દાવો / હું 17 વર્ષમાં ક્યારેય હોસ્પિટલ નથી ગયો, મોદી મારી સાથે શૂટિંગની સ્પર્ધા કરે; મસૂદનું નફ્ફટ નિવેદન

divyabhaskar.com

Mar 16, 2019, 03:15 PM IST
(તસવીરઃ પ્રતિકાત્મક)
(તસવીરઃ પ્રતિકાત્મક)
X
(તસવીરઃ પ્રતિકાત્મક)(તસવીરઃ પ્રતિકાત્મક)

  • જૈશના 200થી વધુ આતંકીઓના મોત થયા છે તેમાં કોઇ સત્ય નથીઃ મસૂદ અઝહરનો દાવો  
  • હું એકદમ સ્વસ્થ છું. નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય ખરાબ છે: આતંકવાદીની બડાશ  

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરની કહેવાતી કોલમમાં તેણે લખ્યું છે કે, JeMને એરસ્ટ્રાઇક્સમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઇને સતત ખોટાં સમાચારો જાહેર કરવામાં આવી રહ્યા છે. મસૂદે લખ્યું છે કે, જૈશના 200થી વધુ આતંકીઓના મોત થયા છે તેમાં કોઇ સત્ય નથી. તમામ જીવિત છે અને બધાનું સ્વાસ્થ્ય સારું છે. જૈશના દરેક અઠવાડિયે પ્રકાશિત થતા સમાચાર પત્ર અલ-કલામમાં મસૂદ સાદી નામ હેઠળ કોલમ લખે છે. અઝહરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે કે, હું શારિરીક રીતે કેટલો સ્વસ્થ છું એ જાણવા માટે શૂટિંગ અથવા તીરંદાજીની સ્પર્ધા કરવા પણ તૈયાર છું. 

સ્થિતિ સામાન્ય અને બધા સ્વસ્થઃ મસૂદ
1.જો કે, જૈશના અઠવાડિયાના સમાચારપત્ર અલ-કલામમાં પ્રકાશિત થયેલો આ લેખ મસૂદ અઝહરે જ લખ્યો છે કે કેમ? તે અંગે કોઇ સ્પષ્ટ રિપોર્ટ નથી. પરંતુ સાદી ઉપનામ મસૂદ અઝહરનું જ છે. આ કોલમમાં જે પ્રકારે લખવામાં આવ્યું છે તેમાં હાલની સ્થિતિ, સમાચારોને લઇને મસૂદે લખ્યું છે કે, સ્થિતિ સામાન્ય છે અને બધા જ સ્વસ્થ છે.
2.અઝહરે કહ્યું કે, આ આગ કાશ્મીરી યુવાનો આદિલ અહેમદ ડાર (પુલાવામાનો સ્યુસાઇડ બોમ્બર) જેવાએ લગાવી છે. અઝહરે ભારતના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં ફ્રીડમ મૂવમેન્ટના નામે થતી આતંકી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. 
છેલ્લાં 17 વર્ષમાં ક્યારેય હોસ્પિટલ નથી ગયો
3.અઝહરે લખ્યું કે, તેના પ્રદેશની હાલત ખરાબ છે અને અફઘાનિસ્તાનમાં જે પ્રકારે ISISને સમર્પણ કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. 
4.પોતાના સ્વાસ્થ્ય અંગે તેણે કહ્યું કે, આ એકમાત્ર એવો મુદ્દો છે જેના કારણે તે અનિચ્છાએ પણ બોલી રહ્યો છે. તેને નિશ્ચિત પ્રોપગન્ડા હેઠળ સ્વાસ્થ્ય અંગે બોલવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે. 'હું એકદમ સ્વસ્થ છું. મારાં કિડની અને લીવર સારી રીતે કામ કરી રહ્યા છે. છેલ્લાં 17 વર્ષમાં ક્યારેય હોસ્પિટલ નથી ગયો અને કોઇ નાની-મોટી બીમારી માટે પણ ડોક્ટરને મળ્યો નથી.'
5.મસૂદે લખ્યું કે, તે કુરાનમાં દર્શાવેલા ડાયટને ફોલો કરે છે અને આ જ પ્રકારનો ખોરાક તેને હાઇપર ટેન્શન અને ડાયાબિટીસથી બચાવે છે. નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યથી વિપરીત, હું સંપૂર્ણપણે યોગ્ય છું, તેઓ બીમાર છે. હું તો તેઓને ચેલેન્જ આપી રહ્યો છું કે, મારી સાથે શૂટિંગ કે તીરંદાજીની સ્પર્ધા રાખે, જેથી તેઓને ખ્યાલ આવે કે મારું સ્વાસ્થ્ય કેટલું સારું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી