ત્રીજી પત્ની થકી જ સૈન્ય PMના બેડરૂમ સુધી પહોંચ્યું: પાક લેખક; પહેલી પત્નીએ સૈન્ય સામે લગાવ્યા આરોપ

તારિક ફતેહે કહ્યું કે,  ઇમરાનની ત્રીજી પત્ની સેનાની એજન્ટ છે, તેને સૈન્યએ જ પ્લાન્ટ કરી છે. (ઇમરાન ખાન, બુશરા મનેક સાથે)
તારિક ફતેહે કહ્યું કે, ઇમરાનની ત્રીજી પત્ની સેનાની એજન્ટ છે, તેને સૈન્યએ જ પ્લાન્ટ કરી છે. (ઇમરાન ખાન, બુશરા મનેક સાથે)
ઇમરાનથી 2004માં ડિવોર્સમાં બ્રિટનમાં રહે છે 44 વર્ષીય જેમિમા ગોલ્ડસ્મિથ. (ફાઇલ)
ઇમરાનથી 2004માં ડિવોર્સમાં બ્રિટનમાં રહે છે 44 વર્ષીય જેમિમા ગોલ્ડસ્મિથ. (ફાઇલ)
પાકિસ્તાનના લેખક તારિક ફતેહે આ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનની નવી સરકાર, સૈન્ય નીતિ અને આતંકવાદ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. (ફાઇલ)
પાકિસ્તાનના લેખક તારિક ફતેહે આ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનની નવી સરકાર, સૈન્ય નીતિ અને આતંકવાદ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. (ફાઇલ)

divyabhaskar.com

Sep 09, 2018, 03:36 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની લેખક તારિક ફતેહે આ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનની નવી સરકાર, સૈન્ય નીતિ અને આતંકવાદ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તારિકે વડાપ્રધાન ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મનેક પાકિસ્તાની સેનાની એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પાકિસ્તાન સરકાર સામે આતંકવાદીઓ આગળ ઝૂકવાનો આરોપ લગાવ્યો છે. જેમિમાએ એક ટ્વીટ કરી હતી કે, પાકિસ્તાન સરકાર તરફથી નવી રચાયેલી આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી)માંથી પ્રખ્યાત અર્થશાસ્ત્રી આતિફ મિયાંનું નામાંકન પરત લેવું ખોટું છે.

પાકિસ્તાન ક્યારેય નહીં બદલાયઃ તારિક ફતેહ


- પાકિસ્તાનના જાણીતા લેખક તારિક ફતેહે એક ઇન્ટરવ્યુમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તારિકે કહ્યું કે, પાકિસ્તાન ક્યારેય બદલાઇ ના શકે. ઇમરાન ખાન તો ક્યારેય પાકિસ્તાનને બદલી નહીં શકે.
- ઇમરાનના હાથમાં કંઇ જ નથી, સૈન્યનું તેઓના ઉપર સંપુર્ણ નિયંત્રણ છે. પાકિસ્તાનના પીએમ ઇમરાનની ત્રીજી પત્ની સૈન્યની એજન્ટ છે. તેની મદદથી પાકિસ્તાની સેનાએ વડાપ્રધાનના બેડરૂમ સુધી પહોંચ મેળવી છે.
- તેઓએ કહ્યું કે, જે ખિલાફતના ખલિફા મોહમ્મદ અલી ઝીણા હોય, જેઓને શુવ્વરના માંસનો શોખ હોય અને વ્હિસ્કી સારી લાગતી હોય, જેઓએ દોસ્તની 16 વર્ષની દીકરીને ભાગડી હોય, જ્યાં તેઓને કાયદે આઝમ ગણવામાં આવતા હોય, તે પાકિસ્તાન કેવી રીતે બદલાઇ શકે છે.


ઇમરાનની પત્નીને સૈન્યએ કરી પ્લાન્ટ


- ઇમરાન ખાન પર નિશાન સાધતા તારિક ફતેહે કહ્યું કે, પાકિસ્તાન વિશ્વનું ઇસ્લામિક સ્ટેટ બનશે.
- પાકિસ્તાનમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવાના સવાલ સામે તેઓએ કહ્યું કે, સંસદીય ચૂંટણી પહેલેથી જ ફિક્સ હતી અને એટલા માટે જ સૈન્યને ગોઠવવામાં આવ્યું હતું.
- તારિકે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન સૈન્યનો દેશ છે. ઇમરાનની ત્રીજી પત્ની બુશરા મનેકા સેનાની એજન્ટ છે, તેને સૈન્યએ જ પ્લાન્ટ કરી છે. તેની મદદથી જ પાકિસ્તાની સેના વડાપ્રધાનના બેડરૂમ સુધી પહોંચી ગઇ છે.


આતંકીઓના દબાણ હેઠળ અર્થશાસ્ત્રી મિયાંએ નોમિનેશન પરત લીધું

- ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમાએ પણ પાકિસ્તાન સૈન્ય સામે ગંભીર આરોપો લગાવ્યા છે.
- પાકિસ્તાન સરકારે આતિફ મિયાં અહમદિયા સંપ્રદાયથી હોવાના કારણે કટ્ટરપંથીઓના દબાણમાં આવીને તેઓને ઇએસીનું સભ્ય પદ છોડવાનું કહ્યું હતું.
- કટ્ટરપંથીઓના દબાણમાં આવીને શુક્રવારે ઇમરાન ખાનની આગેવાનીવાળી સરકારે પ્રખ્યાત અર્થશાસ્ત્રી મિયાંનું નવી રચાયેલી આર્થિક પરિષદમાંથી નામાંકન પરત ખેંચ્યુ હતું.
- પાકિસ્તાનના સંવિધાનમાં અહમદિયોને બિન-મુસ્લિમ ગણવામાં આવે છે. કેટલાંક ઇસ્લામી વિચારધારાઓમાં તેઓની માન્યતાઓને ઇશનિંદા કહેવામાં આવે છે.
- મિયાંને હાલમાં જ ઇએસીના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉચ્ચ 25 પ્રતિભાશાળી યુવા અર્થશાસ્ત્રીઓની આતંરરાષ્ટ્રીય કરન્સી ફંડમાં એકમાત્ર પાકિસ્તાની છે.
- મિયાંએ મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી અભ્યાસ કર્યો છે. પ્રતિષ્ઠિત પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

X
તારિક ફતેહે કહ્યું કે,  ઇમરાનની ત્રીજી પત્ની સેનાની એજન્ટ છે, તેને સૈન્યએ જ પ્લાન્ટ કરી છે. (ઇમરાન ખાન, બુશરા મનેક સાથે)તારિક ફતેહે કહ્યું કે, ઇમરાનની ત્રીજી પત્ની સેનાની એજન્ટ છે, તેને સૈન્યએ જ પ્લાન્ટ કરી છે. (ઇમરાન ખાન, બુશરા મનેક સાથે)
ઇમરાનથી 2004માં ડિવોર્સમાં બ્રિટનમાં રહે છે 44 વર્ષીય જેમિમા ગોલ્ડસ્મિથ. (ફાઇલ)ઇમરાનથી 2004માં ડિવોર્સમાં બ્રિટનમાં રહે છે 44 વર્ષીય જેમિમા ગોલ્ડસ્મિથ. (ફાઇલ)
પાકિસ્તાનના લેખક તારિક ફતેહે આ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનની નવી સરકાર, સૈન્ય નીતિ અને આતંકવાદ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. (ફાઇલ)પાકિસ્તાનના લેખક તારિક ફતેહે આ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનની નવી સરકાર, સૈન્ય નીતિ અને આતંકવાદ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી