પાકિસ્તાનઃ ઇમરાન ખાને કર્યા ISIના વખાણ, પાકિસ્તાનની ફર્સ્ટ ડિફેન્સ લાઇન ગણાવી

વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા, માટે ખાસ કરીને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં આઇએસઆઇના યોગદાનને બિરદાવ્યું.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 06:01 PM
આઇએસઆઇ રક્ષાની આપણી પહેલી પંક્તિ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે કામ કરી રહી છે: ઇમરાન ખાન
આઇએસઆઇ રક્ષાની આપણી પહેલી પંક્તિ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે કામ કરી રહી છે: ઇમરાન ખાન

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પહેલીવાર ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ (ISI)ની મુખ્ય ઓફિસ ગયા અને તેને દેશની ફર્સ્ટ ડિફેન્સ લાઇન તરીકે ઓળખાવી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે ઉચ્ચ કેબિનેટ મંત્રીઓ સાથે ઇમરાન ખાનને અલગ અલગ સ્ટ્રેટેજિક ઇન્ટેલિજન્સ અને રાષ્ટ્રીય સુરક્ષા મામલે વિસ્તારમાં જાણકારી આપી.

- સેનાના મીડિયા સેલ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) દ્વારા જાહેર એક નિવેદન અનુસાર, વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા, માટે ખાસ કરીને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં આઇએસઆઇના યોગદાનને બિરદાવ્યું.
- તેઓએ કહ્યું કે, આઇએસઆઇ રક્ષાની આપણી પહેલી પંક્તિ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે કામ કરી રહી છે.
- ખાને આઇએસઆઇના અધિકારીઓને કહ્યું કે, તેઓની સરકાર અને પાકિસ્તાનના લોકો સશસ્ત્ર બળ અને ઇન્ટેલિજન્સ એજન્સીની પાછળ દ્રઢતાથી ઉભા છે. તેઓએ આ સંસ્થાની અભૂતપૂર્વ ઉપલબ્ધિઓના વખાણ કર્યા.

X
આઇએસઆઇ રક્ષાની આપણી પહેલી પંક્તિ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે કામ કરી રહી છે: ઇમરાન ખાનઆઇએસઆઇ રક્ષાની આપણી પહેલી પંક્તિ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ એજન્સી તરીકે કામ કરી રહી છે: ઇમરાન ખાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App