પાકિસ્તાન / વાવાઝોડાં અને વરસાદના કારણે અત્યાર સુધી 23નાં મોત, અનેક વિસ્તારોમાં ઇમરજન્સી લાગુ

બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યુ છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યુ છે.
X
બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યુ છે.બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યુ છે.

  • કરાચીમાં વાવાઝોડાંથી 4 લોકોનાં મોત, એટલી જ સંખ્યામાં માછીમારો ગાયબ 
  • પશ્ચિમ, મધ્ય અને ઉત્તર વિસ્તારોના ઘરોમાં પૂરનું પાણી ઘૂસ્યું

divyabhaskar.com

Apr 17, 2019, 10:36 AM IST

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં વાવાઝોડાં અને ડમરીથી અંદાજિત 23 લોકોનાં મોત થયા છે. દેશના કેટલાંક જિલ્લામાં સંપત્તિને ઘણું નુકસાન થયું છે, જ્યારે કેટલાંક વિસ્તારોમાં સતત વરસાદથી પૂરની આશંકા વધી રહી છે. 
 
1. પંજાબમાં વાવાઝોડાંમાં 9 લોકોનાં મોત
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પશ્ચિમ, મધ્ય અને ઉત્તર વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદના કારણે મોટાંભાગના મકાનોમાં કીચડ ભરાઇ ગયા છે. પંજાબમાં આવેલા વાવાઝોડાંમાં અંદાજિત 9 લોકોનાં મોત થયા છે. 
ખાનેવલ જિલ્લામાં ચાર, બહાવલનગરમાં ત્રણ અને લોધરનમાં બે લોકોનાં મોત થયા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની ચિત્રલ ઘાટીમાં ઘરની છત પડવાથી એક મહિલા અને બે યુવકના મોત થયા છે.  
બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટા, ગ્વાદર, છગાઇ, હર્નાઇ, જેફરાબદા, બાર્ખાન, સિબી, દુકી સહિત કેટલાંક વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાચીમાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડાંના કારણે 4 લોકોનાં મોત થયા છે, જ્યારે કેટલાંક ઘાયલ થયા છે. ડઝન લોકો સહિત ચાર માછીમારો પણ ગાયબ છે. વાવાઝોડાંના કારણે કરાચીની સ્કૂલો અને કેટલાંક ભવનોને પણ નુકસાન થયું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી