ઇમરાન ખાન 18 ઓગસ્ટે શપથ લેશે: ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરોને આમંત્રણ

ભારતીય હાઇ કમિશનર અજય બિસારીયા સવારે ઈમરાન સાથે મળ્યા હતા

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 04:49 AM
imran khan to take oath on 18 august

ઇસ્લામાબાદ: પાકિસ્તાન તહરિફ-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇમરાન ખાન 18 આગસ્ટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. પાર્ટીના સાંસદ ફૈસલ જાવેદે આ માહિતી શુક્રવારે ટ્વિટ કરીને આપી હતી. બીજી તરફ, ભારતીય હાઇ કમિશનર અજય બિસારીયા સવારે ઈમરાન સાથે મળ્યા હતા. તેમણે ઇમરાન ખાનને ટીમ ઈન્ડિયાની સહીંવાળું એક બેટ ભેટ આપ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ હતી. ઇમરાન ખાનની પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ 116 બેઠકો પર વિજય મેળવ્યો છે. ફૈસલ જાવેદે જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની શપથ વિધીમાં કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધૂ અને સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેઓ 11 ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરવાના હતા

ચૂંટણીની જીત બાદ ઇમરાન ખાન શપથ ગ્રહણ માટે 11 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. ચૂંટણી પંચે પીટીઆઇના બે ઉમેદવારોની જીતની સૂચના આપી નથી. આ કારણે શપથ ગ્રહણની તારીખ 14 ઓગસ્ટ સુધી મોકુફ રાખ્યાના સમાચાર પણ આવ્યા હતા. તાજેતરમાં, તેઓ પર સરકારી હેલિકોપ્ટરનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. એવું માનવામાં આવે છે કે આ જ કારણસર બીજી વાર તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિલંબ થયો હતો. જો કે, તેમણે હેલિકોપ્ટર કેસમાં માફી માગી લીધી છે

X
imran khan to take oath on 18 august
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App