ઇમરાનનું નિવેદન/ BJP એન્ટી-મુસ્લિમ અને એન્ટી-પાકિસ્તાની પાર્ટી છે, શાંતિના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાઃ પાક. PM

divyabhaskar.com

Dec 07, 2018, 07:13 PM IST
જો અમેરિકા એવું સમજે છે કે તે પાકિસ્તાનનો ભાડાંની બંદૂકની માફક ઉપયોગ કરશે તો એવા તકવાદી સંબંધોનો અમને ખપ નથી: ઇમરાન ખાન
જો અમેરિકા એવું સમજે છે કે તે પાકિસ્તાનનો ભાડાંની બંદૂકની માફક ઉપયોગ કરશે તો એવા તકવાદી સંબંધોનો અમને ખપ નથી: ઇમરાન ખાન

- ઇમરાને કહ્યું, અમેરિકા માટે પાક ભાડાંની બંધૂક જેવું નથી, સંબંધ સરખામણીના આધારે બનશે.
- આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધમાં અમેરિકાની સાથે હતું પાકિસ્તાન, અમારાં 80 હજાર લોકો માર્યા ગયા પરંતુ તેઓએ ભરોસો ના કર્યો.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારતની સત્તારૂઢ પાર્ટી (BJP) મુસ્લિમ અને પાકિસ્તાન વિરોધી છે. ઇમરાને વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતે મારાં તરફથી કરવામાં આવેલા શાંતિના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા. જુલાઇમાં ચૂંટણી જીત્યા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં ઇમરાને કહ્યું હતું કે, ભારત એક ડગલું ચાલશે તો અમે બે ડગલાં ચાલીશું. હાલમાં જ પાકિસ્તાને ભારતને સાર્ક સમિટમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. જે અંગે ફોરેન મિનિસ્ટર સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, વાતચીત અને આતંકવાદ એકસાથે ના થઇ શકે.

પાકિસ્તાન આતંકવાદીઓને શરણ નથી આપતું: ઇમરાન


- ભારત મુંબઇ હુમલાના અપરાધીઓને સજા થાય તેવું ઇચ્છે છે, આ સવાલ પર ઇમરાને કહ્યું કે, મેં સરકારને કેસની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવાનું કહ્યું છે. આ આતંકવાદથી જોડાયેલો મુદ્દો હતો, અમે તેનો ઉકેલ લાવવા ઇચ્છે છે. મને આશા છે કે, જ્યારે ભારતમાં ચૂંટણી થશે તો બંને દેશોમાં વાતચીત શરૂ થઇ શકશે.
- પાકિસ્તાન કોઇ આતંકી અથવા આતંકવાદી જૂથને દેશમાં શરણ નથી આપી રહ્યું. જ્યારથી હું સત્તામાં આવ્યો છું, આર્મી પાસેથી મને જાણકારી મળી રહી છે. હું અમેરિકાને સવાલ કરવા માંગુ છું કે, અમારાં દેશમાં આતંકી જૂથ ક્યાં સક્રિય છે? જો અફઘાન બોર્ડર પાર કરીને 2થી 3 હજાર તાલિબાન અહીં આવ્યા હશે તો તેઓને અફઘાન કેમ્પમાં મોકલી દેવામાં આવશે.
- પાકિસ્તાનને 9/11 સાથે કોઇ લેવા-દેવા નથી. ઓસામા અફઘાનિસ્તાનમાં હતો, તેમાં કોઇ પાકિસ્તાનની ભૂમિકા નહતી. 1980ના દાયકામાં પાકના અફઘાનિસ્તાનમાં સોવિયેત સેના વિરૂદ્ધ અમેરિકાની મદદ કરી, પરંતુ તેણે નુકસાન વેઠવું પડ્યું.
- આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધમાં અમારાં 80 હજાર લોકોનાં મોત થયા, 10.58 લાખ કરોડનું નુકસાન થયું. અમારે ત્યાં રોકાણકારો આવતા નથી કે રમવા માટે કોઇ ટીમ પણ આવવા તૈયાર નથી.

અમેરિકા અંગે ઇમરાનની ચાર મહત્વની વાત


1. જો અમેરિકા એવું સમજે છે કે તે પાકિસ્તાનનો ભાડાંની બંદૂકની માફક ઉપયોગ કરશે તો એવા તકવાદી સંબંધોનો અમને ખપ નથી.
2. અમે આત્મસન્માનની સાથે અમેરિકા સાથે સંબંધ રાખવા ઇચ્છીએ છીએ. અમેરિકા સાથે સંબંધોનો અર્થ એ નહીં હોય કે, અમેરિકાના હિતમાં નિર્દોષ પાકિસ્તાનીએ પોતાનો જીવ આપવો પડે.
3. જેવી રીતે અમે ચીન સાથે વ્યાપારી સંબંધો ધરાવીએ છીએ એવા જ સંબંધો અમેરિકા સાથે પણ છે.
4. અમેરિકાની રાજનીતિનો વિરોધ કરવો તેનો અર્થ એવો નથી કે અમે અમેરિકા વિરોધી હોઇએ. આમ ધારી લેવું એ સામ્યવાદી માનસિકતા છે.

પાકિસ્તાન પર ભરોસો ના કર્યો

- આતંકવાદ વિરૂદ્ધ અમેરિકન યુદ્ધમાં અમે પણ સામેલ હતા, અમારાં નાગરિક-સૈનિકોના મોત થયાં, પરંતુ લાદેનના અંતમાં અમારાં સહયોગીઓને અમારાં ઉપર જ ભરોસો નહતો.


કાશ્મીર હજુ પણ પ્રમુખ મુદ્દો


- પાકિસ્તાનના ફોરેન ડિપાર્ટમેન્ટના સ્પોક્સપર્સન મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, ભલે સરકારે કરતારપુર કોરિડોર ખોલવાનો નિર્ણય લીધો હોય, પરંતુ કાશ્મીર હજુ પણ પ્રમુખ મુદ્દો છે.
- પાકિસ્તાન સરકાર જમ્મુ-કાશ્મીર વિવાદ પર બેકફૂટ પર નહી જાય. કરતારપુર કોરિડોરને ખોલવાનો નિર્ણય શીખોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

X
જો અમેરિકા એવું સમજે છે કે તે પાકિસ્તાનનો ભાડાંની બંદૂકની માફક ઉપયોગ કરશે તો એવા તકવાદી સંબંધોનો અમને ખપ નથી: ઇમરાન ખાનજો અમેરિકા એવું સમજે છે કે તે પાકિસ્તાનનો ભાડાંની બંદૂકની માફક ઉપયોગ કરશે તો એવા તકવાદી સંબંધોનો અમને ખપ નથી: ઇમરાન ખાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી