Divya Bhaskar

Home » International News » Pakistan » Economic Advisory Council held its first session last week

IMF બેલઆઉટ પેકેજ બચાવવા ચીઝ, કાર જેવી આઇટમ્સની આયાત પર પ્રતિબંધ લગાવશે પાકિસ્તાન?

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:59 PM

વડાપ્રધાન ઇમરાન ખાનની સરકાર લક્ઝરી કારો, સ્માર્ટફોન્સની સાથે સાથે ચીજોની આયાત પર પ્રતિબંધ લગાવી શકે છે

  • Economic Advisory Council held its first session last week
    પાકિસ્તાન આ પહેલાં 14 વખત (1980થી અત્યાર સુધી) બેલઆઉટ પેકેજ લઇ ચૂક્યું છે. (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ હંમેશા અન્યો પર નિર્ભર રહેતા દેશ તરીકે છબી વિકાસવનાર પાકિસ્તાન હવે તેમાંથી બહાર નિકળવા માટે ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લઇ શકે છે. આ નિર્ણયમાં નવા વડાપ્રધાન ઇમરાન ખાનની સરકાર લક્ઝરી કારો, સ્માર્ટફોન્સની સાથે સાથે ચીજોની આયાત પર પ્રતિબંધ લગાવી શકે છે. આ નિર્ણય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund - IMF)થી મળતા બેલઆઉટ પેકેજથી બચવા માટે લેવામાં આવ્યો છે.


    હાલમાં જ મળેલી બેઠકમાં થઇ ચર્ચા


    - પાકિસ્તાનની આર્થિક હાલતમાં સુધારો લાવવા માટે થોડાં દિવસો પહેલાં એક બેઠક મળી હતી. ફાઇનાન્સ મિનિસ્ટર અસદ ઉમરની અધ્યક્ષતાવાળી આ મીટિંગમાં હાલમાં જ બનાવવામાં આવેલી ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ (EAC)ના સભ્યો મોજૂદ હતા.
    - આયાત ઘટાડવા અને નિકાસ વધારવા માટે અનેક વિચારો પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.


    ડૉલરમાં ઘટાડો અને લોકલ કરન્સી પર દબાણ વધ્યું


    - હકીકતમાં પાકિસ્તાનના ચાલુ ખાતાનું નુકસાન સતત વધી રહ્યું છે. એવામાં પાકિસ્તાનના ઘટતા એક્સપોર્ટ અને વધતા ઇમ્પોર્ટના કારણે અહીં ડૉલરમાં ઘટાડો નોંધાયો છે અને તેનાથી લોકલ કરન્સીમાં દબાણ બની રહ્યું છે.
    - આ કારણથી ઇમરાન ખાનના શપથ લેતા પહેલાં જ અર્થશાસ્ત્રી અનુમાન લગાવી રહ્યા હતા કે તેઓ પીએમ બનતા જ IMF પાસેથી બેલઆઉટ પેકેજની માંગણી કરશે, પરંતુ થયું તેનાથી તદ્દન વિરૂદ્ધ.
    - પાકિસ્તાન આ પહેલાં 14 વખત (1980થી અત્યાર સુધી) બેલઆઉટ પેકેજ લઇ ચૂક્યું છે.
    - વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાને સ્પષ્ટતા કરી હતી કે, તેઓએ અન્યો પર નિર્ભર રહેવાની આદત યોગ્ય નથી લાગતી. આ જ કારણે EACની મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય બેલઆઉટ પેકેજથી બચવાની રાહ શોધવાનું હતું.


    ચીઝ, કાર, સેલફોન્સ અને અન્ય ફળોના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ


    - મીટિંગમાં હાજર યુનિવર્સિટી પ્રોફેસર અશફાક હસને જણાવ્યું કે, મીટિંગમાં ચીઝ, કાર, સેલફોન્સ અને અન્ય ફળોના ઇમ્પોર્ટ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવવાની વાત થઇ હતી.
    - એક અંદાજ મુજબ આનાથી અંદાજિત 4થી 5 બિલિયન ડોલર બચી શકે છે. બેઠક દરમિયાન એક્સપોર્ટને 2 બિલિયન ડોલર વધુ વધારવાનો વિચાર છે.
    - પાકિસ્તાનના નાણાં પ્રધાન આ પહેલાં એવું પણ કહી ચૂક્યા છે કે, જરૂર પડ્યે તેઓ મિત્ર દેશ (ચીન અને સાઉદી અરેબિયા) પાસે મદદ લઇ શકે છે અને IMF અંતિમ ઓપ્શન હશે.
    - ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ચાલુ ખાતાનું નુકસાન જૂન 30 સુધી 43 ટકા વધીને 18 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું હતું. જેના કારણે દેશે પોતાની કરન્સીનું અવમૂલ્યન પણ કરવું પડ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending