વોલીબોલ રમતા PAK સૈનિકો પર આતંકી હુમલો, 1 કેપ્ટન સહિત 11નાં મોત

આ હુમલામાં કેપ્ટન સહિત 10 અન્ય સૈનિકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

divyabhaskar.com | Updated - Feb 05, 2018, 12:41 PM
ઘાયલોને સ્વાતના મિંગોરાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.
ઘાયલોને સ્વાતના મિંગોરાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં એક આત્મઘાતી હુમલામાં 11 સૈનિકોના મોત થયા છે. પાકિસ્તાન આર્મીના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે તાલિબાની સુસાઇડ બોમ્બર આર્મીના પ્રતિબંધિત ક્ષેત્રમાં ઘૂસી ગયો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સની પાસે પોતાને બ્લાસ્ટ કરી દીધો. હુમલામાં 1 કેપ્ટન સહિત 10 અન્ય સૈનિકોનાં મોત થયા છે. જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સ્વાતના મિંગોરાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2013માં પણ સ્વાત ઘાટીમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 21 લોકોનાં મોત થયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા.


ક્યારે અને ક્યાં થયો હુમલો?


- આ હુમલો સ્વાત ડિસ્ટ્રિક્ટના કબલ તહસીલ સ્થિત આર્મી કોમ્પલેક્સમાં થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સાંજે એક સુસાઇડ બોમ્બર છૂપાઇને આર્મીના પ્રતિબંધિત ક્ષેત્રમાં ઘૂસી ગયો અને સ્પોર્ટ્સ એરિયાની પાસે પહોંચીને પોતાને બ્લાસ્ટ કરી દીધો. હુમલા સમયે સૈનિકો વોલીબોલ રમી રહ્યા હતા.


કોણે લીધી હુમલાની જવાબદારી?


- આ હુમલાની જવાબદારી અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠન તાલિબાને લીધી છે. બ્લાસ્ટ બાદ તાલિબાનના સ્પોક્સપર્સન મોહમ્મદ ખુરસાનીએ દાવો કર્યો છે કે, સુસાઇડ બોમ્બરને સ્વાત ઘાટી સ્થિત આર્મી કેમ્પ પર હુમલો કરવા માટે તાલિબાને જ મોકલ્યો હતો.
- તાલિબાને આવનારા સમયમાં પાકિસ્તાનને પણ વધુ ઘાતક હુમલાની ચેતવણી આપી છે.
- હુમલા બાદ આર્મી આખા એરિયાને ખાલી કરાવીને સર્ચ ઓપરેશનમાં જોડાઇ ગઇ છે.

2013માં થયો મોટો હુમલો


- સ્વાત ઘાટીમાં છેલ્લો મોટો આતંકવાદી હુમલો જાન્યુઆરી 2013માં થયો હતો. આતંકીઓએ અહીં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું હતું. જેમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે 70 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.


PAK પીએમએ કરી નિંદા


- પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ આ હુમલાની નિંદા કરી છે. તેઓએ કહ્યું કે, અમારાં બહાદુર સંતાનોનો કાયર આતંકવાદીઓ સાથે કોઇ મુકાબલો નથી. આતંકીઓ વિરૂદ્ધ અમારી લડાઇ ત્યાં સુધી ખતમ નહીં થાય, જ્યાં સુધી આતંક સંપુર્ણ રીતે ખતમ નથી થઇ જતો.

પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ આ હુમલાની નિંદા કરી છે
પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ આ હુમલાની નિંદા કરી છે
X
ઘાયલોને સ્વાતના મિંગોરાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.ઘાયલોને સ્વાતના મિંગોરાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.
પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ આ હુમલાની નિંદા કરી છેપાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ આ હુમલાની નિંદા કરી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App