ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Pakistan not allow UN to conduct direct research of Hafiz and terror organizations

  UNની ટીમને હાફિઝ સઈદ-આતંકી સંગઠનની સીધી તપાસ નહીં કરવા દે PAK

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 11:15 AM IST

  પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાને કહ્યું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સામે કોઈ કેસ નથી
  • UNની ટીમ નહીં પહોંચી શકે હાફિઝ સઈદ સુધી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   UNની ટીમ નહીં પહોંચી શકે હાફિઝ સઈદ સુધી

   ઈસ્લામાબાદ: મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને તેમના આતંકી સંગઠનની તપાસ માટે પાકિસ્તાન આવી રહેલી UNની તપાસ ટીમ માટે પહેલેથી જ અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને કહ્યું છે કે, UNની સ્પેશિયલ તપાસ ટીમને સઈદ અને તેના આતંકી સંગઠનની સીધી તપાસ નહીં કરવા દેવામાં આવે. આ ટીમ 25 અને 26 જાન્યુઆરીએ પાકિસ્તામાં રહેશે. આ ટીમની પાકિસ્તાન મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણકે ગયા સપ્તાહમાં પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સામે કોઈ કેસ નોંધાયેલો નથી. તેથી તેની સામે કોઈ કાર્યવાહી પણ કરી શકાય તેમ નથી.

   સઈદ સુધી સીધા પહોંચવું અશક્ય

   - પાકિસ્તાનના ન્યૂઝ પેપર ધી નેશને યુએનની ટીમની તપાસ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે.તેમાં પાકિસ્તાન સરકારના સૂત્રો દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે.
   - આ સૂત્રોના મત પ્રમાણે યુએન સિક્યુરિટી કાઉન્સિલની sanctions monitoring teamને હાફિઝ સઈદ અથવા જમાત-ઉદ-દાવા સિવાય તેનાથી જોડાયેલા અન્ય સંગઠનો સુધી સીધા પહોંચવા દેવામાં આવશે નહીં,
   - એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સરકારે નક્કી કર્યું છે કે, હાફિઝ સઈદ મામલે તેઓ પ્રેશરમાં નહીં આવે.

   હજી મંજૂરી માગવામાં નથી આવી

   - રિપોર્ટમાં પાકિસ્તાન સરકારના એક અગ્રણી ઓફિસરના જણાવ્યા પ્રમાણે, હજુ યુએનની ટીમ દ્વારા તેમની પાસેથી હાફિઝ સઈદની સીધી તપાસ કરવા માટેની મંજૂરી માગી નથી. પરંતુ જો તેઓ આવી કોઈ મંજૂરી માગશે તો પણ તે એમને આપવામાં આવશે નહીં. અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ.
   - એક અન્ય ઓફિસરે કહ્યું છે કે, આ ટીમ પાકિસ્તાન ઓફિસરોને મળશે અને પ્રતિબંધ મુકવામાં આવેલા આતંકી સંગઠનોના લિસ્ટની માગણી કરશે.અમે યુએના ઓર્ડર ફોલો કર્યા છે. તેથી અમારે આ મામલે ચિંતા કરવાની જરૂર નથી.

   કયા સંગઠનો પર છે પ્રતિબંધ

   યુએનએ પાકિસ્તાનમાં ઘણાં આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં જમાત-ઉદ-દાવા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશકર-એ-ઝાંગવી, ફલાહ-એ-ઈંસાનિયત ફાઉન્ડેશન અને લશકર-એ- તૌઈબા સામેલ છે. આ સિવાય આ સંગઠનના પ્રમુખ હાફિઝ સઈદ જેવા લોકો ઉપરના પ્રતિબંધને પણ સામેલ કરવામાં આવ્યો છે.

   અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો

   - શુક્રવારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનને એક ઝટકો આપતા કહ્યું છે કે, હાફિઝ સઈદ એક આતંકી છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
   - અમેરિકાનું આ નિવેદન પાકિસ્તાનના પીએમ દ્વારા હાફિઝ સઈદને ક્લિન ચીટ આપ્યા પછી આપવામાં આવ્યું છે. અબ્બાસીએ કહ્યું હતું કે, સઈદ સામે કોઈ કાયદાકીય રીતે કેસ નોંધાયેલો નથી તેથી તેની સામે કાર્યવાહી કરવી મુશ્કેલ છે.
   - સઈદને 9 મહિના સુધી હાઉસ અરેસ્ટમાં રાખ્યા પછી ગયા વર્ષે નવેમ્બરમાં છોડવામાં આવ્યો છે. જમાત-ઉદ-દાવાને 2014માં આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan not allow UN to conduct direct research of Hafiz and terror organizations
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `