ગુનાહ ટેક્સઃ સિગારેટ અને શરબત પર 'SIN ટેક્સ' લગાવવાની તૈયારીમાં પાકિસ્તાન સરકાર

divyabhaskar.com

Dec 06, 2018, 03:35 PM IST
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ગવર્મેન્ટ હાઉસમાં રહેલી કારથી લઇને ભેંસોની પણ હરાજી કરવામાં આવી હતી. (ફાઇલ)
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ગવર્મેન્ટ હાઉસમાં રહેલી કારથી લઇને ભેંસોની પણ હરાજી કરવામાં આવી હતી. (ફાઇલ)

- પાકિસ્તાન સરકારના મંત્રીના જણાવ્યા અનુસાર, તમાકુ પ્રોડક્ટ્સ અને શરબત પર લગાવેલા ટેક્સથી જે આવક થશે તેને સ્વાસ્થ્ય બજેટમાં સામેલ કરવામાં આવશે.


ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગુજરાત, બિહાર સહિત દેશના અનેક રાજ્યોએ દારૂ પર પ્રતિબંધ લગાવ્યો છે. આનાથી તદ્દન વિરૂદ્ધ પાડોશી દેશ પાકિસ્તાને સિગારેટ સેવન પર અજીબ પ્રકારનો ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાને પોતાના સ્વાસ્થ્ય બજેટને વધારવા માટે સિગારેટ અને શરબત પર ટૂંક સમયમાં જ 'ગુના ટેક્સ' (SIN TAX) લગાવવાનો નિર્ણય લીધો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી અમીર મહેમદૂ કિયાનીએ મંગળવારે આ જાણકારી આપી છે.

પાક સરકાર સ્વાસ્થ્ય પર 0.6 ટકા જ ખર્ચ કરે છે

- સ્થાનિક મીડિયા અનુસાર, તેઓએ જન સ્વાસ્થ્ય સમારંભમાં કહ્યું કે, તેઓની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકાર દેશની GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના પાંચ ટકાવાળુ સ્વાસ્થ્ય બજેટ બનાવવા ઇચ્છે છે. આ કામ માટે તેઓએ આવકમાં વધારો કરવો પડશે. તેથી સરકાર અનેક પ્રકારના ઉપાય અમલમાં લાવી રહી છે.
- સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એક પ્રકારનો પ્રયોગ છે. જેમાં તમાકુ પ્રોડક્ટ્સ અને શરબત પર ગુનાહ ટેક્સ લગાવવાનો વિચાર છે.
- આનાથી જે આવક થશે તેને સ્વાસ્થ્ય બજેટમાં સામેલ કરવાનો પ્લાન છે.
- હાલમાં પાકિસ્તાન સરકાર સ્વાસ્થ્ય પર જીડીપીના માત્ર 0.6 ટકા જ ખર્ચ કરે છે.
- મીડિયા રિપોર્ટ્સમાં ડાયરેક્ટર જનરલ ડો. અસદ હાફીઝ અનુસાર, વિશ્વના અંદાજિત 45 દેશોમાં આ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવે છે.

પીએમએ કાર અને ભેંસોની કરી હતી હરાજી


- ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર આખી દુનિયામાં પોતાના દેશની ગરીબીનો ઢંઢેરો પીટે છે. ગરીબી દૂર કરવા માટે તેઓએ અહીં તમામ ખર્ચોમાં કાપ લાવવાની કોશિશ કરી છે.
- પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ગવર્મેન્ટ હાઉસમાં રહેલી કારથી લઇને ભેંસોની પણ હરાજી કરવામાં આવી હતી.
- પાકિસ્તાન દેવામાંથી મુક્તિ મેળવવા માટે વિશ્વ બેંક સહિત અન્ય દેશો પાસેથી પણ આર્થિક મદદની રજૂઆત કરી ચૂક્યું છે.

X
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ગવર્મેન્ટ હાઉસમાં રહેલી કારથી લઇને ભેંસોની પણ હરાજી કરવામાં આવી હતી. (ફાઇલ)પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ગવર્મેન્ટ હાઉસમાં રહેલી કારથી લઇને ભેંસોની પણ હરાજી કરવામાં આવી હતી. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી