નવાઝ શરીફના ઘર પાસે આતંકી હુમલો, 5 પોલીસકર્મી સહિત 9નાં મોત

ઓફિસરોના જણાવ્યા અનુસાર, જે ચેકપોસ્ટ પર હુમલો થયો, તે શરીફ પરિવારના ઘરની થોડાં કિમી જ દૂર હતું

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 10:48 AM
આ ચેકપોસ્ટ નવાઝ શરીફના ઘરના થોડાં કિમી જ દૂર હતું. ચેકપોસ્ટની પાસે જ એક ધાર્મિક સમારંભ ચાલી રહ્યો હતો.
આ ચેકપોસ્ટ નવાઝ શરીફના ઘરના થોડાં કિમી જ દૂર હતું. ચેકપોસ્ટની પાસે જ એક ધાર્મિક સમારંભ ચાલી રહ્યો હતો.

લાહોર: પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના નિવાસ નજીક આત્મઘાતી હુમલામાં 6 પોલીસકર્મીઓ સહિત 10 લોકો મૃત્યુ પામ્યા છે. હુમલામાં 25 લોકો ઘવાયા છે. તેમાં 14 પોલીસકર્મી છે. તબલીગી સેન્ટર નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટ પર બુધવાર રાતે એક કિશોર આતંકીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ઘટનાસ્થળેથી શરીફ પરિવારનું નિવાસ લગભગ 900 મીટરના અંતરે આવેલ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

હુમલાખોર કિશોર હતો
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલો બુધવારે રાત્રે થયો. તે સુસાઇડ અટેક હોવાની પુષ્ટી પંજાબના આઇજી આરિફ નવાઝે કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, એક કિશોર હુમલાખોરે ચેકપોસ્ટની પાસે પોતાને ઉડાવી દીધો. માર્યા ગયેલા લોકોમાં 2 ઇન્સ્પેક્ટર સહિત 5 પોલીસકર્મી છે. જખમી પોલીસકર્મીઓમાં 4ની હાલત ગંભીર છે.
- લાહોરના ડીઆઇજી ડો. હૈદર અશરફે જણાવ્યું કે, હુમલાખોરોના નિશાના પર પોલીસ જવાન હતા. આ કારણોસર તેણે ચેકપોસ્ટની પાસે જ બ્લાસ્ટ કર્યો. હુમલાખોરના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. ચેકપોસ્ટની પાસે જ તબલીગી સેન્ટરમાં ધાર્મિક સમારંભ પણ ચાલી રહ્યો હતો.
- ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ એટલો પાવરફૂલ હતો કે, તેનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાયો હતો.
- અમુક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠને પોલીસ પર હુમલો કરવાની ચેતવણી આપી હતી.


આગળની સ્લાઇડમાં જાણો, જખમી પોલીસકર્મીએ શું કહ્યું...

મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે
મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે

જખમી પોલીસકર્મીએ જણાવ્યું શું થયું હતું ઘટના સમયે?


- જખમી પોલીસકર્મી આબિદ હુસૈને જણાવ્યું કે, મેં જોયું કે, એક કિશોર વેન્યુમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. જ્યારે અમે તેને રોકવાની કોશિશ કરી તો તેણે પોતાને ઉડાવી દીધો. 
- આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે એક અઠવાડિયા બાદ લાહોરમાં પાકિસ્તાન સુપર લીગની સેમીફાઇનલ મેચ થવાની છે. ડીઆઇજી અશરફ જણાવે છે કે, મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. 
- પાક રેન્જર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આખા વિસ્તારને ઘેરી લીધો. 


પ્રેસિડન્ટે કરી હુમલાની નિંદા 


- પાકિસ્તાનના પ્રેસિડન્ટ મમનૂન હુસૈને આ હુમલાની નિંદા કરી છે. તેઓએ કહ્યું કે, આ કાયરતાપૂર્ણ કામોથી સરકારનો આતંકવાદ સામે લડવાનો જુસ્સો કમજોર નહીં પડે. 
- જ્યારે પંજાબના મુખ્યમંત્રી શહબાઝ શરીફે પોલીસ પાસે હુમલાનો રિપોર્ટ માંગ્યો છે. 
- આ વર્ષે લાહોરમાં આ પહેલો હુમલો છે. ગયા વર્ષે લાહોરમાં આવા અનેક હુમલા થયા હતા, જેમાં 60થી વધુ લોકોનાં મોત થયા હતા. 

X
આ ચેકપોસ્ટ નવાઝ શરીફના ઘરના થોડાં કિમી જ દૂર હતું. ચેકપોસ્ટની પાસે જ એક ધાર્મિક સમારંભ ચાલી રહ્યો હતો.આ ચેકપોસ્ટ નવાઝ શરીફના ઘરના થોડાં કિમી જ દૂર હતું. ચેકપોસ્ટની પાસે જ એક ધાર્મિક સમારંભ ચાલી રહ્યો હતો.
મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છેમેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App