Home » International News » Pakistan » UN should have resolved the long pending Kashmir dispute said, Pakistan

પાકિસ્તાને પેલેસ્ટાઈનના બહાને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, UN પર કર્યા પ્રહાર

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 04:25 PM

યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં મિડલ ઈસ્ટ અને પેલેસ્ટાઈનની સ્થિતિ પર ડિબેટ ચાલી રહી હતી

 • UN should have resolved the long pending Kashmir dispute said, Pakistan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પાકિસ્તાને યુએનમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો

  નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનના યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં એક વાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. શનિવારે યુએનમાં મિડલ ઈસ્ટ દેશોની સ્થિતિ વિશે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પાકિસ્તાની ડિપ્લોમેટ મલીહા લોધીએ પેલેસ્ટાઈનના બહાને કાશ્મીરની વાત શરૂ કરી હતી. મલીહાએ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરની જેમ જ વિદેશી કબજામાં સામેલ તેમની જમીન પરત લેવા માટે પેલેસ્ટાઈનની મહત્વકાંક્ષાઓની કદર કરે છે. યુએનને તેમની જવાબદારીનું ભાન હોવુ જોઈએ. નોંધનીય છે કે, આ સપ્તાહમાં યુએન સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટેરેસે કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરાવવાની ના પાડી દીધી છે.

  યુએનમાં પાકિસ્તાને શું કહ્યું?


  - મલીહાએ કહ્યું, યુએ જેવી સન્માનિત સંસ્થાએ તેમની જવાબદારી સમજવી જોઈએ અને પેલેસ્ટાઈન પર બનાવવામાં આવેલા તેમના પ્રસ્તાવોને લાગુ કરાવવો જોઈએ.
  - યુએનને લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવો જોઈએ જેથી દુનિયા આ સંસ્થા પરનો વિશ્વાસ ન ગુમાવી દે.

  યુએનમાં કાશ્મીરે શું કહ્યું?


  - આ સપ્તાહે યુએનના સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટરેસેએ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરાવવાની ના પાડી દીધી છે. યુએનએ બંને દેશોને વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની સલાહ આપી છે.

  આગળની સ્લાઇડમાં વાંચો, કાશ્મીરમાં વધ્યું છે સીઝફાયર વાયોલન્સ

 • UN should have resolved the long pending Kashmir dispute said, Pakistan
  આ સપ્તાહે યુએનના સેક્રેટરી જનરલ એંટોનિયો ગુટરેસેએ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરાવવાની ના પાડી દીધી

  કાશ્મીરમાં વધ્યું છે સીઝફાયર વાયોલન્સ


  - LoC પર છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન તરફથી સીઝફાયર વાયોલન્સ 4 ગણું વધ્યું છે. તે સિવાય કાશ્મરીમાં વધતી આતંકી ગતિવિધિઓના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધો સતત ખરાબ થયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ