PAK: પોલિયોની દવા પીવડાવવા ગયેલી ટીમ પર આતંકી હુમલો, 2નાં મોત

પાકિસ્તાનમાં અનેક કટ્ટરપંથી સંગઠનોએ અફવા ફેલાવી છે કે, પોલિયો પીવડાવવા આવતા ગ્રુપ મુસ્લિમોનું ખસીકરણ કરવા ઇચ્છે છે.

divyabhaskar.com | Updated - Mar 18, 2018, 01:57 PM
સફી તહસીલમાં પોલિયો પીવડાવવા ગયેલા 7 સભ્યોની મોહમ્મદ ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો (ફાઇલ)
સફી તહસીલમાં પોલિયો પીવડાવવા ગયેલા 7 સભ્યોની મોહમ્મદ ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃપાકિસ્તાને ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના સરહદીય ગામોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની સૈન્યે બાલકોટ સેક્ટરમાં રવિવારે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા મોર્ટાર બોમ્બ છોડ્યા હતા, તેમાં એક જ પરીવારના ત્રણ બાળકો સહિત 5 લોકોના મોત થઈ ગયા અને પરિવારની જ બે બહેનોને તથા 5 જવાનોને ગંભીર ઈજા પહોંચી છે. અધિકારીઓ મુજબ નિયંત્રણ રેખાના ત્રણથી ચાર કિ.મી. સુધીના ગામો પર પાકિસ્તાની સૈન્યે સવારે લગભગ 7:45 વાગ્યે કોઈપણ ઉશ્કેરણી વીના ભારે મોર્ટાર બોમ્બ ફેંકવાના શરૂ કર્યા હતા.

ગોળીબાર લગભગ ચાર ક્લાક સુધી ચાલ્યો. બાલકોટ નિવાસી રમઝાનના ઘરમાં પાક. તરફથી ફેંકાયેલો એક ગોળો પડ્યો. તેની ઝપેટમાં આખો પરીવાર આવી ગયો. તેમાં રમઝાન, તેની પત્ની મલકા બી (32), તેમના પુત્રો અબ્દુલ રહેમાન (14), મોહમ્મદ રિઝવાન (12) અને રઝાક રમઝાન (9)ના મોત થયા હતા. રમઝાનની બે પુત્રીઓ નસરીન કૌસર (11) અને મહરીન કૌસર (7)ને ગંભીર ઈજા પહોંચી છે. તેમને હેલિકોપ્ટર મારફત જમ્મુ હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે.

ભારતીય સૈન્યે પણ કાર્યવાહી કરતા પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા શાંતિની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આપણે રાજ્યમાં લોકોને બચાવવા હશે તો શાંતિ જાળવવી પડશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

આર્મી પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના આડેધડ મોર્ટારના શેલ છોડવામાં આવ્યા હતા. આ ગોળીબાર સાંજે 7:45 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ 11:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. ભારતીય દળોએ પણ વળતો જવાબ આપ્યો હતો.

બે સભ્યોએ ભાગીને બચાવ્યો જીવ


- એજન્સીના જણાવ્યા અનુસાર, સફી તહસીલમાં પોલિયો પીવડાવવા ગયેલી 7 સભ્યોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ 2 સભ્યોની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે 3નું અપહરણ કર્યુ.
- બે સભ્યો આતંકીઓના કબજામાંથી બચવામાં સફળ રહ્યા. આ લોકોએ ઘલાનઇમાં પોતાના હેડક્વાર્ટર પહોંચીને હુમલાની જાણકારી આપી.


આ પહેલાં પણ થયા હુમલા


- આવું પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનમાં પોલિયો ટીમ પર હુમલો થયો છે.
- ગયા મહિને કરાચીમાં એક સ્કૂલમાં બાળકોને પોલિયો પીવડાવવા ગયેલી ટીમ પર સ્કૂલ એડમિનિસ્ટ્રેશને જ હુમલો કર્યો હતો.
- આ સિવાય તરાંચીમાં આતંકવાદીઓએ એક મહિલા કર્મચારી પર હુમલો કર્યો હતો.


કેમ થયા છે હુમલા?


- કરાંચી, પેશાવર સહિત આખા દેશમાં જ પોલિયો ટીમ પર ઘણીવાર આવા હુમલાની ઘટના સામે આવતી રહી છે.
- પાકિસ્તાનમાં અનેક કટ્ટરપંથી સંગઠનોએ અફવા ફેલાવી છે કે, પોલિયો પીવડાવવા આવતા ગ્રુપ મુસ્લિમોનું ખસીકરણ કરવા ઇચ્છે છે.
- આ લોકો પોલિયો કર્મચારીઓ પર જાસૂસી કરવાનો આરોપ લગાવે છે.

આતંકીઓએ ટીમના અન્ય 3 સભ્યોનું અપહરણ કર્યુ છે. (ફાઇલ)
આતંકીઓએ ટીમના અન્ય 3 સભ્યોનું અપહરણ કર્યુ છે. (ફાઇલ)
X
સફી તહસીલમાં પોલિયો પીવડાવવા ગયેલા 7 સભ્યોની મોહમ્મદ ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો (ફાઇલ)સફી તહસીલમાં પોલિયો પીવડાવવા ગયેલા 7 સભ્યોની મોહમ્મદ ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો (ફાઇલ)
આતંકીઓએ ટીમના અન્ય 3 સભ્યોનું અપહરણ કર્યુ છે. (ફાઇલ)આતંકીઓએ ટીમના અન્ય 3 સભ્યોનું અપહરણ કર્યુ છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App