Home » International News » Pakistan » Pakistan concerned over India growing Drone technology and Rustom 2

ભારતની ડ્રોન ટેકનોલોજીથી પાક. ચિંતામાં, કહ્યું- તણાવ વધારે છે પડોશી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 10:08 AM

પાક.વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારતમાં બનનારા નવા ડ્રોન રૂસ્તમ-2 અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં ચિંતા વ્યક્ત કરી.

 • Pakistan concerned over India growing Drone technology and Rustom 2
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રૂસ્તમ-2 ભારતનું સ્વદેશી ડ્રોન છે જેને અમેરિકાના પ્રિડેટર ડ્રોનની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યાં છે

  ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતની એડવાન્સ્ડ ટેકનોલોજી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે મીડિયાને જણાવ્યું કે, "જો મિલ્ટ્રીની તાકાતવર બનાવવાની દ્રષ્ટીએ જોઈએ તો ડ્રોન ટેકનલોજીમાં ભારતની વધતી ક્ષમતા પરેશાન કરનારી છે. આ ક્ષેત્રની કૂટનીતિક સ્થિરતા ઘટશે અને તણાવ વધશે." ફેસલે આ પ્રકારનું નિવેદન ભારતમાં બનનારા નવા ડ્રોન રૂસ્તમ-2 અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં આપ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, "ડ્રોન ટેકનોલોજી યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોના નિયમ મુજબ જ બનવી જોઈએ." અહીં જાણ કરવાની કે રૂસ્તમ-2 ભારતનું સ્વદેશી ડ્રોન છે. જેને અમેરિકાના પ્રિડેટર ડ્રોનની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

  પાકિસ્તાનને કેમ છે રૂસ્તમનો ડર?


  - DRDOએ રૂસ્તમને સૈન્ય હેતુ માટે તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ દુશ્મન પર નજર રાખવી, ટાર્ગેટ પર સટીક નિશાન લગાવવું અને સિગ્નલ ઈન્ટેલિજન્સમાં પણ કરવામાં આવશે.
  - બીજી તરફ સેનાને આગામી એક દશકામાં 400 આધુનિક ડ્રોનની જરૂર છે. જેમાં કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ થનારા રિમોન્ટ સંચાલિત એરક્રાફ્ટ પણ સામેલ છે. હાલ સેનાની પાસે 200 ડ્રોન છે. જેમાંથી મોટા ભાગના લાંબા અંતરના અને ટાર્ગેટ પર નજર રાખનારાં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવેલા છે.

  રૂસ્તમ-2ની ખાસિયત

  - માનવરહિત વિમાનના પાંખિયા 21 મીટર લાંબા છે. વજન 1.8 ટન છે. જેની સ્પીડ 225 kmph છે.

  - 350 કિલો વજનના હથિયારોની સાથે એક વખતમાં 24 કલાક સુધી ઉડ્ડયન કરવામાં સક્ષમ છે.

  - જેમાં સિન્થેટિક અપર્ચર રડાર, મેરીટાઈમ પેટ્રોલ રડાર અને ટક્કર રોકી શકાય તેવી ટેકનિક લગાવવામાં આવી છે.

  - મીડિયા રિપોર્ટસ મુજબ સાયન્ટિસ્ટ રૂસ્તમ દમાનિયાના નામ પર તેને રૂસ્તમ-2 નામ આપ્યું છે.

  - 80ના દશકામાં એવિએશન સેકટરમાં દમાનિયાની રિસર્ચ દેશ માટે ઘણી મદદગાર સાબિત થઈ હતી.

  ભારત અંગે શું ખોટા નિવેદનો કર્યાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ

 • Pakistan concerned over India growing Drone technology and Rustom 2
  પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે ભારતની વધતી ડ્રોન સિસ્ટમ પર ચિંતા વ્યક્ત કરી હતી

  PAKનું જૂઠાણું- LoC પર વાતાવરણ બગાડે છે ભારત

   

  ભારત સામે વધુ એક આરોપ લગાવતાં ફૈસલે કહ્યું હતું કે, "ભારત બોર્ડર પર સીઝફાયર વાયોલેશન કરીને ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી કરે છે. જો કે પાકિસ્તાન સેના પણ ભારતને જવાબ આપવાથી પાછી પાની નથી કરી રહી."

   

  ભારતીય અધિકારીઓ સાથે મીટિંગ નક્કી નથી

   

  - અફઘાનિસ્તાનમાં ભારતીય વિદેશ સચિવ સાથે મુલાકાત અને તેમની પાકિસ્તાન મુલાકાત અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ફૈસલે કહ્યું કે, "આવી કોઈ મુલાકાત અંગે હાલ જાણકારી નથી. કે એવો પણ ખ્યાલ નથી ભારતીય સચિવ પાકિસ્તાન આવી રહ્યાં છે."

  - જો કે તેઓએ જણાવ્યું કે બંને દેશ વચ્ચે માનસિક રૂપથી બીમાર મહિલા કેદીઓને છોડાવવા અંગે સહમતી બની શકે છે. હાલ તો ગૃહ મંત્રાલય આ પ્રસ્તાવ અંગે વિચાર કરી રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ