ભારત-ઈઝરાયલની આદતો એક સરખી, અમે બંને સાથે મુકાબલો કરવા સક્ષમ: PAK

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસ્લામાબાદ: ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની ભારત યાત્રા ઉપર પાકિસ્તાનની નજર છે. પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટર ખ્વાજા આસિફે કહ્યું છે કે, ભારત અને ઈઝરાયલ મળીને એક અલાયંસ બનાવી રહ્યા છે. આસિફે કહ્યું- ભારતે કાશ્મીરમાં મુસ્લિમોની જમીન પર કબજો મેળવી લીધો છે. આ કામ ઈઝરાયલ પણ મોટા પાયે કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન આ બંને સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, નેતન્યાહૂની ભારત મુલાકાત દરમિયાન 9 મોટા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. તેમાં ડિફેન્સ સેક્ટર પણ સામેલ છે. 

 

ભારત અને ઈઝરાયલનો હેતુ એક સરખો


- પાકિસ્તાનના જિયો ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે વિવિધ ઘણાં મુદ્દાઓ પર વાત કરી હતી.
- એક સવાલના જવાબમાં આસિફે કહ્યું કે, ભારતે કાશ્મીરમાં મુસ્લિમોની જમીન પર કબજો કરી લીધો છે. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટાઈનની બહુ મોટી જમીન પર કબજો કરી લીધો છે. સાચી વાત એ છે કે, બંને દેશોનો હેતુ એક સરખો છે અને તે છે મુસ્લિમોની જમીન પર કબજો કરવો.

 

ઈસ્લામના દુશ્મન છે આ બંને દેશ


- આસિફે એક સવાલના જવાબમાં એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાને ક્યારેય ઈઝરાયલને માન્યતા આપી જ નથી. ભારત અને ઈઝરાયલની મિત્રતાનો પાયો જ ઈસ્લામ સાથેની દુશ્મની છે. અમારો પેલેસ્ટાઈન અને કાશ્મીર સાથે એક ઈમોશનલ સંબંધ છે.
- તેમણે કહ્યું કે, એ સાચી વાત છે કે ભારત અને ઈઝરાયલ વચ્ચે એક અલાયંસ છે પરંતુ પાકિસ્તાન આ બંને તાકાત સામે પોતાની જાતને સુરક્ષીત રાખી શકે છે. 

 

આતંકવાદ સામે પણ જંગ ચાલુ


- આસિફે એક સવાલનો જવાબ આપતા એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદ સામે પણ લડી રહ્યું છે. અમારુ ડિફેન્સ સેક્ટર ઘણું મજબૂત થયું છે. આતંકવાદ સામે અમને જંગમાં ઘણી સફળતા મળી અને અમે તે માટે ઘણી કુર્બાની પણ આપી છે.
- આ પહેલાં પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટ્રીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેઓ ભારત અને ઈઝરાયલ વચ્ચે વધતા સંબંધો પર નજર રાખી રહ્યા છે. તેમની વચ્ચે વેપારી એગ્રીમેન્ટની સાથે સાથે ડિફેન્સ સેક્ટરમાં પણ સમજૂતી થઈ છે. પાકિસ્તાનની આ બધા ઉપર નજર છે.

 

આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

અન્ય સમાચારો પણ છે...