તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળે મળતા પહેલાં PAKના સેના પ્રમુખે નવજોત સિંહ સિદ્ધુને કહી હતી ખાસ વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા ગયેલા નવજોત સિંહ સિદ્ધુએ આશા વ્યક્ત કરી છે કે, ઇસ્લામાબાદમાં ભારતને લઇને સકારાત્મક બદલાવ આવશે. સિદ્ધૂએ એનડીટીવી સાથે ખાસ વાતચીતમાં કહ્યું, તેઓ (ઇમરાન ખાન) યોગ્ય દિશામાં જશે અને સકારાત્મક કોઇ પણ ચીજ નકારાત્મક ચીજોથી સારી હોય છે. ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુનું પાકિસ્તાનમાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને મોટાં નેતાઓ સાથે બેસાડવામાં આવ્યા. પરંતુ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ભેટવાના મામલે ભારતમાં તેઓના પ્રત્યે નારાજગી છે.


ઇમરાનના શપથ ગ્રહણમાં પાક આર્મી ચીફને ભેટ્યા સિદ્ધુ, બીજેપીએ ઉઠાવ્યા સવાલ


બીજેપી સ્પોક્સપર્સને ઠાલવ્યો રોષ 


- બીજેપીના સ્પોક્સપર્સન સંબિત પાત્રાએ કહ્યું, આ કોઇ સાધારણ વાત નથી. શ્રીમાન સિદ્ધુ કોઇ સામાન્ય વ્યક્તિત્વ નથી તેઓ પંજાબ સરકારમાં મંત્રી છે. દરેક ભારતીયએ આ વાતને ગંભીરતાથી લીધી છે. 
- 'સિદ્ધુએ જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રેસિડન્ટની બાજુમાં બેસાડવામાં આવ્યા તો તેઓએ કોઇ આપત્તિ કેમ વ્યક્ત ના કરી. રાહુલ જી શું તમે શ્રીમાન સિદ્ધુને પાકિસ્તાન જવાની મંજૂરી આપી હતી, તો શું તેઓને તાત્કાલિક પાર્ટીથી બહાર કરી દેવામાં આવશે?'
- સંબિત પાત્રીએ પુછ્યું કે, જ્યારે તેઓ પાકિસ્તાનના સેના પ્રમુખને ભેટી રહ્યા હતા તો શું તેઓને સીમા પર શહીદ થયેલા સૈનિકોની યાદ ના આવી? 


ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં પુત્રોને આમંત્રણ નહીં; સમર્થકો વડાપ્રધાનના નિર્ણયથી નારાજ


સેના પ્રમુખે કહ્યું, અમે શાંતિ ઇચ્છીએ છીએ 

 

- સિદ્ધુએ કહ્યું કે, અહીં તેઓના ત્રણેય સેના પ્રમુખની આગળની સીટ પર બેઠેલા મહેમાનોને મળી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવા આવ્યા અને અમારી વચ્ચે વાતચીત શરૂ થઇ ગઇ. 
- સિદ્ધુના જણાવ્યા અનુસાર, જનરલે કહ્યું કે, હું જનરલ છું પરંતુ ક્રિકેટર બનવા ઇચ્છતો હતો. ત્યારબાદ વાતચીતમાં ગંભીરતા આવી ગઇ. 
- પાક સેના પ્રમુખે કહ્યું, નવજોત અમે શાંતિ ઇચ્છીએ છીએ. સિદ્ધુએ જણાવ્યું કે, પાક સેના પ્રમુખે કહ્યું કે, ઇસ્લામાબાદ ગુરૂનાનકની 500મી જયંતી પર કરતારપુર સ્થિત ગુરૂદ્વાર દરબાર સાહિબ માટે રસ્તો ખોલી દેવામાં આવશે. 
- તેઓએ એમ પણ કહ્યું કે, અમે આનાથી પણ કંઇક સારું કરવા પર વિચાર કરીશું. ઉલ્લેખનીય છે કે, શીખ સંગઠન ઘણાં સમયથી ગુરૂદ્વારા દરબાર સાહિબને લઇને ભારત સરકારને પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર કરી રહ્યા છીએ. 


આ પહેલાં કહ્યું હતું, ભારતમાં તેમના ઉપર કોઇ ભરોસો નથી કરતું 


- જો કે, પાકિસ્તાનના સેના પ્રમુખ પહેલાં પણ આ વાત કહી ચૂક્યા છે કે, ભારતમાં તેમની ઉપર કોઇ વિશ્વાસ નથી કરતું કારણ કે પાકિસ્તાનની તરફથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને અહીંની સેનાનું સમર્થન છે. 

અન્ય સમાચારો પણ છે...