Divya Bhaskar

Home » International News » Pakistan » સલમાન અલ્પસંખ્યક હોવાથી મળી આટલી સજા| Khawaja Asif Salman Khan Muslim Sentence

સલમાન લઘુમતી કોમનો હોવાથી મળી કડક સજા: PAKના વિદેશ મંત્રી

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 09:11 AM

પાકિસ્તાનના વિદેશ મંત્રી આસિફ ખ્વાજાએ નિવેદન કર્યું કે, જો તેઓ સરકારી દળ કોમ્યુનીટિના હોત તો આટલી સજા ન મળત

  • સલમાન અલ્પસંખ્યક હોવાથી મળી આટલી સજા| Khawaja Asif Salman Khan Muslim Sentence
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાકિસ્તાનના વિદેશ મંત્રી આસિફ ખ્વાજાએ નિવેદન કર્યું કે, જો તેઓ સરકારી દળ કોમ્યુનીટિના હોત તો આટલી સજા ન મળત

    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છેકે સલમાન ખાનને 5 વર્ષની સાજા માત્ર એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે લઘુમતી (મુસ્લિમ) સમુદાયમાંથી આવે છે અને આ ભેદભાવ દર્શાવે છે. સલમાન ખાનને ગુરુવારે જોધપુરની કોર્ટે 1998ના કાંકણી કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા સંભળાવી છે.

    ...તો તેને કડક સજા ન મળતી


    - જિયો ન્યૂઝના શો કેપિટલ ટોકમાં આપેલા ઈન્ટરવ્યૂમાં ખ્વાજાએ કહ્યું કે, જો તેઓ એ જ સમુદાયના હોત જેમની ત્યાં સરકાર છે તો કદાચ તેમને આટલી કડક સજા ન થતી અને કોર્ટ પણ નરમાઈ રાખતી.

    લોકોએ આસિફને આપ્યા જવાબ


    - આસિફનું નિવેદન જેવું સોશિયલ મીડિયા પર વાયરલ થયું તો તેની પર ટ્વિટ્સ દ્વારા કોમેન્ટ શરૂ થઈ ગઈ.
    - એક શખ્સે પૂછ્યું કે, આ કેસમાં સૈફ અલી ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવયો છે. શું તે હિન્દુ છે?
    - અન્ય એક શખ્સે પૂછ્યું કે, સંજય દત્ત વિશે શું કહેશો? તેમને 1993 બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા થઈ હતી. એક વિદેશ મંત્રીથી તમે આ પ્રકારના નિવેદનોની આશા ન રાખી શકો.

    તમામ સહ આરોપી નિર્દોષ


    - કાંકણીના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સેશન્સ કોર્ટે ગુરુવારે સલમાન ખાનને દોષિત કરાર કર્યો. તેને 5 વર્ષની સજાની સાથોસાથ 10 હજાર રૂપિયા દંડ પણ લગાવવામાં આવ્યો.
    - આ મામલામાં આરોપી એક્ટર સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રેને સંદેહના લાભ પર નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
    - સજા સંભળાવ્યા બાદ સલમાનને તરત જ અરેસ્ટ કરી લેવામાં આવ્યો અને જોધપુર સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો.

  • સલમાન અલ્પસંખ્યક હોવાથી મળી આટલી સજા| Khawaja Asif Salman Khan Muslim Sentence
    કાળિયાર કેસમાં સલમાન ખાનને મળી છે 5 વર્ષની સજા અને રૂ. 10,000નો દંડ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending