તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં પુત્રોને આમંત્રણ નહીં; સમર્થકો વડાપ્રધાનના નિર્ણયથી નારાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇમરાન ખાને શનિવારે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેઓના શપથ ગ્રહણને લઇ પાકિસ્તાનમાં અનેક કારણોથી ઉત્સુકતા છે. બીજી તરફ ચર્ચા એવી પણ હતી કે, ઇમરાનની પહેલી પત્ની જેમિમાના બે પુત્રો છે, તેઓ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે કે નહીં, શું જેમિમા પણ આવશે? હાલ તો ઇમરાને બંને દીકરાઓને પોતાના જીવનના સંભવતઃ સૌથી મહત્વપૂર્ણ પળોમાંથી એકમાં સામેલ નથી કર્યા. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ઇમરાનની પાર્ટીના સમર્થકો પોતાના નેતાના આ નિર્ણયથી વ્યથિત છે. 


કોણ છે ઇમરાનના બંને દીકરા? 


- પાકિસ્તાનના ન્યૂઝપેપર ધ ન્યૂઝનારિપોર્ટમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઇમરાનના બંને દીકરાઓ શપથ ગ્રહણમાં શા માટે નથી આવ્યા? 

- ઇમરાને જેમિમા સાથે 1995માં લગ્ન કર્યા હતા. બંનેના બે પુત્રો છે. ઇમરાન અને જેમિમાના મોટાં પુત્ર સુલેમાન ઇસાનો જન્મ 1996 અને કાસિમનો ત્રણ વર્ષ બાદ એટલે કે, 1999માં જન્મ થયો હતો. 
- બંને દીકરાઓ ઇંગ્લેન્ડમાં રહે છે અને હાલ સ્કોટલેન્ડમાં વેકેશન ગાળી રહ્યા છે. 


ઇમરાનના શપથ ગ્રહણમાં પાક આર્મી ચીફને ભેટ્યા સિદ્ધુ, બીજેપીએ ઉઠાવ્યા સવાલ

 

પુત્રો આવવા ઇચ્છતા હતા, પિતાએ કર્યો ઇન્કાર 


- રિપોર્ટ અનુસાર, ઇમરાનની પાર્ટીના એક સમર્થકે જેમિમાને ટ્વીટર પર કહ્યું કે, પાકિસ્તાનના લોકો પોતાના વડાપ્રધાનના બંને દીકરાઓને જોવા ઇચ્છે છે. 


શું તેઓ પિતાના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે?


- જેમિમાએ તેના જવાબમાં કહ્યું કે, સુલેમાન અને કાસિમ તો શપથ ગ્રહણમાં સામેલ થવા ઇચ્છતા હતા, પરંતુ તેમના પિતા એટલે ઇમરાન ખાને જ તેઓને પાકિસ્તાન આવવાની મનાઇ કરી છે. 
- ખાસ વાત એ છે કે, જેમિમાએ આ ટ્વીટની સાથે જ એક અસમંજસવાળાં ઇમોજી (confused emoji)નો પણ ઉપયોગ કર્યો છે. 
- હવે પાકિસ્તાનના મીડિયામાં ચર્ચા થઇ રહી છે કે, શું ઇમરાને ત્રીજી પત્ની બુશરા માનેકને નારાજ નહીં કરવાના કારણે આ નિર્ણય લીધો. 
- ઉલ્લેખનીય છે કે, ઇમરાનના પહેલાં લગ્ન જેમિમા સાથે, બીજાં રહેમ ખાન સાથે અને ત્રીજાં લગ્ન બુશરા માનેક સાથે થયા છે. પહેલી બંને પત્નીઓથી તેઓએ ડિવોર્સ લીધા છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઇમરાનના પરિવારની વધુ તસવીરો...