ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Pakistan» The sources in the National Counter Terrorism Authority confirmed the new move

    અંતે ઝૂક્યું પાકિસ્તાન, આતંકવાદ વિરુદ્ધ કાયદામાં કર્યો મોટો ફેરફાર

    divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 07:06 PM IST

    ફેરફાર અનુસાર, પાકિસ્તાન પોતાની મરજીથી નહીં પણ UNSCના બૅન લિસ્ટ અનુસાર કાર્યવાહી કરશે
    • પાકિસ્તાનની સરકારે એવા આતંકી સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા લોકોની ઓફિસ અને એકાઉન્ટ બંધ કરવાના રહેશે, જેના પર યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) પ્રતિબંધ લગાવી ચૂકી છે (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાકિસ્તાનની સરકારે એવા આતંકી સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા લોકોની ઓફિસ અને એકાઉન્ટ બંધ કરવાના રહેશે, જેના પર યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) પ્રતિબંધ લગાવી ચૂકી છે (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને પોતાના એન્ટી ટેરરિઝ્મ એક્ટમાં મહત્વનો ફેરફાર કર્યો છે. પ્રેસિડન્ટ મમનૂન હુસૈને આ ફેરફારને મંજૂરી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વના અનેક દેશો ખાસ કરીને અમેરિકા અને ભારતના દબાણના કારણે પાકિસ્તાન સરકારે આ બદલાવ માટે મજબૂર થવું પડ્યું છે. ફેરફાર હેઠળ હવે પાકિસ્તાન સરકારને એવા આતંકવાદી સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા લોકોની ઓફિસ અને એકાઉન્ટ બંધ કરવાના રહેશે જેને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) બૅન કરી ચૂકી છે. અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો પર પોતાની મરજી અનુસાર દેખાડાની કાર્યવાહી કરતું હતું.


      બદલાવની શું થશે અસર?


      - ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનના અખબાર 'ધ ટ્રિબ્યૂન'ના હવાલાથી આતંકવાદ વિરૂદ્ધ કાયદામાં મહત્વના ફેરફારની જાણકારી આપી છે. પાક પ્રેસિડન્ટ તેને મંજૂરી આપી ચૂક્યા છે.
      - પાકિસ્તાન એવી દલીલ કરતું આવ્યું છે કે, તેની પાસે આતંકવાદ વિરૂદ્ધ કડક કાયદાઓ છે. પરંતુ તેની વિરૂદ્ધ કાર્યવાહી તે પોતાની મરજીથી કરતું આવ્યું છે.
      - હવે જે ફેરફાર થયો છે તે અનુસાર, પાકિસ્તાન પોતાની મરજી અનુસાર નહીં, પરંતુ યુએનએસસીના પ્રતિબંધિત લિસ્ટ અનુસાર કાર્યવાહી કરશે. જેનો અર્થ એ થયો કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલ એ વાતની તપાસ કરી શકશે કે જે આતંકી સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા લોકો પર તેણે પ્રતિબંધ લગાવ્યો છે, તેની વિરૂદ્ધ શું કાર્યવાહી થઇ!
      - આ હેઠળ આતંકી સંગઠનોની ઓફિસ બંધ કરી શકાશે અને તેના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાશે.


      ત્રણ મિનિસ્ટ્રી મળીને કરશે કામ


      - રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરિઝ્મ ઓથોરિટીએ કાયદામાં બદલાવની પુષ્ટી કરી છે. હવે ત્યાંની હોમ, ફાઇનાન્સ અને ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી કાઉન્ટર ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝ્મ પર મળીને કામ કરશે.
      - વધુ એક ખાસ વાત એ છે કે, પાકિસ્તાન પ્રેસિડન્ટની ઓફિસે કાયદામાં બદલાવની મંજૂરી પર કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. એક ઓફિસરે કહ્યું કે, આ અંગે ડિફેન્સ મિનિસ્ટ્રી કંઇ પણ કહી શકે છે.

      આગળની સ્લાઇડમાં જાણો, કેમ મજબૂત થયું પાકિસ્તાન?

    • ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાનના હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને બૅન કર્યા બાદ તેના બેંક એકાઉન્ટ અને ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાનના હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને બૅન કર્યા બાદ તેના બેંક એકાઉન્ટ અને ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને પોતાના એન્ટી ટેરરિઝ્મ એક્ટમાં મહત્વનો ફેરફાર કર્યો છે. પ્રેસિડન્ટ મમનૂન હુસૈને આ ફેરફારને મંજૂરી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વના અનેક દેશો ખાસ કરીને અમેરિકા અને ભારતના દબાણના કારણે પાકિસ્તાન સરકારે આ બદલાવ માટે મજબૂર થવું પડ્યું છે. ફેરફાર હેઠળ હવે પાકિસ્તાન સરકારને એવા આતંકવાદી સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા લોકોની ઓફિસ અને એકાઉન્ટ બંધ કરવાના રહેશે જેને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) બૅન કરી ચૂકી છે. અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો પર પોતાની મરજી અનુસાર દેખાડાની કાર્યવાહી કરતું હતું.


      બદલાવની શું થશે અસર?


      - ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનના અખબાર 'ધ ટ્રિબ્યૂન'ના હવાલાથી આતંકવાદ વિરૂદ્ધ કાયદામાં મહત્વના ફેરફારની જાણકારી આપી છે. પાક પ્રેસિડન્ટ તેને મંજૂરી આપી ચૂક્યા છે.
      - પાકિસ્તાન એવી દલીલ કરતું આવ્યું છે કે, તેની પાસે આતંકવાદ વિરૂદ્ધ કડક કાયદાઓ છે. પરંતુ તેની વિરૂદ્ધ કાર્યવાહી તે પોતાની મરજીથી કરતું આવ્યું છે.
      - હવે જે ફેરફાર થયો છે તે અનુસાર, પાકિસ્તાન પોતાની મરજી અનુસાર નહીં, પરંતુ યુએનએસસીના પ્રતિબંધિત લિસ્ટ અનુસાર કાર્યવાહી કરશે. જેનો અર્થ એ થયો કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલ એ વાતની તપાસ કરી શકશે કે જે આતંકી સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા લોકો પર તેણે પ્રતિબંધ લગાવ્યો છે, તેની વિરૂદ્ધ શું કાર્યવાહી થઇ!
      - આ હેઠળ આતંકી સંગઠનોની ઓફિસ બંધ કરી શકાશે અને તેના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાશે.


      ત્રણ મિનિસ્ટ્રી મળીને કરશે કામ


      - રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરિઝ્મ ઓથોરિટીએ કાયદામાં બદલાવની પુષ્ટી કરી છે. હવે ત્યાંની હોમ, ફાઇનાન્સ અને ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી કાઉન્ટર ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝ્મ પર મળીને કામ કરશે.
      - વધુ એક ખાસ વાત એ છે કે, પાકિસ્તાન પ્રેસિડન્ટની ઓફિસે કાયદામાં બદલાવની મંજૂરી પર કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. એક ઓફિસરે કહ્યું કે, આ અંગે ડિફેન્સ મિનિસ્ટ્રી કંઇ પણ કહી શકે છે.

      આગળની સ્લાઇડમાં જાણો, કેમ મજબૂત થયું પાકિસ્તાન?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The sources in the National Counter Terrorism Authority confirmed the new move
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `