પત્ની કુલસુમની અંતિમવિધિમાં સામેલ થવા નવાઝને 12 કલાકની પેરોલ, લાહોર પહોંચ્યા

કુલસુમ નવાઝનું મંગળવારે લંડન હોસ્પિટલમાં નિધન થયું હતું, શુક્રવારે તેઓને સુપર્દે ખાક (અંતિમવિધિ) કરવામાં આવશે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:17 PM
પંજાબ સરકારે શહબાઝના 5 દિવસના
પંજાબ સરકારે શહબાઝના 5 દિવસના

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પત્ની કુલસુમના નિધન બાદ બુધવારે લાહોર પહોંચી ગયા છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ નવાઝ અને તેમની દીકરી મરિયમ, જમાઇ કેપ્ટન (રિટા.) મોહમ્મદ સફદરને 12 કલાકના પેરોલ આપવામાં આવ્યા છે. કુલસુમનું મંગળવારે લંડનની હોસ્પિટલમાં નિધન થયું હતું. શુક્રવારે તેઓને લાહોરના જટ્ટી ઉમરામાં સુપર્દે ખાક કરવામાં આવશે.

- નવાઝ, મરીયમ અને સફદર બુધવારે રાવલપિંડીના નૂર ખાન એરબેઝથી લાહોર માટે સ્પેશિયલ વિમાનથી રવાના થયા. પંજાબ સરકારે તેઓને પેરોલ આપવાના ઓર્ડર જાહેર કર્યા હતા.

પાંચ દિવસની પેરોલની અપીલ કરી હતી


- પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબના જણાવ્યા અનુસાર, શેહબાઝ શરીફે પંજાબ સરકારની પાસે નવાઝ અને તેના પરિવારને 5 દિવસની પેરોલ પર મુક્ત કરવાનું આવેદન મોકલ્યું હતું.
- પંજાબ સરકારે શહબાઝના 5 દિવસના આવેદનનો અસ્વીકાર કરતાં માત્ર 12 કલાકના પેરોલ આપવા પર મહોર લગાવી. પીએમએલ(એન)ની પ્રવક્તાએ કહ્યું કે, અમને આશા છે કે, કુલસુમના શુક્રવારે થનારા અંતિમ સંસ્કાર માટે પેરોલ વધારી દેવામાં આવશે.
- કુલસુમના શબને પાક લાવવા માટે શેહબાઝ શરીફ બુધવારે લંડન રવાના થશે. પંજાબ સરકારના ઓફિસરે પણ કહ્યું કે, લાહોરમાં કુલસુમના અંતિમ સંસ્કાર માટે પેરોલની અવધિ વધારવામાં આવશે.

લાહોરમાં નવાઝની સુરક્ષા વ્યવસ્થા કડક


- ઓફિસરના જણાવ્યા અનુસાર, કુલસુમનું શબ શુક્રવાર સુધી પાક આવવાની સંભાવના છે. તેથી પેરોલની અવધિ વધારવામાં ના આવે, તેવો સવાલ જ ઉભો નથી થતો.
- સરકારે માનવીય આધાર પર તેની મંજૂરી પહેલેથી જ આપી છે, લાહોર પોલીસને નવાઝની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
- નવાઝ મંજૂરી વગર જટ્ટી ઉમરાથી બહાર નહીં જઇ શકે. વડાપ્રધાન ઇમરાન ખાને પણ કુલસુમના શબને પાકિસ્તાન લાવવામાં શરીફ પરિવારની મદદ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
- ગયા વર્ષે ઓગસ્ટમાં કુલસુમને ગળાનું કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. લંડનમાં તેઓના ઘણાં ઓપરેશન થયા હતા. આ વર્ષે જૂનમાં હાર્ટ અટેક આવ્યા બાદથી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

X
પંજાબ સરકારે શહબાઝના 5 દિવસના પંજાબ સરકારે શહબાઝના 5 દિવસના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App