ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» PAK Army Chief Bajwa Warned, Indian Aggression Will Get A Befitting Response

  ફાયરિંગ વચ્ચે LoC પહોંચ્યા PAK આર્મી ચીફ, ભારતને આપ્યો પડકાર

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 11:01 AM IST

  બાજવા સોમવારે સાંજે LoC પહોંચ્યા, ખુટીરા અને રત્તા આર્યન સેક્ટરની મુલાકાત લીધી હતી
  • પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત કરી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત કરી

   ઈસ્લામાબાદ/નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન કમાન્ડરની સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, ભારતની દરેક હરકતનો પાકિસ્તાન દ્વારા કડક જવાબ આપવામાં આવશે. બાજવાએ ફાયરિંગમાં ઘાયલ થયેલા સામાન્ય નાગરિકો અને સૌનિકો સાથે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, LoC અને ઈન્ટરનેશલ બોર્ડર પર ગયા ગુરુવારથી ફાયરિંગ થઈ રહ્યું છે. ભારતમાં તેના કારણે 12 સામાન્ય લોકો અને સૈનિકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

   સ્થાનિકો પર ફાયરિંગનો આરોપ

   - બાજવાએ સોમવારે સાંજે એલઓસીની મુલાકાત કરી હતી. અહીં તેમણે ખુરીટા અને રત્તા આર્યન સેક્ટરની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે લોકલ કમાન્ડર્સ પણ હતા. આ જ કમાન્ડર્સ દ્વારા બાજવાને ફાયરિંગ મામલે વિગતે માહિતી આપવામાં આવી હતી.
   - પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને ભારત પર સીઝફાયર વાયોલન્સનો આરોપ લગાવ્યો છે. તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે પાકિસ્તાનના રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. તેના કારણે ઘણાં સામાન્ય લોકોના જીવ ગયા છે.
   - ત્યારપછી બાજવાએ કહ્યું કે, અમે 2013ના સીઝફાયર એગ્રીમેન્ટનું પાલન કરવા ઈચ્છીએ છીએ. ભારત ફાયરિંગ કરી રહ્યું છે અને હવે તેની દરેક હરકતનો પાકિસ્તાન દ્વારા કડક જવાબ આપવામાં આવશે.
   - પોસ્ટની મુલાકાત પછી બાજવા સિયાલકોટની કમ્બાઈન્ડ મિલેટ્રી હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગોળીબારમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી.

   સોમવારે પણ થયું ફાયરિંગ

   - પાકિસ્તાને રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં એક વાર ફરી લાઈન ઓફ કંટ્રોલ અને ઈન્ટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ કર્યું છે. તે પહેલાં શનિવારે રાતથી રવિવારે મોડી સાંજ સુધી કોઈ ફાયરિંગ નહતું થયું. બીએસએફએ જણાવ્યું, રવિવારે રાતથી થઈ રહેલી ફાયરિંગમાં કોઈ નુકસાન નથી થયું. બોર્ડરથી નજીક ફાયરિંગના કારણે જે વિસ્તાર પ્રભાવિત થયા છે ત્યાંથી અંદાજે 40,000 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ફાયરિંગમાં કુલ 12 લોકોના મોત થયા છે જ્યારે 60 લોકો ઘાયલ થયા છે.

   સ્કૂલો આજે પણ બંધ
   - બોર્ડર પર ચાલી રહેલા તણાવના કારણે જમ્મુ જિલ્લામાં સોમવારે પણ સ્કૂલો બંધ રાખવામાં આવી હતી.
   - ફાયરિંગના કારણે અંદાજે 40,000 લોકોને તેમનું ઘર છોડવુ પડ્યું છે અને તેમને સેફ સેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

  • ગોળીબારમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોળીબારમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PAK Army Chief Bajwa Warned, Indian Aggression Will Get A Befitting Response
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `