ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» UN Security Council team will visit the country this week for an assessment of Islamabads compliance

  PAKએ હાફિઝ સામે કેવી કાર્યવાહી કરી, તપાસ માટે UNની ટીમ જશે

  divyabhaskar.com | Last Modified - Jan 21, 2018, 02:24 PM IST

  મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ટૂંક સમયમાં જ દુનિયાની સામે આવી શકે છે.
  • UN સિક્યોરિટી કાઉન્સિલે 2008માં હાફિઝ સઇદ વિરૂદ્ધ રિઝોલ્યૂશન પાસ કર્યુ હતુ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   UN સિક્યોરિટી કાઉન્સિલે 2008માં હાફિઝ સઇદ વિરૂદ્ધ રિઝોલ્યૂશન પાસ કર્યુ હતુ. (ફાઇલ)

   ઇસ્લામાબાદ: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ટૂંક સમયમાં જ વિશ્વની સામે આવી શકે છે. ભારત અને અમેરિકાના કડક વિરોધ છતાં હવે યુએન સિક્યોરિટી કાઉન્સિલની એક સ્પેશિયલ ટીમ પાકિસ્તાન રવાના થશે. આ ટીમ પાકિસ્તાનના એવા દાવાઓની હકીકત જાણશે જેમાં તેણે કહ્યું હતું કે, સઇદના તમામ સંગઠનો પર સખત પ્રતિબંધો લગાવેલા છે. આ ટીમની પાકિસ્તાન વિઝિટ એટલા માટે પણ ખાસ હશે, કારણ કે ગયા અઠવાડિયે જ પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી, તેથી તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી પણ નહીં કરવામાં આવે.

   કઇ ટીમ જશે?
   - પાકિસ્તાનના ન્યૂઝપેપર 'ધ ડોન'ના જણાવ્યા અનુસાર, યુએન સિક્યોરિટી કાઉન્સિલની sanctions monitoring team પાકિસ્તાન જશે.
   - પાકિસ્તાન સરકારે એવો દાવો કર્યો હતો કે, તેઓએ હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનના ફંડ એકઠું કરવા અને પબ્લિક પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, તેઓના દાવાની હકીકત પર અનેક સવાલો ઉઠ્યા છે.
   - પાકિસ્તાનના જ કેટલાંક સાંસદોએ હાફિજ સઇદને દેશ માટે જોખમ ગણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સઇદ પર કોઇ પણ પ્રકારના નવા પ્રતિબંધો લાદવામાં નથી આવ્યા અને તે પોતાના સંગઠનોના નામ બદલીને કામ કરી રહ્યો છે.
   - જોખમ તે સમયે વધતુ જોવા મળ્યું જ્યારે જાણકારી મળી કે પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને રજિસ્ટર કરાવવાની કોશિશ ખુદ પાકિસ્તાન સરકાર કરી રહી છે. ત્યારબાદ ભારત અને અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધારવાનું શરૂ કર્યુ.

   સઇદ પર 9 વર્ષથી નજર
   - યુએન સિક્યોરિટી કાઉન્સિલે 2008માં હાફિઝ સઇદ વિરૂદ્ધ રિઝોલ્યુશન પાસ કર્યુ હતું. ત્યારબાદથી જ તેની ઉપર કડક વલણ રાખવામાં આવી રહ્યું છે.
   - પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટરીના એક ઓફિસરે સ્વીકાર્યુ હતું કે, યુએનની સ્પેશિયલ ટીમ 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં રહેશે અને તે સઇદ સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરશે.

   અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી
   - શુક્રવારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, હાફિઝ સઇદ એક આતંકવાદી છે અને તેની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
   - અમેરિકાનું આ નિવેદન પાકિસ્તાનના પીએમ દ્વારા સઇદને ક્લિન ચીટ આપ્યા બાદ આવ્યું હતું. અબ્બાસીએ કહ્યું હતું કે, સઇદ વિરૂદ્ધ કાયદાકીય રીતે કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. તેથી જ તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે.
   - સઇદને 9 મહિના હાઉસ અરેસ્ટ રાખ્યા બાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં મુક્ત કરવામાં આવ્યો હતો. જમાત-ઉદ-દાવનાને 2014માં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

  • પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: UN Security Council team will visit the country this week for an assessment of Islamabads compliance
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `