Divya Bhaskar

Home » International News » Pakistan » Pakistans army on Friday claimed it killed five Indian soldiers

LoC પર ભારતની અનેક પોસ્ટ નષ્ટ કરી, 5 જવાનો મારી નાખ્યાઃ PAK

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 03:13 PM

પાકિસ્તાનનો દાવો પોકળ - ઇન્ડિયન આર્મી

  • Pakistans army on Friday claimed it killed five Indian soldiers
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગયા અઠવાડિયે પાકિસ્તાનના મિસાઇલ હુમલામાં એક કેપ્ટન સહિત ચાર જવાન શહિદ થઇ ગયા હતા. (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાન તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એવો દાવો થયો છે કે, તેણે ભારતીય ચોકી પર હુમલો કર્યો. આ હુમલામાં ઇન્ડિયન આર્મીના પાંચ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે, એલઓસી પર ટાટ્ટા પાણી સેક્ટરમાં ભારતીય સૈનિકોએ સામાન્ય પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા. ત્યારબાદ પાકિસ્તાને પગલાં લીધા. જો કે, ઇન્ડિયન આર્મીનું કહેવું છે કે, પાકિસ્તાનના દાવા પોકળ છે.

    વીડિયોમાં શું છે?


    - પાકિસ્તાન સેનાના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર મેજર જનરલ આસિફ ગફૂરે 57 સેકન્ડનો વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં દેખાય છે કે, જંગલમાં ઘુમાડો ફેલાઇ રહ્યો છે.
    - પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ઇન્ડિયન આર્મીએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા. ત્યારબાદ પાકિસ્તાને એક્શનમાં આવી અને ભારતના પાંચ જવાન શહીદ થઇ ગયા અને અનેક લોકો ઘાયલ પણ થયા છે.

    - ભારત પર પાકિસ્તાનનો આરોપ છે કે, એલઓસી પર ટાટ્ટા પાણી સેક્ટરમાં એક સ્કૂલ વેનમાં ચાર બાળકો સવાર હતા.
    - ગાડી બાળકોને લઇને મંઢોલથી ધરમસાલ સ્થિત તેમના ઘરે જઇ રહી હતી. તે સમયે અંદાજિત દોઢ વાગ્યે ભારતીય સૈનિકોએ તેમની ઉપર હુમલો કર્યો.
    - તેઓએ જણાવ્યું કે, હુમલામાં બાળકો તો બચી ગયા પરંતુ ડ્રાઇવરનું મોત થયું.
    - ડ્રાઇવરની ઓળખ મોહમ્મદ સરફરાજ તરીકે થઇ છે.

    આગળની સ્લાઇડમાં જાણો, ઇન્ડિયન આર્મીએ શું જવાબ આપ્યો?

  • Pakistans army on Friday claimed it killed five Indian soldiers
    ભારતીય સેનાએ પાકિસ્તાનના દાવાને પોકળ ગણાવ્યો છે.

    ઇન્ડિયન આર્મીનો જવાબ 


    - આ મામલે ઇન્ડિયન આર્મીનું કહેવું છે કે, પાકિસ્તાનનો દાવો પોકળ છે. ના તો ઇન્ડિયન આર્મીએ કોઇ પ્રકારનો હુમલો કર્યો છે અને ના તો કોઇ ચોકી પર હુમલો થયો છે. 
    - આ પહેલાં પાકિસ્તાન આર્મીએ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સેના એલઓસી પર નિયમો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. તેમાં સામાન્ય નાગરિકોના મોત થઇ રહ્યા છે. 
    - ગુરૂવારે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્રર જેપી સિંહ સાથે કોન્ટેક્ટ કર્યો. તેમાં કહેવામાં આવ્યું કે, ભારત એલઓસી પર કોઇ કારણ વગર ફાયરિંગ કરી રહ્યું છે. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભારતના ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું. આ વ્યક્તિ સ્કૂલ વેનનો ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending