તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપ અને 5 કરોડ લોકોના ડેટાબેઝથી ઇમરાન જીત્યા ચૂંટણી, શપથગ્રહણ પાછું ઠેલાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પીટીઆઇએ મતદારોની ઓળખ કરી, તેઓએ પાર્ટીને એજન્ડા સમજાવ્યો અને ચૂંટણીના દિવસે પોલિંગ બૂથ સુધી લાવ્યા 
- પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા જઇ રહેલા ઇમરાન ખાનના શપથ સમારંભની તારીખ પાછી ઠેલાઇ શકે છે 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં એક મોબાઇલ એપ અને 50 કરોડ લોકોના ડેટાબેઝની મદદથી ઇમરાન ખાને સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી છે. ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) લોકોને પોલિંગ બૂથ સુધી લાવવામાં સફળ રહી. પીટીઆઇએ આ પ્લાનને ઘણાં દિવસો સુધી ગોપનીય રાખ્યો જેથી અન્ય પાર્ટીઓ તેની નકલ ના કરી શકે. મોબાઇલ એપની મદદથી લોકોને ચૂંટણીના દિવસે પોલિંગ બૂથ સુધી લાવવામાં આવ્યા જેથી તેઓને સ્થળ શોધવામાં પરેશાની ના આવે. પાકિસ્તાનમાં સરકારી ફોન સેવાથી પણ લોકોને મતદાન બૂથની જાણકારી આપવામાં આવે છે, પરંતુ 25 જુલાઇના રોજ આ સિસ્ટમમાં ખરાબી આવી ગઇ. વળી, ઇમરાનની વિરોધી પાર્ટીઓનો આરોપ છે કે, તેઓને પાક આર્મી સમર્થન આપી રહી છે. બીજી તરફ, 11 ઓગસ્ટના રોજ શપથ લેવા જઇ રહેલા આગામી વડાપ્રધાન ઇમરાન ખાનનો શપથ સમારંભ 14 અથવા 15 તારીખે યોજાવાની શક્યતા છે. 


એપ અને ડેટાબેઝથી અસર વધુ 


- પીટીઆઇએ ચૂંટણીમાં જીત મેળવવા માટે એક કોન્સ્ટિટ્યૂએન્સી મેનેજમેન્ટ સિસ્ટ (સીએમએસ) તૈયાર કરાવી હતી. 
- પીટીઆઇ નેતા અસદ ઉમરના ખાનગી સચિવ અને સીએમએસની એક યુનિટ સંભાળનાર આમિર મુગલ કહે છે કે, એપ અને ડેટાબેઝની ધારી અસર જોવા મળી. ઇમરાને આખા પાકિસ્તાનના ચૂંટણી ક્ષેત્રોમાં ડેટાબેઝ એકઠાં કરવા માટે ટીમ ગોઠવી હતી. 
- આ ટીમે મતદારોની ઓળખ કરી, તેઓને પાર્ટી એજન્ડાની સમજણ આપી અને ચૂંટણીના દિવસે પોલિંગ બૂથ સુધી લઇને આવ્યા. 
- નેશનલ એસેમ્બલીમાં પીટીઆઇને 116, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ને 64 અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપીઃને 43 સીટો મળી.  

 

જૂની ભૂલોમાંથી શીખ્યા 


- 2013ની ચૂંટણીમાં પીટીઆઇની લોકપ્રિયતા છતાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. જૂની ભૂલોમાંથી પાઠ ભણીને ઇમરાને આ વખતે એક ટેક્નિકલ ટીમ ઉભી કરી. 
- તેનાથી તદ્દન વિરૂદ્ધ શરીફનો પ્રચાર અત્યંત વિખેરાયેલો જોવા મળ્યો. પીએમએલ-એનના અનેક નેતાઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા. 
- નવાઝ, તેમની દીકરી અને જમાઇને જેલ થઇ. શરૂઆતમાં સીએમએસને લઇને પીટીઆઇ ઉમેદવારો અવઢવમાં રહ્યા. 
- ઇમરાને તેઓને એક વીડિયો મેસેજમાં કહ્યું, મેં આ સીએમએસ સિસ્ટમને જોઇ છે, મને એ પણ જાણકારી છે કે, આ કેવી રીતે કામ કરે છે. જે પાંચ ક્ષેત્રોથી હું ચૂંટણી લડી રહ્યો છું, ત્યાં આ સિસ્ટમનો ઉપયોગ થઇ રહ્યો છે. જેટલી ઝડપથી તમે આ સિસ્ટમનો ઉપયોગ કરશો, આવનારા દિવસોમાં જીવન એટલું જ સરળ થઇ જશે. 


વડાપ્રધાનના શપથ સમારંભની તારીખ પાછી ઠેલાઇ 


- પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા જઇ રહેલા ઇમરાન ખાનના શપથ ગ્રહણની તારીખ શરૂઆતમાં 11 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. જે હવે 14 અથવા 15 ઓગસ્ટના રોજ યોજાશે તેવી શક્યતાઓ છે. 
- કાર્યકર વડાપ્રધાન નસરુલ મુલ્કે ઇચ્છા વ્યક્ત કરી છે કે, ઇમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ એટલે કે, 14 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લે. 
- ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) 25 જુલાઇના રોજ યોજાયેલા જનરલ ઇલેક્શનમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. ઇમરાનના ખાતામાં નેશનલ એસેમ્બલીની 270 સીટોમાંથી 116 સીટો આવી છે. 
- નાની પાર્ટીઓની મદદથી સરકાર બનાવવામાં કાર્યરત ઇમરાને 30 જુલાઇના રોજ કહ્યું હતું કે, તેઓ 11 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદ માટે શપથ લેશે.