• Gujarati News
  • National
  • Pakistan PM Shahid Khaqan Abbasi Said Action Can Be Taken Against An Individual Only

PAKનો આતંકીને સપોર્ટ, PM અબ્બાસીએ કહ્યું- હાફિઝ 'સાહેબ' પર કોઇ કેસ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનનો આતંકી ચહેરો એકવાર ફરીથી દુનિયાની સામે આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ ખાક્કાન અબ્બાસીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદને 'સાહેબ' સંબોધન કર્યુ છે. તેઓએ કહ્યું કે, 'હાફિઝ સાહેબ' વિરૂદ્ધ કોઇ પણ કેસ નથી. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ પર અમેરિકાના કડક વલણ છતાં પાકિસ્તાને તેને નજરકેદમાંથી મુક્ત કરી દીધો હતો. 

 

ભારતના મુદ્દા પર કરી વાત 
- એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમએ ભારતના મુદ્દા ઉપર પણ વાત કરી છે. તેઓએ કહ્યું કે, મને એવું નથી લાગતું કે, 'ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થવાની કોઇ આશંકા છે. અમે ભારત સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર છીએ.' 
- અબ્બાસીએ વધુમાં એમ પણ કહ્યું કે, ચીન અને પાકિસ્તાનના સીપીઇસી પ્રોજેક્ટ પર ભારત પોતાનો પ્રોપગન્ડા અપનાવી રહ્યું છે. 
- પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ 'જિઓ'માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે, ગ્વાદર પોર્ટ એક બિઝનેસ પોર્ટ છે, જેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. 
- તેઓએ કહ્યું કે, હવે સમય છે કે, પાકિસ્તાનમાં કડક નિર્ણયો લેવામાં આવે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવદનો બાદ પણ અમારી વાતચીત અમેરિકા સાથે થઇ રહી છે. અમારું લક્ષ્ય અમારી બોર્ડરની સુરક્ષા કરવાનું છે. જો અમારી ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો તો અમે યોગ્ય જવાબ આપીશું. 

 

હાફિઝે ભારત પર કર્યો છે હુમલો 
- ઉલ્લેખનીય છે કે, અમેરિકાના સતત દબાણ બાદ પાકિસ્તાન સંપુર્ણ રીતે બેકફૂટ પર છે. હાલમાં જ એક ટીવી ઇન્ટવ્યુમાં હાફિઝ સઇદે ભારત પર શાબ્દિક હુમલો કર્યો હતો. 
- પાકિસ્તાનની ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, જે ભારત નથી કરી શકતું તે અમેરિકા પાસે કરાવી રહ્યું છે. 
- જમાત-ઉદ-દાવા અને લશ્કર જેવા સંગઠનોના ચીફે એવો દાવો કર્યો છે કે, તેનું નામ ભારત ગ્લોબલ ટેરરિસ્ટના નામે ફેલાવી રહ્યું છે. ભારતે આવું કરવા માટે એક મિશન બનાવીને રાખ્યું છે. 
- હાફિઝ સદઇ અનુસાર, ભારત એવું માનીને ચાલે છે કે, પાકિસ્તાનમાં તેની વાતો માનવામાં આવે છે. નજરબંદી બાદ બહાર આવેલા હાફિઝ સઇદનો આ બીજો ઇન્ટરવ્યુમાં જેમાં તે કાશ્મીરનો રાગ આલાપી રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...