6 વર્ષ બાદ પોતાના ઘરે પહોંચી મલાલા, અહીં તાલિબાનીઓએ માથામાં મારી હતી ગોળી

મલાલા સ્કૂલથી પરત ફરી રહી હતી તે દરમિયાન તાલિબાનીઓએ ગોળી મારી હતી

divyabhaskar.com | Updated - Mar 31, 2018, 03:06 PM
મલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો
મલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો

ઈસ્લામાબાદઃ મલાલા યુસુફજઈ લગભગ 6 વર્ષ બાદ ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં સ્થિત પોતાના ઘર મિંગોરા પહોંચી. તેને ઈસ્લામાબાદથી અહીં કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે હેલિકોપ્ટરથી લાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે, મલાલા ગુરુવાર સવારે પાકિસ્તાન પહોંચી હતી. તે 2 એપ્રિલ સુધી અહીં રહેશે. 20 વર્ષીય મલાલાને 2012માં તાલિબાને છોકરીઓને શિક્ષાનો અધિકારની હિમાયત કરવાના કારણે માથા પર ગોળી મારી દીધી હતી. બાદમાં ઈલાજ માટે તેને લંડન લઈ જવામાં આવી. ત્યારથી તે લંડનમાં જ રહે છે. મલાલા સૌથી ઓછી ઉંમરમાં શાંતિનો નોબલ પુરસ્કાર મેળવનારી વ્યક્તિ છે.

હું હંમેશા પાકિસ્તાન પરત ફરવાનું સપનું જોતી હતી- મલાલા


- વડાપ્રધાન ઓફિસમાં મલાલાએ સ્પીચ આપી હતી કે, હું હંમેશા સપનું જોતી હતી કે હું પાકિસ્તાન પરત ફરું અને ત્યાં શાંતિ સ્થપાય. હું કોઈ ડર વગર રસ્તા પર ફરી શકું, લોકોને મળી શકું.
- તેણે વધુમાં કહ્યું કે, અને આજે હું મારા જૂના ઘરમાં છું. હું આપ સૌની આભારી છું.

11 વર્ષની ઉંમરે તાલિબાન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું

- મલાલાએ 11 વર્ષની ઉંમરથી ગુલ મકઈ નામની પોતાની ડાયરી દ્વારા તાલિબાન વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું.
- મલાલાએ તાલિબાના સ્કૂલ ન જવાના ફરમાન છતાં છોકરીઓને શિક્ષણ માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું.
- આતંકીઓએ ઓક્ટોબર 2012માં સ્કૂલથી પરત ફરતી વખતે મલાલા પર હુમલો કર્યો. મલાલાને માથામાં ગોળી મારવામાં આવી.
- મલાલાને ઈલાજ માટે પેશાવરથી લંડન લઈ જવામાં આવી. તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. મલાલાએ લંડનમાં પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું.

સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

લંડનમાં મલાલાનો ઇલાજ ચાલી રહ્યો હતો, ત્યાં સુધી તે લંડનમાં જ રોકાઇ હતી.
લંડનમાં મલાલાનો ઇલાજ ચાલી રહ્યો હતો, ત્યાં સુધી તે લંડનમાં જ રોકાઇ હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મલાલાને હેલિકોપ્ટરમાં મિંગોરા લઇ જવામાં આવી
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મલાલાને હેલિકોપ્ટરમાં મિંગોરા લઇ જવામાં આવી
X
મલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યોમલાલાના બે નાના ભાઇ છે - ખુશહાલ યુસુફજઇ અને અટલ યુસુફજઇ. મલાલાએ તેઓને મળ્યા બાદ ફેમિલી ફોટો ટ્વીટ કર્યો
લંડનમાં મલાલાનો ઇલાજ ચાલી રહ્યો હતો, ત્યાં સુધી તે લંડનમાં જ રોકાઇ હતી.લંડનમાં મલાલાનો ઇલાજ ચાલી રહ્યો હતો, ત્યાં સુધી તે લંડનમાં જ રોકાઇ હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મલાલાને હેલિકોપ્ટરમાં મિંગોરા લઇ જવામાં આવીકડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મલાલાને હેલિકોપ્ટરમાં મિંગોરા લઇ જવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App