પાકિસ્તાનના નવા પ્રેસિડન્ટ આરિફ અલ્વીના પિતા હતા જવાહરલાલ નહેરુના ડેન્ટિસ્ટ

આરિફ અલ્વી મંગળવારે જ પાકિસ્તાનના 13માં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 03:16 PM
આરિફ અલ્વીની બાયોગ્રાફી અનુસાર, તેમના પરિવારની પાસે નહેરુના અનેક પત્ર હજુ પણ મોજૂદ છે. (ફાઇલ)
આરિફ અલ્વીની બાયોગ્રાફી અનુસાર, તેમના પરિવારની પાસે નહેરુના અનેક પત્ર હજુ પણ મોજૂદ છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના નવા પ્રેસિડન્ટ આરિફ અલ્વીનો ભારત સાથે જૂનો સંબંધ છે. તેમના પિતા ડોક્ટર હબીબ રહેમાન ઇલાહી અલ્વી ભાગલા પહેલાં જવાહર લાલ નહેરુના ડેન્ટિસ્ટ હતા. આ જાણકારી તેમના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા બાદ સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીની વેબસાઇટમાં નાખવામાં આવી છે. આરિફના પિતાનો જન્મ અવિભાજિત ભારતના કરાંચીમાં થયો હતો. ભાગલા બાદ તેઓએ કરાંચીમાં જ વસવાટ કરવાનો નિર્ણય કર્યો. પ્રેસિડન્ટ અલ્વી પણ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે.

નહેરુના અનેક પત્ર મોજૂદ


- વેબસાઇટ પર સાર્વજનિક કરવામાં આવેલી આરિફ અલ્વીની બાયોગ્રાફી અનુસાર, તેમના પરિવારની પાસે નહેરુના અનેક પત્ર હજુ પણ મોજૂદ છે.
- ડેન્ટિસ્ટનો વ્યવસાય તેઓને પિતા પાસેથી જ મળ્યો, જે વિભાજન બાદ કરાંચીના સદરમાં એક ક્લિનિકમાં ડોક્ટર હતા.
- બાયોગ્રાફીમાં જણાવ્યું કે, તેમના પિતા મોહમ્મદ અલી ઝિન્નાના પરિવાર સાથે પણ જોડાયેલા હતા. તેમની બહેન શિરિનબાઇ ઝિન્નાના ટ્રસ્ટના ટ્રસ્ટી હતા.

5 દાયકા પહેલાં શરૂ થઇ હતી રાજકીય કારકિર્દી


- આરિફ અલ્વીનું રાજકીય સફર 5 દાયકા પહેલાં પંજાબના લાહોરમાં સ્થિત મોન્ટમાનરેન્સી કોલેજ ઓફ ડેન્ટિસ્ટ્રીમાં અભ્યાસ દરમિયાન શરૂ થયું હતું.
- તેઓ વિદ્યાર્થીઓના એક દળ જમાત-એ-ઇસ્લામીનો હિસ્સો હતા અને સરમુખત્યાર જનરલ અયુબ ખાનના વિરોધ પ્રદર્શનમાં સામેલ પણ થયા હતા.
- એક પ્રદર્શન દરમિયાન તેઓને ગોળી વાગી હતી. આજે પણ અલ્વીના ડાબા હાથમાં આ ગોળીના શેલ મોજૂદ છે.

ઇમરાનની સાથે પીટીઆઇના સંસ્થાપક સભ્ય રહ્યા


- અલ્વીએ પહેલીવાર જમાત-એ-ઇસ્લામીની ટિકીટ પર 1979માં ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં તેઓને હાર મળી હતી.
- ત્યારબાદ તેઓએ 1996માં સંસ્થાપક તરીકે પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પાર્ટી બનાવી અને 1997માં ચૂંટણી લડી. તેમાં પણ તેઓનો હારનો સામનો કરવો પડ્યો હતો.
- જો કે, પાર્ટીમાં કરેલા કામ માટે તેઓનું પદ સતત વધતું રહ્યું. 2006થી 2013 સુધી તેઓ પાર્ટીના જનરલ સેક્રેટરી રહ્યા.
- 2013માં તેઓ કરાંચીથી પહેલીવાર સાંસદ ચૂંટાયા અને 2018માં ફરીથી તેઓને ચૂંટણીમાં જીત મળી.

X
આરિફ અલ્વીની બાયોગ્રાફી અનુસાર, તેમના પરિવારની પાસે નહેરુના અનેક પત્ર હજુ પણ મોજૂદ છે. (ફાઇલ)આરિફ અલ્વીની બાયોગ્રાફી અનુસાર, તેમના પરિવારની પાસે નહેરુના અનેક પત્ર હજુ પણ મોજૂદ છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App