ઇમરાને કહ્યું- અમે યુદ્ધની વિરૂદ્ધ; સીમા પર વહેતા લોહીનો બદલો લઇશું- પાક આર્મી ચીફ

આર્મી ચીફે કહ્યું કે, ભારત અધિકૃત કાશ્મીર (PoK)ના લોકોના ઉત્સાહ અને હિંમતને સલામ

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:54 PM
1965ની ભારત-પાક યુદ્ધની 53મી અનિવર
1965ની ભારત-પાક યુદ્ધની 53મી અનિવર

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ 1965ના યુદ્ધની 53મી એનિવર્સરી પર કહ્યું કે, અમે સીમા પર વહેલા લોહીનો બદલો લઇશું. 1965 અને 1971ના યુદ્ધથી અમે ઘણી શીખ લીધી છે. 6 સપ્ટેમ્બરનો દિવસ પાકિસ્તાન માટે યાદગાર છે. અમારાં મકાનો, સ્કૂલો અને નેતાઓ પર હુમલા કરવામાં આવ્યા, આ અમને કમજોર કરવાનું કાવતરું હતું.

કાશ્મીરના લોકોની હિંમતને સલામ


- જનરલ બાજવાએ કહ્યું કે, ભારત અધિકૃત કાશ્મીરના લોકોની હિંમતને સલામ છે. પોતાના આત્મસન્માન માટે કાશ્મીર જે પરિસ્થિતિ સામે લડી રહ્યું છે, તે વખાણવાલાયક છે.
- તેઓએ આતંકવાદ વિરૂદ્ધ એકજૂથ થઇને લડવાની વાત પણ કરી. આર્મી ચીફે કહ્યું કે, અત્યાર સુધી થયેલા યુદ્ધમાં 70 હજારથી વધુ પાકિસ્તાનીઓના મોત થયા છે અથવા ઘાયલ થયા છે.
- તેઓએ આરોપ લગાવ્યો છે કે, 1965માં ભારતીય સેનાએ રાતના અંધારામાં પાકિસ્તાન પર હુમલો કર્યો હતો, પરંતુ અમે તેને નિષ્ફળ કરી દીધું.
- બાજવાએ કહ્યું કે, બે દાયકાથી દેશ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો છે અને આ યુદ્ધ હજુ પણ યથાવત છે.

પહેલાં દિવસથી યુદ્ધની વિરૂદ્ધ


- કાર્યક્રમમાં વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન અન્ય દેશના યુદ્ધનો હિસ્સો નહીં બને. હું પહેલાં દિવસથી જ યુદ્ધની વિરૂદ્ધ છું.
- પાકિસ્તાની સેના યોગ્ય રીતે કામ કરી રહી છે અને રાજનીતિમાં તેનો કોઇ હસ્તક્ષેપ નથી. અમારી વિદેશ નીતિ બીજાં દેશો સાથે સંબંધ યોગ્ય કરવાની છે.

X
1965ની ભારત-પાક યુદ્ધની 53મી અનિવર1965ની ભારત-પાક યુદ્ધની 53મી અનિવર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App