ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» The men opened fire when Sumbul refused and fled the scene after killing her, police said

  PAK: પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સનો ઇન્કાર કરતા, એક્ટ્રેસ સુમ્બુલ ખાનનું મર્ડર

  divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 11:53 AM IST

  25 વર્ષની સુમ્બુલ પશ્તો ફિલ્મોમાં એક્ટિંગ અને સિંગિંગ કરતી હતી. આ સિવાય તે અનેક ટીવી શોઝમાં પણ નજર આવી હતી.
  • પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કર્યો છે કે, ત્રણ લોકો સુમ્બુલને અમીરોની એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ માટે લઇ જવા ઇચ્છતા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કર્યો છે કે, ત્રણ લોકો સુમ્બુલને અમીરોની એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ માટે લઇ જવા ઇચ્છતા હતા. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની પ્રખ્યાત એક્ટ્રેસ સુમ્બુલ ખાનનું તેના જ ઘરમાં ઘૂસીને ત્રણ લોકોએ મર્ડર કરી દીધું છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ લોકો સુમ્બુલને અમીરોની એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ માટે લઇ જવા ઇચ્છતા હતા. પરંતુ એક્ટ્રેસે આ પાર્ટીમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો. આનાથી નારાજ લોકોએ બળજબરીથી તેને ઘરમાંથી લઇ જવાની કોશિશ કરી. જ્યારે સુમ્બુલે તેનો વિરોધ કર્યો તો આ લોકોએ તેને 11 ગોળીઓ મારી.

   ડાન્સ માટે કિડનેપિંગની કોશિશ

   - રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શનિવાર રાત્રે મરદાન શહેરની છે. સુમ્બુલના ઘરે ત્રણ લોકો આવ્યા અને તેનું અપહરણ કરવાની કોશિશ કરી. આ લોકો એક્ટ્રેસને એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ કરાવવા ઇચ્છતા હતા. થોડાં દિવસોથી સુમ્બુલની સાથે આ અંગે વાતચીત પણ ચાલી રહી છે. પરંતુ એક્ટ્રેસે આ પાર્ટીમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો.
   - આ લોકોએ સુમ્બુલને બળજબરીપૂર્વક લઇ જવાની કોશિશ કરી. પરંતુ જ્યારે તેઓ તેમાં સફળ ના થયા તો તેઓએ સુમ્બુલને 11 ગોળીઓ મારી. એક્ટ્રેસનું ઘટનાસ્થળે જ મોત થયું.

   આરોપીમાં એક ભૂતપૂર્વ પોલીસ ઓફિસર

   - આરોપીઓમાં એક નામ નઇમ ખટકનું પણ બોલાય છે. જે એક ભૂતપૂર્વ પોલીસ ઓફિસર છે. રવિવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

   ટીવી શોમાં પણ કામ કરતી હતી સુમ્બુલ

   - 25 વર્ષીય સુમ્બુલ પશ્તો ભાષાની ફિલ્મોમાં એક્ટિંગ અને સિંગિંગ કરતી હતી. આ સિવાય તે અનેક ટીવી શોમાં પણ જોવા મળી હતી.
   - ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે યંગ એક્ટ્રેસ કિસ્મત બેગની લાહૌરમાં આ જ પ્રકારે હત્યા કરી દેવામાં આવી હતી. કિસ્મત એક નાટકમાં પર્ફોર્મ કરીને ઘરે પરત ફરી રહી હતી. બાઇક પર 2 લોકો આવ્યા અને તેઓએ કિસ્મતની ગાડી ઓવરટેક કરીને તેનું અપહરણ કરવાની કોશિશ કરી.
   - કિસ્મતે તેનો વિરોધ કર્યો તો હુમલાખોરોએ તેને ત્રણ ગોળીઓ મારી. બેગનું ઘટનાસ્થળે જ મોત થયું.

   વિરોધ શરૂ
   - સુમ્બુલ ખાનની હત્યાનો પાકિસ્તાનમાં વિરોધ શરૂ થઇ ગયો છે. માહિન ખાન નામની એક ફેશન ડિઝાઇનરે લોકોને અપીલ કરી છે કે, તે ઘરોમાંતી નિકળે અને પોતાની કળાના દમ પર ઓળખ બનાવનાર મહિલાઓનો સાથ આપે.
   - માહીને આરોપ લગાવ્યો છે કે, મૌલાનાઓ તેને પણ ધમકી આપી રહ્યા ચે કે, તે ફેશન ડિઝાઇનિંગનું કામ છોડી દે.

  • કેટલાંક લોકો એક્ટ્રેસને એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ કરાવવા ઇચ્છતા હતા. થોડાં દિવસોથી સુમ્બુલ સાથે તેમની વાતચીત પણ ચાલી રહી હતી. પરંતુ એક્ટ્રેસે, આ પાર્ટીમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેટલાંક લોકો એક્ટ્રેસને એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ કરાવવા ઇચ્છતા હતા. થોડાં દિવસોથી સુમ્બુલ સાથે તેમની વાતચીત પણ ચાલી રહી હતી. પરંતુ એક્ટ્રેસે, આ પાર્ટીમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની પ્રખ્યાત એક્ટ્રેસ સુમ્બુલ ખાનનું તેના જ ઘરમાં ઘૂસીને ત્રણ લોકોએ મર્ડર કરી દીધું છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ લોકો સુમ્બુલને અમીરોની એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ માટે લઇ જવા ઇચ્છતા હતા. પરંતુ એક્ટ્રેસે આ પાર્ટીમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો. આનાથી નારાજ લોકોએ બળજબરીથી તેને ઘરમાંથી લઇ જવાની કોશિશ કરી. જ્યારે સુમ્બુલે તેનો વિરોધ કર્યો તો આ લોકોએ તેને 11 ગોળીઓ મારી.

   ડાન્સ માટે કિડનેપિંગની કોશિશ

   - રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શનિવાર રાત્રે મરદાન શહેરની છે. સુમ્બુલના ઘરે ત્રણ લોકો આવ્યા અને તેનું અપહરણ કરવાની કોશિશ કરી. આ લોકો એક્ટ્રેસને એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ કરાવવા ઇચ્છતા હતા. થોડાં દિવસોથી સુમ્બુલની સાથે આ અંગે વાતચીત પણ ચાલી રહી છે. પરંતુ એક્ટ્રેસે આ પાર્ટીમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો.
   - આ લોકોએ સુમ્બુલને બળજબરીપૂર્વક લઇ જવાની કોશિશ કરી. પરંતુ જ્યારે તેઓ તેમાં સફળ ના થયા તો તેઓએ સુમ્બુલને 11 ગોળીઓ મારી. એક્ટ્રેસનું ઘટનાસ્થળે જ મોત થયું.

   આરોપીમાં એક ભૂતપૂર્વ પોલીસ ઓફિસર

   - આરોપીઓમાં એક નામ નઇમ ખટકનું પણ બોલાય છે. જે એક ભૂતપૂર્વ પોલીસ ઓફિસર છે. રવિવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

   ટીવી શોમાં પણ કામ કરતી હતી સુમ્બુલ

   - 25 વર્ષીય સુમ્બુલ પશ્તો ભાષાની ફિલ્મોમાં એક્ટિંગ અને સિંગિંગ કરતી હતી. આ સિવાય તે અનેક ટીવી શોમાં પણ જોવા મળી હતી.
   - ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે યંગ એક્ટ્રેસ કિસ્મત બેગની લાહૌરમાં આ જ પ્રકારે હત્યા કરી દેવામાં આવી હતી. કિસ્મત એક નાટકમાં પર્ફોર્મ કરીને ઘરે પરત ફરી રહી હતી. બાઇક પર 2 લોકો આવ્યા અને તેઓએ કિસ્મતની ગાડી ઓવરટેક કરીને તેનું અપહરણ કરવાની કોશિશ કરી.
   - કિસ્મતે તેનો વિરોધ કર્યો તો હુમલાખોરોએ તેને ત્રણ ગોળીઓ મારી. બેગનું ઘટનાસ્થળે જ મોત થયું.

   વિરોધ શરૂ
   - સુમ્બુલ ખાનની હત્યાનો પાકિસ્તાનમાં વિરોધ શરૂ થઇ ગયો છે. માહિન ખાન નામની એક ફેશન ડિઝાઇનરે લોકોને અપીલ કરી છે કે, તે ઘરોમાંતી નિકળે અને પોતાની કળાના દમ પર ઓળખ બનાવનાર મહિલાઓનો સાથ આપે.
   - માહીને આરોપ લગાવ્યો છે કે, મૌલાનાઓ તેને પણ ધમકી આપી રહ્યા ચે કે, તે ફેશન ડિઝાઇનિંગનું કામ છોડી દે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The men opened fire when Sumbul refused and fled the scene after killing her, police said
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `