ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Mani Shankar Aiyar says he is very sad India has not understood need for talks, unlike Pakistan

  કરાંચીમાં મણિશંકર - વાતચીતને લઇને PAK પોલીસી પર ગર્વ, ભારતથી દુઃખી

  divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 11:24 AM IST

  મણિશંકર અય્યરે કહ્યું કે, ભારતે પોતાના પાડોશી દેશો સાથે એટલો જ પ્રેમ કરવો જોઇએ જેટલો પોતાનાથી કરે છે
  • કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા મણિશંકર અય્યરે સોમવારે કરાંચી લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા મણિશંકર અય્યરે સોમવારે કરાંચી લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ મણિશંકર અય્યરે પાકિસ્તાન જઇને સોમવારે વિવાદિત નિવેદન આપ્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેના મુદ્દાનો ઉલ્લેખ કરતા અય્યરે કહ્યું કે, વાતચીત જ તેનો ઉકેલ લાવવાનો એક માત્ર રસ્તો છે. તેઓએ કહ્યું, મને ગર્વ છએ કે, પાકે આ નીતિનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે, ભારતીય નીતિ તરીકે તેને અપનાવવામાં આવ્યો નથી. કરાંચી લિટરેચર ફેસ્ટિવલમાં પહોંચેલા અય્યરે કહ્યું કે, તે પાકિસ્તાનને એટલો જ પ્રેમ કરે છે જેટલો તેઓ ભારતને કરે છે. ફેસ્ટિવલમાં 235 સ્પીકરે પોતાની વાત રાખી. તેમાં 205 પાકિસ્તાનથી અને 30 વિદેશી હતા.

   ભારતે વાતચીતની પોલીસી નથી અપનાવી

   - બંને દેશોની વચ્ચેના મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં અય્યરે કહ્યું કે, વાતચીત જ આ મુદ્દાના ઉકેલનો એકમાત્ર રસ્તો છે. તેઓએ કહ્યું કે, મને ગર્વ છે કે, પાકે આ નીતિનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે ભારતીય નીતિ તરીકે તેને અપનાવવામાં આવી નથી. તેને અટકાવ્યા વગર વાતચીતથી જ ઉકેલ લાવી શકાય છે.

   ઇન્ડિયા-ડાયરેક્ટરેડ ટેરરિઝ્મ અને કાશ્મીર મહત્વના મુદ્દા

   - કોંગ્રેસ લીડરે કહ્યું, બંને દેશોની વચ્ચે ઇન્ડિયા-ડાયરેક્ટેડ ટેરરિઝ્મ અને કાશ્મીર મહત્વના મુદ્દા છે. જેનો ઉકેલ લાવવો જોઇએ. ભારત અને પાકિસ્તાનને આ પોલીસી અપનાવવી જોઇએ, જેને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફના શાસનમાં બનાવામાં આવી હતી.

   અય્યરે PAKમાં આપ્યું હતું મોદીને હટાવવાનું નિવેદન

   - અય્યરે 2015માં પાકિસ્તાનમાં દુનિયા ટીવીને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જો પાકિસ્તાનને ભારત સાથે બાઇલેટ્રલ વાતચીત કરવી છે તો તેઓએ પહેલાં નરેન્દ્ર મોદી સરકારને હટાવવી પડશે અને અમને (કોંગ્રેસ)ને લાવવી પડશે.
   - તેઓએ કહ્યું હતું, મોદીને હટાવ્યા વગર બંને દેશોની વાતચીત શક્ય નથી.

   મોદી પર વિવાદિત નિવેદન બાદ થયા હતા સસ્પેન્ડ

   - ગુજરાત ચૂંટણી દરમિયાન અય્યરે મોદી પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું, મને આ વ્યક્તિ ખૂબ જ નીચ પ્રકારનો લાગે છે. તેનામાં કોઇ સભ્યતા નથી. આવા પ્રસંગે આ પ્રકારની ગંદી રાજનીતિની શું જરૂર છે?
   - આ નિવેદન પર વિવાદ વધ્યા બાદ અય્યરને કોંગ્રેસની પ્રાઇમરી મેમ્બરશિપમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

  • અય્યરે કરાંચી લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું, ભારતે પોતાના પાડોશીઓને એટલો જ પ્રેમ કરવો જોઇએ, જેટલો તે પોતાને કરે છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અય્યરે કરાંચી લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું, ભારતે પોતાના પાડોશીઓને એટલો જ પ્રેમ કરવો જોઇએ, જેટલો તે પોતાને કરે છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ મણિશંકર અય્યરે પાકિસ્તાન જઇને સોમવારે વિવાદિત નિવેદન આપ્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેના મુદ્દાનો ઉલ્લેખ કરતા અય્યરે કહ્યું કે, વાતચીત જ તેનો ઉકેલ લાવવાનો એક માત્ર રસ્તો છે. તેઓએ કહ્યું, મને ગર્વ છએ કે, પાકે આ નીતિનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે, ભારતીય નીતિ તરીકે તેને અપનાવવામાં આવ્યો નથી. કરાંચી લિટરેચર ફેસ્ટિવલમાં પહોંચેલા અય્યરે કહ્યું કે, તે પાકિસ્તાનને એટલો જ પ્રેમ કરે છે જેટલો તેઓ ભારતને કરે છે. ફેસ્ટિવલમાં 235 સ્પીકરે પોતાની વાત રાખી. તેમાં 205 પાકિસ્તાનથી અને 30 વિદેશી હતા.

   ભારતે વાતચીતની પોલીસી નથી અપનાવી

   - બંને દેશોની વચ્ચેના મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં અય્યરે કહ્યું કે, વાતચીત જ આ મુદ્દાના ઉકેલનો એકમાત્ર રસ્તો છે. તેઓએ કહ્યું કે, મને ગર્વ છે કે, પાકે આ નીતિનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે ભારતીય નીતિ તરીકે તેને અપનાવવામાં આવી નથી. તેને અટકાવ્યા વગર વાતચીતથી જ ઉકેલ લાવી શકાય છે.

   ઇન્ડિયા-ડાયરેક્ટરેડ ટેરરિઝ્મ અને કાશ્મીર મહત્વના મુદ્દા

   - કોંગ્રેસ લીડરે કહ્યું, બંને દેશોની વચ્ચે ઇન્ડિયા-ડાયરેક્ટેડ ટેરરિઝ્મ અને કાશ્મીર મહત્વના મુદ્દા છે. જેનો ઉકેલ લાવવો જોઇએ. ભારત અને પાકિસ્તાનને આ પોલીસી અપનાવવી જોઇએ, જેને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફના શાસનમાં બનાવામાં આવી હતી.

   અય્યરે PAKમાં આપ્યું હતું મોદીને હટાવવાનું નિવેદન

   - અય્યરે 2015માં પાકિસ્તાનમાં દુનિયા ટીવીને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જો પાકિસ્તાનને ભારત સાથે બાઇલેટ્રલ વાતચીત કરવી છે તો તેઓએ પહેલાં નરેન્દ્ર મોદી સરકારને હટાવવી પડશે અને અમને (કોંગ્રેસ)ને લાવવી પડશે.
   - તેઓએ કહ્યું હતું, મોદીને હટાવ્યા વગર બંને દેશોની વાતચીત શક્ય નથી.

   મોદી પર વિવાદિત નિવેદન બાદ થયા હતા સસ્પેન્ડ

   - ગુજરાત ચૂંટણી દરમિયાન અય્યરે મોદી પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું, મને આ વ્યક્તિ ખૂબ જ નીચ પ્રકારનો લાગે છે. તેનામાં કોઇ સભ્યતા નથી. આવા પ્રસંગે આ પ્રકારની ગંદી રાજનીતિની શું જરૂર છે?
   - આ નિવેદન પર વિવાદ વધ્યા બાદ અય્યરને કોંગ્રેસની પ્રાઇમરી મેમ્બરશિપમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mani Shankar Aiyar says he is very sad India has not understood need for talks, unlike Pakistan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `