શાંતિ માટે કાશ્મીર મુદ્દાનો ઉકેલ જરૂરી, લોકોને દરેક સપોર્ટ આપતા રહીશું: પાક

પાક પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે, ભારત ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને કાશ્મીરમાં જવાથી રોકે છે, મુદ્દાને છૂપાવવા ઇચ્છે

divyabhaskar.com | Updated - Feb 05, 2018, 05:06 PM
કાશ્મીર સોલિડેરિટી ડે પ્રસંગે પાકિસ્તાનમાં રજા હોય છે. અનેક રેલીઓ અને સેમિનારનું આયોજન થાય છે.
કાશ્મીર સોલિડેરિટી ડે પ્રસંગે પાકિસ્તાનમાં રજા હોય છે. અનેક રેલીઓ અને સેમિનારનું આયોજન થાય છે.

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સોમવારે કાશ્મીર સોલિડેટરી (એકતા) ડે મનાવવામાં આવે છે. આ પ્રસંગે અહીંના પ્રેસિડન્ટ મમનૂન હુસૈન અને પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ પોતાના સંદેશમાં કહ્યું, આ ક્ષેત્રમાં ત્યાં સુધી શાંતિ અને ખુશહાલી નથી આવી શકતી, જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનો ઉકેલ ના આવી જાય. કાશ્મીરના લોકોને હકની લડાઇ માટે અમે સપોર્ટ આપતા રહીશું.

કાશ્મીરના લોકોને હંમેશા રાજનૈતિક-નૈતિક સપોર્ટ


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પાક પ્રેસિડન્ટ મમનૂન હુસૈને કહ્યું, પાકિસ્તાન એકવાર ફરીથી ભારતના કબ્જાવાળા કાશ્મીરના લોકોને પોલિટિકલ, મોરલ અને ડિપ્લોમેટિક સપોર્ટ આપતો રહેશે. જેથી તેઓને યુએન રિઝોલ્યુશન હેઠળ હક્ક મળી શકે.
- શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું, કાશ્મીર ગલિયારાનો મુદ્દો 70થી વધુ વર્ષોથી ચાલતો આવે છએ. જમ્મુ-કાશ્મીરના લોકોને તેઓના મૂળ અધિકારોથી સતત દૂર રહેવું પડે છે.
- અબ્બાસીએ એમ પણ કહ્યું કે, ભારતે કાશ્મીરમાં ઓફિસ ઓફ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ અને ઇન્ડિપેન્ડન્ટ પર્માનન્ટ હ્યુમન રાઇટ્સ કમિશનની ટીમને જવાની મનાઇ કરી દીધી છે. જ્યારે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને જવાથી અટકાવી તો ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી વિશે જાણકારી મળી. ભારત આ મુદ્દાને છૂપાવીને રાખવા ઇચ્છે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે કાશ્મીર સોલિડેટરી ડે...

મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરી હતી કે, કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોવો જોઇએ (ફાઇલ)
મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરી હતી કે, કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોવો જોઇએ (ફાઇલ)

પાકિસ્તાનની ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને અપીલ 


- પાકિસ્તાને ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને અપીલ કરી છે કે, તેઓ ભારતથી તાત્કાલિક હ્યુમન રાઇટ્સ ચાર્ટરનું સન્માન કરવાનું કહે. જેથી કાશ્મીરીઓને હ્યુમન રાઇટ્સ વાયોલેશન બંધ થાય અને કાશ્મીરના લોકોની માંગ અનુસાર, વિવાદનો ઉકેલ લાવી શકાય. 
- વળી, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરી હતી કે, કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોવો જોઇએ. 

 

શું છે કાશ્મીર સોલિડેટરી ડે?


- 5 ફેબ્રુઆરીને પાકિસ્તાનમાં કાશ્મીરની એકજૂથતા માટે સોલિડેટરી ડે તરીકે ઉજવવામાં આવે છે. 
- જેને લઇને પાકિસ્તાનમાં મોટાંભાગે રજા હોય છે. સરકાર સહિત અનેક ગ્રુપ કાશ્મીર મુદ્દાને હાઇલાઇટ કરવા માટે રેલી અને સેમિનારનું આયોજન કરે છે. 

X
કાશ્મીર સોલિડેરિટી ડે પ્રસંગે પાકિસ્તાનમાં રજા હોય છે. અનેક રેલીઓ અને સેમિનારનું આયોજન થાય છે.કાશ્મીર સોલિડેરિટી ડે પ્રસંગે પાકિસ્તાનમાં રજા હોય છે. અનેક રેલીઓ અને સેમિનારનું આયોજન થાય છે.
મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરી હતી કે, કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોવો જોઇએ (ફાઇલ)મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરી હતી કે, કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોવો જોઇએ (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App