ટ્રમ્પે રદ કરી 2130 કરોડની સહાય; પાકે કહ્યું - મદદ નહીં લેણાંની રકમ ચૂકવી રહ્યું છે US

ઇમરાને કહ્યું હતું કે, તેઓ વોશિંગ્ટન સાથે એવા સંબંધો ઇચ્છે કે બંને દેશોને ફાયદો થાય

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 03:31 PM
અમેરિકા અત્યાર સુધી પાકિસ્તા
અમેરિકા અત્યાર સુધી પાકિસ્તા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકા તરફથી રદ કરવામાં આવેલી સૈન્ય મદદને પાકિસ્તાને લેણાંની રકમ ગણાવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે, અમેરિકાના કોએલિશન સપોર્ટ ફંડ (સીએસએફ)માં અમારો પણ હિસ્સો છે. તેને પાકિસ્તાન પહેલેથી જ ખર્ચ કરી ચૂક્યું છે. અમેરિકા જે આપી રહ્યું છે, તે મદદ નહીં ભૂતપૂર્વ ખર્ચની ચૂકવણી છે. અમેરિકાએ શનિવારે પાકિસ્તાનને આપવામાં આવતી 300 મિલિયન ડોલર (2130 કરોડ રૂપિયા)ની મદદને રદ કરી હતી. એમ પણ કહ્યું કે, ઇસ્લામાબાદ આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું.


- પાકિસ્તાનમાં આતંકીઓને આપવામાં આવતી ઢીલ પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી નથી કરી. તેની તદ્દન ઉંધુ પાકિસ્તાન સતત ખોટું બોલી રહ્યું છે.
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, છેલ્લાં 17 વર્ષથી અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરૂદ્ધ અમેરિકાની આગેવાનીવાળી સેનાઓ યુદ્ધ લડી રહી છે અને પાકિસ્તાન આતંકીઓનું સુરક્ષિત ઠેકાણાં બનેલા છે.


પાકને નથી મળ્યા 5680 કરોડ રૂપિયા


- અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગનના સ્પોક્સપર્સન લે. કર્નલ ક્રોન ફૉકનરે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં પણ અમેરિકાએ પાકને આપેલી 500 મિલિયન ડોલરની સહાયતા રદ કરી દીધી હતી.
- કુલ મેળવીને અમેરિકાએ 5680 કરોડ રૂપિયાની સહાયતા રાશિ રદ કરી ચૂક્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને મદદ ન આપવાનો નિર્ણય એવા સમયે પાકિસ્તાનને મદદ નહીં આપવાનો નિર્ણય એ સમયે કર્યો છે જ્યારે વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને મિલિટરી ઓફિસર જોસેફ ડનફોર્ડ સપ્ટેમ્બરમાં ઇસ્લામાબાદ જવાના છે.
- મેટિસે મંગળવારે કહ્યું હતું કે, ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની સાથે વાતચીતનો મુખ્ય મુદ્દો આતંકીઓ પર કાર્યવાહી રહેશે.


અમેરિકા પર દબાણ


- એક અમેરિકન થિંક ટેંક સ્ટિમસન સેન્ટર અનુસાર, પાકને મદદ નહીં આપવાનો નિર્ણય દર્શાવે છે કે, અમેરિકા, ઇસ્લામાબાદ પર દબાણ વધારવા ઇચ્છે છે.
- જો કે, પાકે અત્યાર સુધી આતંકીઓ પર કાર્યવાહીને લઇને એવું વલણ નથી અપનાવ્યું જેવું અમેરિકા ઇચ્છે છે. બંને દેશોના સૈન્ય સંબંધોમાં સતત આવી રહેતા તણાવનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, અમેરિકાએ પાક ઓફિસરોના સૈન્ય અને શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ ઘટાડો કર્યો છે.
- બીજી તરફ, સતત ઘટી રહેલા ફોરેન એક્સચેન્જ રિસર્વના કારણે પાકે નિર્ણય લીધો છે કે, તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અથવા ચીન જેવા પોતાના મિત્ર દેશો પાસેથી બેલઆઉટ પેકેજ લેશે.
- ઇમરાને પહેલાં કહ્યું હતું કે, અમેરિકાને પાકના આકાશમાંથી ડ્રોન હુમલા બંધ કરવા જોઇએ. ચૂંટણી જીત્યા બાદ પોતાની પહેલી સ્પીચમાં ઇમરાને કહ્યું કે, તેઓ વોશિંગ્ટન સાથે એવા સંબંધો ઇચ્છે કે બંને દેશોને ફાયદો થાય.

X
અમેરિકા અત્યાર સુધી પાકિસ્તાઅમેરિકા અત્યાર સુધી પાકિસ્તા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App