તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુસ્તાન મીડિયાએ મને 'વિલન' બનાવ્યો, વાતચીત છે કાશ્મીર મુદ્દાનો ઉકેલઃ ઇમરાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને પહેલીવાર જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ દેશને માનવતાવાળો દેશ બનાવશે. અમે કમજોરો માટે કામ કરીશું. પાકના નવા વડાપ્રધાન બનવા જઇ રહેલા ઇમરાન ખાને કહ્યું, અલ્લાહે મને અવસર આપ્યો. પાકિસ્તાનની સેવાનો મોકો મળ્યો. પાકિસ્તાન માટે મેં 22 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. હું પાકિસ્તાનને મદિના જેવું બનાવવા માંગુ છું. 

 


પાકિસ્તાનને કરેલો વાયદો નિભાવીશઃ ઇમરાન ખાન 


- રાજનીતિમાં આવવા પાછળના રહસ્યનો ખુલાસો કરતા ઇમરાને કહ્યું, હું જણાવવા ઇચ્છું છું કે, 22 વર્ષ પહેલાં રાજનીતિમાં કેમ આવ્યો જેને ઉપરવાળાએ બધું જ આપ્યું છે. કંઇ પણ કર્યા વગર હું આરામથી જીવન પસાર કરી શકતો હતો. પરંતુ જ્યારે મારો ઉછેર થઇ રહ્યો હતો તે સમયે ઘણી પરિસ્થિતિઓ જોઇ. દેશમાં ભ્રષ્ટાચારને જોતાં રાજનીતિમાં આવવા માટે મજબૂર થયો. 
- ઇસ્લામાબાદમાં તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું પાકિસ્તાનને કરેલું વચન નિભાવિશ. મને ઘોષણા પત્રને લાગુ કરવાનો મોકો મળ્યો. આ ચૂંટણીમાં અનેક લોકોએ કુરબાનીઓ આપી. પાકિસ્તાનને લોકોના લોકતંત્રને મજબૂત કર્યુ. 
- ઇમરાન ખાને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પહેલીવાર દેશના નામે સંબોધનમાં કહ્યું, હું માનવતાવાદવાળું પાકિસ્તાન બનાવીશ. કમજોરો માટે કામ કરીશ. 
- ખાને કહ્યું, દેશની ઓળખ અમીર હોવાથી નહીં, પરંતુ ગરીબ લોકોનું જીવન કેવું છે અને તેઓ કેવી રીતે જીવી રહ્યા છે તેનાથી થાય છે. 


વડાપ્રધાન નિવાસમાં નહીં રહે 


- વિદેશ નીતિને લઇને પાકિસ્તાનમાં મોટાં પડકારો છે, આતંકવાદ મોટો પડકાર છે અમારાં માટે. અમે પાડોશીઓ સાથે સંબંધો સારાં બનાવીશું. સૌથી મહત્વ પાડોશી દેશો છે ચીન, આ દેશ પાસેથી અમારે ઘણું શીખવાનું છે. ચીને પોતાના નજીકના 70 કરોડ લોકોને ગરીબ અવસ્થામાંથી બહાર કાઢ્યા અને તેઓને સારું જીવન આપ્યું. 
- અમે પણ આ શીખવા માટે અમારાં લોકોને ત્યાં મોકલીશું. 
- ઇમરાને પાડોશી દેશોનો ઉલ્લેખ કરતા સૌથી પહેલાં ચીનનો ઉલ્લેખ કર્યો, ત્યારબાદ અફઘાનિસ્તાન, ઇરાન, સાઉદી અરેબિયા ત્યારબાદ ભારતનું નામ લીધું. 
- ઇમરાને કહ્યું કે, ભારતે મને બોલિવૂડ વિલનની માફક જોયો છે. હું ભારતને સારી રીતે ઓળખું છું. 
- કાશ્મીર મોટી સમસ્યા છે, આ મુદ્દાનો ઉકેલ લાવવો જરૂરી છે. હું ઇચ્છું છું કે, ભારત સાથે સંબંધો સારાં બને અને તેની સાથે વાતચીત આગળ વધારવા ઇચ્છું છું. 
- પોતાના સંબોધન દરમિયાન તેઓએ ચૂંટણીમાં વિપક્ષ તરફથી લગાવામાં આવેલા ગોલમાલના આરોપોને નકારી દીધા હતા. 

અન્ય સમાચારો પણ છે...