સજાની સાથે દોષીને પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
- 23 જાન્યુઆરીના રોજ ઘરપકડ બાદ ઇમરાન અલી પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ હતો. કેસની સુનવણી સ્પેશિયલ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કરવામાં આવી.


દોષીએ ગુનો કબૂલ્યા બાદ વકીલે કેસ છોડ્યો


- વકીલના જણાવ્યા અનુસાર, કેસની સુનવણીના પહેલાં દિવસે ઇમરાને ગુનો કબૂલી લીધો છે. તેણે આવી 8 ઘટનાઓને અંજામ આપ્યો હોવાની વાત કોર્ટને જણાવી હતી. ત્યારબાદ ઇમરાનના વકીલે કેસ લડવાનો ઇન્કાર કરી દીધો.
- હવે ઇમરાનની પાસે હાઇકોર્ટમાં અપીલ કરવા માટે 15 દિવસનો સમય છે. જો કે, તેણે ગુનાની કબૂલાત કરી લીધી છે અને તે આ નિર્ણયને પડકારવાના મૂડમાં નથી.


ઇમરાનને જાહેરમાં ફાંસી આપવામાં આવશેઃ વિક્ટિમના પિતા


- બાળકીના પિતાએ કોર્ટના નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો છે. જો કે, તેઓએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, દીકરીની સાથે બર્બરતા કરનારને જાહેરમાં ફાંસી પર લટકાવવામાં આવે.
- વિક્ટિમની માતાએ કહ્યું કે, ઇમરાનને જેલમાં ફાંસી નહીં આપીને જાહેરમાં પથ્થરોથી મારવામાં આવે.

આગળની સ્લાઇડમાં જાણો, આરોપીએ 12 બાળકોને બનાવ્યા બળાત્કારના શિકાર...

એક વર્ષ દરમિયાન બાળકોની સાથે બર્બરતાના 12 કેસ સામે આવ્યા હતા
એક વર્ષ દરમિયાન બાળકોની સાથે બર્બરતાના 12 કેસ સામે આવ્યા હતા

અશ્લીલ ફિલ્મો જોઇને બાળકોને બનાવતો હતો શિકાર 


- પોલીસના જણાવ્યા અનુસાર, કસૂરના 10 કિલોમીટર વિસ્તારમાં એક વર્ષ દરમિયાન બાળકોની સાથે બર્બરતાના 12 કેસ સામે આવ્યા હતા. આ તમામ ઘટનાઓને ઇમરાને જ અંજામ આપ્યો હતો. 
- ઇમરાન એક સીરિયલ કિલર છે, તે અશ્લીલ ફિલ્મો જોઇને બાળકોને પોતાનો શિકાર બનાવતો હતો. 

 

આગળની સ્લાઇડમાં જાણો, શું હતી ઘટના... 

આ બર્બર ઘટનાને લઇને પાકિસ્તાનમાં લોકો સડકો પર ઉતર્યા અને પ્રદર્શનો થયા. (ફાઇલ)
આ બર્બર ઘટનાને લઇને પાકિસ્તાનમાં લોકો સડકો પર ઉતર્યા અને પ્રદર્શનો થયા. (ફાઇલ)

ક્યારે થઇ હતી ઘટના? 


- લાહોરથી 50 કિલોમીટર દૂર કસૂર વિસ્તારમાં 4 જાન્યુઆરીના રોજ ઇમરાને બાળકીને તેના કાકાના ઘરની પાસે કિડનેપ કરી લીધી હતી. તેના 5 દિવસ બાદ માસૂમનો મૃતદેહ કચરાના ઢગલામાં મળ્યો હતો. 
- આ બર્બર ઘટનાને લઇને પાકિસ્તાનમાં લોકો સડકો પર ઉતર્યા અને પ્રદર્શનો થયા. બાદમાં 23 જાન્યુઆરીના રોજ પોલીસે વિક્ટિમના ડીએનએ સેમ્પલ મેચ થવા પર ઇમરાનની ધરપકડ કરી લીધી. 

X
ઇમરાને 4 જાન્યુઆરીના રોજ કસૂર વિસ્તારથી બાળકીને કિડનેપ કરી હતી. (ફાઇલ)ઇમરાને 4 જાન્યુઆરીના રોજ કસૂર વિસ્તારથી બાળકીને કિડનેપ કરી હતી. (ફાઇલ)
એક વર્ષ દરમિયાન બાળકોની સાથે બર્બરતાના 12 કેસ સામે આવ્યા હતાએક વર્ષ દરમિયાન બાળકોની સાથે બર્બરતાના 12 કેસ સામે આવ્યા હતા
આ બર્બર ઘટનાને લઇને પાકિસ્તાનમાં લોકો સડકો પર ઉતર્યા અને પ્રદર્શનો થયા. (ફાઇલ)આ બર્બર ઘટનાને લઇને પાકિસ્તાનમાં લોકો સડકો પર ઉતર્યા અને પ્રદર્શનો થયા. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App