પાકિસ્તાનમાં બદલાવ, કાયમ માટે પરત ફરી વડાપ્રધાનની ચૂંટણી લડીશઃ મલાલા

મલાલા અંદાજિત 6 વર્ષ બાદ ગુરૂવારે પાકિસ્તાન પરત ફરી છે, તે 2 એપ્રિલ સુધી અહીં રહેશે.

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:28 PM
મલાલાએ 11 વર્ષની ઉંમરે જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું. (ફાઇલ)
મલાલાએ 11 વર્ષની ઉંમરે જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સૌથી નાની ઉંમરે શાંતિ નોબલ પુરસ્કાર મેળવનાર યુસુફજઇ (20) હંમેશા માટે પાકિસ્તાન પરત ફરી છે અને હવે તે વડાપ્રધાન પદની ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવે છે. મલાલાએ કહ્યું, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દેશમાં જઇને ચૂંટણી લડવાની જ મારી યોજના છે. આ મારો દેશ અને અન્ય પાકિસ્તાનીઓની માફક મને પણ આવું કરવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, મલાલા અંદાજિત 6 વર્ષ બાદ ગુરૂવારે પાકિસ્તાન પરત ફરી છે. તે 2 એપ્રિલ સુધી અહીં રહેશે. મલાલાને 2012માં તાલિબાની આતંકવાદીઓએ યુવતીઓને શિક્ષાના અધિકારથી વંચિત રાખવા માટે કરેલાં હુમલામાં તેના માથામાં ગોળી મારી દીધી હતી.


આજના અને 2012ના પાકિસ્તાનમાં અંતર


- પાક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં મલાલાએ કહ્યું, લાંબા સમયથી કટ્ટરપંથીઓ સામે લડી રહેલું પાકિસ્તાનમાં હવે સુધાર આવી રહ્યો છે. આજના અને 2012ના પાકિસ્તાનમાં ઘણું અંતર છે. લોકો સક્રિય થયા છે અને એક સાથે મળીને મજબૂત પાકિસ્તાન બનાવવા માટે કામ કરી રહ્યા છે.
- મલાલા શનિવારે પોતાના પરિવારની સાથે ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા પોતાના ઘર મિંગોરા ગઇ હતી. તેને અહીં હેલિકોપ્ટરમાં કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે લાવવામાં આવી હતી.

મલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો હતો
મલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો હતો
X
મલાલાએ 11 વર્ષની ઉંમરે જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું. (ફાઇલ)મલાલાએ 11 વર્ષની ઉંમરે જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું. (ફાઇલ)
મલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો હતોમલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App