Home » International News » Pakistan » Hafiz Saeed says will move court against govt order to please India

PAK સરકારની કાર્યવાહી વિરૂદ્ધ કોર્ટમાં જશે સઇદ, બે ચેરિટી પર પ્રતિબંધ

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 03:28 PM

સઇદ દ્વારા સંચાલિત મદરેસા અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે

 • Hafiz Saeed says will move court against govt order to please India
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જિલ્લા એડમિને સઇદ સાથે સંલગ્ન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક મદરેસા અને ચાર ડિસ્પેન્સરીઓને સીઝ કરી લીધી છે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ આંતરરાષ્ટ્રીય દબાણ આગળ ઝૂકીને પાકિસ્તાને એકવાર ફરીથી મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, સઇદ દ્વારા સંચાલિત મદરેસા અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા મહિને જ યુનાઇટેડ નેશન્સે જેની ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, તેવા લોકો વિરૂદ્ધ કાર્યવાહીની માહિતી મેળવવા માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ કાર્યવાહી મુદ્દે હાફિઝ સઇદે એવી દલીલ કરી હતી કે, કોઇ કાયદાકીય આધાર વિના મારી 10 મહિના સુધી ધરપકડ કર્યા બાદ, હવે સરકાર અમારી સ્કૂલો, ડિસ્પેન્સરી, એમ્બ્યુલન્સ અને અન્ય સંપત્તિઓને નિયંત્રણમાં લેવા માટે સુચના જાહેર કરી રહી છે. આનાથી પંજાબ, બલૂચિસ્તાન, સિંધ કાશ્મીર (PoK) અને ઉત્તર ભાગોમાં ચાલતા અમારાં રાહત અભિયાનો પર અસર પડશે.


  પાકને કડક કાર્યવાહીને ડર
  - હાફિઝ વિરૂદ્ધ કાર્યવાહીનું અસલી કારણ પેરિસમાં થવા જઇ રહેલા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક છે.
  - જેમાં પાકિસ્તાનને પોતાના વિરૂદ્ધ કડક કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. એફએટીએફની યાદીમાં પાકિસ્તાનને ગત ફેબ્રુઆરી 2012માં ઉમેરવામાં આવ્યું હતું. આ યાદીમાં પાકિસ્તાનનું નામ ત્રણ વર્ષ સુધી રહ્યું.
  - પંજાબ સરકારના આદેશ બાદ રાવલપિંડીના જિલ્લા એડમિને સઇદ સાથે સંલગ્ન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક મદરેસા અને ચાર ડિસ્પેન્સરીઓને સીઝ કરી લીધી છે.


  ચાર મદરેસાઓ પર પ્રશાસનનો કબ્જો


  - ડોન અખબાર અનુસાર, મદરેસામાં જિમ્મા ઔકાફ વિભાગને સોંપવામાં આવ્યો છે, જે ધાર્મિક સંપત્તિઓને નિયંત્રિત કરે છે.
  - સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાંતની સરકારે ગત શુક્રવારે ઔકાફ વિભાગના મદરેસાનું સંચાલન પોતાના હાથમાં લેવાનો આદેશ આપ્યો હતો.
  - જિલ્લા પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રાંત સરકારે રાવલપિંડીમાં ચાર મદરેસાની એક યાદી જિલ્લા પ્રશાસનને સોંપી છે.
  - જિલ્લા પ્રશાસનની ટીમો આ મદરેસાઓમાં ગઇ, પરંતું જમાત સાથે આ મદરેસાઓનો કોઇ સંબંધ હોવાની વાતનો ઇનકાર કર્યો છે.
  - આવું જ એક અભિયાન અટક, ચકવાલ અને ઝોલમ જિલ્લામાં ચલાવવામાં આવશે.


  આગળની સ્લાઇડમાં જાણો, હાફિઝ સઇદે શું કહ્યું...

 • Hafiz Saeed says will move court against govt order to please India
  હાફિઝે કહ્યું કે, પાકિસ્તાન સરકાર અમેરિકા અને ભારતને ખુશ કરવા માટે અમારાં વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. (ફાઇલ)

  સંઘ સરકારે સંપત્તિ કરી જપ્ત 


  - પાકિસ્તાનના ગૃહ મંત્રાલયની સુચના અનુસાર, 2018ની અધિસુચના સંખ્યા-2 હેઠળ સંઘ સરકાર જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે જોડાયેલી (ચલ, અચલ અને માનવ સંસાધન) સંપત્તિઓને જપ્ત કરવા અને નિયંત્રણમાં લેવાનો નિર્દેશ કરે છે. 
  - આ સુચના 10 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. પોતાના કાર્યકર્તાઓના નામે સંદેશમાં સઇદે તમામને શાંતિ જાળવી રાખવા અને કાર્યવાહીઓ વિરૂદ્ધ કોઇ હિંસા નહીં કરવાની અપીલ કરી છે. 

  - સઇદે કહ્યું કે, આ સૌથી મુશ્કેલ સમય છે, પરંતુ કાર્યકર્તા શાંતિ જાળવી રાખે. શાસક રાજાઓના બદલે વફાદાર તરીકે કામ કરી રહ્યા છે. 
  - ભારત કાશ્મીર પર યુનાઇટેડ નેશન્સના પ્રસ્તાવને લાગુ કરવા પર ક્યારેય વિચાર નથી કરતો, પરંતુ અમારાં શાસકોએ જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન જેવા દેશભક્ત સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી માટે પ્રેસિડન્ટ તરફથી આદેશ જાહેર કરાવ્યો છે. 
  - હાફિઝે કહ્યું કે, પાકિસ્તાન સરકાર અમેરિકા અને ભારતને ખુશ કરવા માટે અમારાં વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. આ ગેરકાયદેસર કાર્યવાહી વિરૂદ્ધ અમે કોર્ટમાં લડાઇ લડીશું. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ