ન્યૂઝ રૂમમાં બુલેટિન દરમિયાન ઝઘડ્યા બે પાકિસ્તાની ઍન્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનૅશનલ ડૅસ્કઃ પાકિસ્તાની ચેનલોના ચક્રમ ન્યુઝ ઍન્કરો સમયાંતરે મનોરંજન પૂરું પાડતા રહે છે. આવો વધુ એક વીડિયો વહેતો થયો છે. જેમાં બે પાકિસ્તાની ઍન્કર ન્યૂઝ રૂમમાં ઝઘડી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે ફિમેલ અને મેલ ઍૅન્કર ઝઘડી રહ્યાં છે. મેલ ઍન્કરનું કહે છે કે 'હું આની સાથે કેવી રીતે બુલટિન વાંચી શકું'. ફિમેલ ઍન્કર કહે છે કે 'હું લહેકાની વાત કરું છું'. પણ મેલ ઍન્કર ફિમેલની વાત સાંભળતો નથી અને મોટે મોટેથી બોલે છે. એટલામાં ફિમેલ ઍન્કર મેલ ઍન્કરને મૂર્ખ કહે છે. મૂર્ખ કહેતાં જ મેલ ઍન્કરને ખૂબ જ ગુસ્સો આવે છે. આમ આ ઝઘડો ખૂબ લાંબો ચાલે છે. પાકિસ્તાની ઍન્કરનો આ વીડિયો આપણે ત્યાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...