તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Our Foreign Policy Want To Improve Our Ties With All Our Neighbors: Pakistan PM Imran Khan

પડોશીઓ સાથે સારા સંબંધો વગર પાક.ની સ્થિતિ નહીં સુધરે: PM ઈમરાને દેશને કર્યું પહેલું સંબોધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ઈમરાન ખાને રવિવારે મોડી રાતે દેશના નામે તેમનું પહેલું ભાષણ કર્યું હતું. તેમાં તેમણે સરકારી ખર્ચ ઘટાડવા, અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા, ભ્રષ્ટાચાર, બાળ મૃત્યુદર, શિક્ષણ અને પડોશી દેશો સાથે સારા સંબંધો મુદ્દે વાત કરી હતી. ઈમરાન ખાને વિદેશ નીતિ વિશે કહ્યું હતું કે, મેં પડોશી દેશ સાથે સંબંધો સુધારવાની વાત કરી છે. શાંતિની જરૂર છે, તે વગર પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો નહીં આવે. જોકે ઈમરાન ખાને તેમના ભાષણમાં ભારત સહિત કોઈ પણ પડોશી દેશનું નામ લીધું નથી. 

 

ઈમરાને કહ્યું કે, જો પાકિસ્તાન દિશા નહીં બદલે તો તેનો વિનાશ નક્કી છે. ઈમરાને દેશ પર રૂ. 28 કરોડના દેવાં માટે પીએમએલ-એન સરકારને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર આટલી મુશ્કેલ આર્થિક સ્થિતિ ઊભી થઈ છે. સરકારે વધારાના ખર્ચ અટકાવવાનો સમય હવે આવી ગયો છે.

 

પાકિસ્તાન ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે


ઈમરાને કહ્યું કે, આજે પાકિસ્તાન જે આર્થિક મુશ્કેલીઓમાં છે, તેવી મુશ્કેલીઓ કદી નહતી. એક તરફ પાકિસ્તાન દેવામાં છે અને બીજી બાજું માનવ વિકાસ સૂંચકઆંક ખૂબ નીચે છે. પાકિસ્તાન દુનિયાના એવા પાંચ દેશોમાં છે જ્યાં દૂષિત પાણીના કારણે બાળ મૃત્યુદર સૌથી વધારે છે. પોષક આહારના અભવામાં દેશના 45 ટકા બાળકોનો યોગ્ય રીતે વિકાસ નથી થઈ શકતો. ગર્ભવતી મહિલાઓનો મૃત્યુદર પણ વધારે છે. આ મુશ્કેલીઓને ભેગા થઈને ઉકેલ લાવવો પડશે. 

 

સરદાર ઉસ્માન પંજાબના સીએમ
પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ ઉમેદવાર સરદાર ઉસ્માન અહમદ ખાન બજદર પાકિસ્તાન પંજાબના મુખ્યમંત્રી પસંદ કરવામાં આવ્યા છે. સરદાર ઉસ્માને પાકિસ્તાનના મુસ્લિમ લીન-નવાધ (પીએમએલ-એન) ઉમેદવાર હમજા શાહબાજને 17 વોટથી હરાવ્યા છે. સરદાર ઉસ્માનને 186 અને હમજાને 159 વોટ મળ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...