Home » International News » Pakistan » Ghazi Khan in Pakistans Punjab province has passed a resolution

પાકિસ્તાનમાં હવે સ્ટાઇલિશ દાઢી પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:56 PM

હાલ યુવાઓમાં અલગ અલગ પ્રકારની દાઢી રાખવાનો રિવાજ ચાલી રહ્યો છે

 • Ghazi Khan in Pakistans Punjab province has passed a resolution
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  દાઢીની નવી નવી સ્ટાઇલને બૅન કરવા માટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે પ્રસ્તાવ જાહેર કર્યો છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ આજના સમયમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ દેખાવા માટે અનેક પ્રકારની રીત અપનાવે છે. ભારતમાં યુવકોને સ્ટાઇલિશ દેખાવા માટે દાઢી વધારવાનું ચલણ છે. જ્યારે પાકિસ્તાનમાં સ્ટાઇલિશ દાઢી પર પ્રતિબંધ લાવવાની માંગણી થઇ છે. ધ ટ્રિબ્યૂન એક્સપ્રેસ અનુસાર, દાઢીની નવી નવી સ્ટાઇલને બૅન કરવા માટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે પ્રસ્તાવ જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ અનુસાર, દાઢીને નવી નવી રીતે બનાવવી ઇસ્લામના શિક્ષણ વિરૂદ્ધ છે. તેની સાથે જ સુન્નાહની પણ વિરૂદ્ધ છે. આ પ્રસ્તાવની મદદથી એવી માંગણી કરવામાં આવી રહી છે, હાલ યુવાઓમાં અલગ અલગ પ્રકારની દાઢી રાખવાનો રિવાજ ચાલી રહ્યો છે, જેના ડેરા ગાઝી ખાનના ડેપ્યુટી કમિશ્નર તાત્કાલિક પ્રતિબંધ લગાવે.


  દાઢી પર મજાક બનાવનાર સામે કડક કાર્યવાહી


  - એટલું જ નહીં, તેમાં એપણ કહેવામાં આવ્યું છે કે, જે લોકો દાઢીને લઇને મજાક બનાવે, તેઓની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
  - આ પ્રસ્તાવને રાખનાર આસિફ ખોસાનું કહેવું છે કે, સુન્નાહ (ઇસ્લામિક શિક્ષા) વિશે યુવાઓને જાગૃત કરવાની ખૂબ જ જરૂર છે.
  - રિપોર્ટ અનુસાર, આસિફે કહ્યું કે, યુવા આજકાલ અલગ અલગ પ્રકારની સ્ટાઇલિશ દાઢી રાખવા લાગ્યા છે, જે ઇસ્લામના શિક્ષણની વિરૂદ્ધ છે.
  - ફ્રેન્ચ કટ અને બીજી અન્ય પ્રકારની નવી સ્ટાઇલવાળી દાઢીને ઇસ્લામ ઇજ્જત નથી આપતું.
  - આ પ્રસ્તાવને બહુમત સાથે પાસ કરવામાં આવ્યો. જેમાં આગળની કાર્યવાહી માટે ડેરા ગાઝીના ડેપ્યુટી કમિશ્નરને મોકલી દેવામાં આવ્યું છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, સ્ટુડન્ટ્સને મળશે એડમિશનનો અવસર...

 • Ghazi Khan in Pakistans Punjab province has passed a resolution
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્રેન્ચ કટ અને બીજી અન્ય પ્રકારની નવી સ્ટાઇલવાળી દાઢીને ઇસ્લામ ઇજ્જત નથી આપતું. (ફાઇલ)

  - રિપોર્ટ અનુસાર, સ્ટાઇલિશ દાઢી પર પ્રતિબંધ લગાવવા સિવાય આ પ્રસ્તાવમાં આદિવાસી ક્ષેત્રોના સ્ટુડન્ટ્સને મેડિકલ કોલેજમાં 10 ટકા ક્વોટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 
  - તેને પ્રસ્તૃત કરવા માટે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્ય અબ્દુલ ગફ્ફાર ખાન અહમદાનીને કહ્યું કે, આ પગલાંથી આદિવાસી વિસ્તારોથી આવતા છાત્રોને મેડિકલ કોલેજમાં એડમિશનનો મોકો મળશે. 
  - બેઠકને સંબોધિત કરતા કાઉન્સિલના અધ્યક્ષ સરદાર અબ્દુલ કાદિર ખોસાએ કહ્યું કે, સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી સમસ્યાઓનું તત્કાલિન પ્રભાવથી સમાધાન કરવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. 

 • Ghazi Khan in Pakistans Punjab province has passed a resolution
  સ્ટાઇલિશ દાઢી પર પ્રતિબંધ લગાવવા સિવાય આ પ્રસ્તાવમાં આદિવાસી ક્ષેત્રોના સ્ટુડન્ટ્સને મેડિકલ કોલેજમાં 10 ટકા ક્વોટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ