ડિપ્લોમેટ વિવાદઃ PAKનો ભારત સામે સ્ટાફને ધમકાવવાનો આરોપ

ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન તેમના ઓફિસરોને પરેશાન કરી રહ્યું છે.

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 05:16 PM
ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન માટે ડિપ્લોમેટ્સને પરત બોલાવવા સામાન્ય બાબત છે
ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન માટે ડિપ્લોમેટ્સને પરત બોલાવવા સામાન્ય બાબત છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને ભારતમાંના તેના રાજદૂત અને પરિજનોને હેરાન કરવા તથા ધમકાવવાના આરોપો બાદ નવી દિલ્હીમાં પાક. રાજદૂત સોહેલ મહેમૂદને ચર્ચા માટે બોલાવ્યા છે. જ્યારે મીડિયા અહેવાલને નકારતાં ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ગુરુવારે કહ્યું કે હું એ પ્રકારની વાતોથી હેરાન છું કે આવા પ્રશ્નો કેમ કરવામાં આવી રહ્યાં છેω આ સામાન્ય વાત છે કે રાજદૂતોને પોતાના દેશ બોલાવાય અને ચર્ચા કરાય. તેમણે કહ્યું કે તેમાં રિકોલ જેવી કોઈ વાત નથી. પાકે. જે મુદ્દા ઉઠાવ્યા છે અમે તેના કૂટનીતિક માધ્યમથી જવાબ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પાક.માં ભારતના રાજદૂતોને પણ હેરાન કરાઈ રહ્યા છે. તેમની સુરક્ષા અંગે ઈસ્લામાબાદ સાથે ચર્ચા કરાઈ છે.

ભારતે કહ્યું- સામાન્ય પ્રક્રિયા, રિકોલની વાત નહીં


પાકિસ્તાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરુવારે આરોપોનું પુનરાવર્તન કરતાં કહ્યું કે નવી દિલ્હીમાં તેમના રાજદૂતને સલાહ માટે બોલાવાયા છે. ફૈઝલે કહ્યું કે ભારતીય ગુપ્તચર અધિકારી પાક.ના રાજદૂત અને તેમના પરિવારના સભ્યોને હેરાન કરી રહ્યા છે અને તેને અટકાવવામાં ભારત સરકાર નિષ્ફળ રહી છે. મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાને મંગળવારે ભારતીય અધિકારીઓને એક વીડિયો પણ સોંપ્યો છે. તેમાં નવી દિલ્હીના વસંતવિહાર વિસ્તારમાં પાકિસ્તાની રાજદૂતની કારને એક અન્ય કાર અને સ્કૂટરના માધ્યમથી રસ્તામાં રોકવાનો પ્રયાસ કરતી બતાવાઈ છે.

આગળ વાંચો: ભારતે પાકિસ્તાનને કાશ્મીર પર જવાબ આપ્યો

પાકિસ્તાનનું કહેવું છે કે, તેઓને હાલની પરિસ્થિતિની ચર્ચા માટે પોતાના હાઇ કમિશનરને ભારતથી પરત બોલાવ્યા છે (ફાઇલ)
પાકિસ્તાનનું કહેવું છે કે, તેઓને હાલની પરિસ્થિતિની ચર્ચા માટે પોતાના હાઇ કમિશનરને ભારતથી પરત બોલાવ્યા છે (ફાઇલ)

ભારતે પાકિસ્તાનને કાશ્મીર પર જવાબ આપ્યો 

 

યુએનમાં પાકિસ્તાન મિશનના સેકન્ડ સેક્રેટરી કાઝી સલીમ અહેમદ ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેનો જવાબ જિનિવામાં ભારતના સલાહકાર સુમિત સેઠે આપ્યો અને કહ્યું કે પાક.માં અપહરણ જેવા ગુનાને લઈને કોઈ સજા નથી અપાતી ખાસ કરીને બલુચિસ્તાન, ખૈબર પખ્તૂખ્વા અને સિંધમાં. લઘુમતી સમુદાયોની મહિલાઓ-બાળકીઓનું અપહરણ કરી બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવાય છે. 

X
ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન માટે ડિપ્લોમેટ્સને પરત બોલાવવા સામાન્ય બાબત છેભારતનું કહેવું છે કે, પાકિસ્તાન માટે ડિપ્લોમેટ્સને પરત બોલાવવા સામાન્ય બાબત છે
પાકિસ્તાનનું કહેવું છે કે, તેઓને હાલની પરિસ્થિતિની ચર્ચા માટે પોતાના હાઇ કમિશનરને ભારતથી પરત બોલાવ્યા છે (ફાઇલ)પાકિસ્તાનનું કહેવું છે કે, તેઓને હાલની પરિસ્થિતિની ચર્ચા માટે પોતાના હાઇ કમિશનરને ભારતથી પરત બોલાવ્યા છે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App