ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Hafiz Saeed filed pitition to Lahore HC to put stay on his arrest

  HCએ હાફિઝની ધરપકડ પર લગાવી રોક, આતંકીએ પોતાને કહ્યો સોશિયલ વર્કર

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 05:01 PM IST

  UNની સ્પેશિયલ તપાસ ટીમ એ વાતની તપાસ કરશે કે પાક. સરકારે સઇદ અને તેના સંગઠનો પર લાગેલા પ્રતિબંધો પર કેટલો અમલ કર્યો
  • હાફિઝ સઇદે પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાની સંભવિત ધરપકડ પર સ્ટેની માંગ કરી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાફિઝ સઇદે પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાની સંભવિત ધરપકડ પર સ્ટેની માંગ કરી છે. (ફાઇલ)

   લાહોર/નવી દિલ્હી: લાહોર હાઇકોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની સંભવિત ધરપકડ પર રોક લગાવી દીધી છે. સઇદે મંગળવારે એક અરજી દાખલ કરીને પોતાની સંભવિત ધરપકડ પર સ્ટે લગાવવાની માંગ કરી હતી. યુએનની એક સ્પેશિયલ તપાસ ટીમ કાલે પાકિસ્તાન જઇ રહી છે. આ ટીમ એ વાતની તપાસ કરશે કે પાકિસ્તાન સરકારે સઇદ અને તેના સંગઠનો પર લાગેલા પ્રતિબંધો પર કેટલો અને કેવી રીતે અમલ કર્યો છે. સઇદને ડર હતો કે તપાસ ટીમના આવતા પહેલા ભારત અને અમેરિકાના દબાણમાં તેની ધરપકડ થઇ શકે છે. સઇદે પિટિશનમાં કહ્યું હતું કે તે સમાજના કલ્યાણ માટે કામ કરે છે.

   લાંબા સમયથી સમાજના કલ્યાણ માટે કામ કરું છું

   - સઇદ તરફથી તેના વકીલ એ.કે. ડોગરે મંગળવારે લાહોર હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી. તેમાં કહેવામાં આવ્યું- ભારત અને અમેરિકાના દબાણમાં પાકિસ્તાન સરકાર મારા ક્લાયન્ટ હાફિઝ મોહમ્મદ સઇદની ધરપકડ કરી શકે છે. સરકારને આવું કરવાથી રોકવામાં આવે.

   - પિટિશનમાં સઇદના હવાલાથી કહેવામાં આવ્યું છે- મેં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન જેવા સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન્સ બનાવ્યા. તેના દ્વારા 142 સ્કૂલ અને ત્રણ યુનિવર્સિટીઓ દેશના ભલા માટે બનાવી. હું સમાજ કલ્યાણ માટે લાંબા સમયથી કામ કરી રહ્યો છું.

   - ડોગરે કહ્યું- સઇદને પહેલા જ લાંબા સમય સુધી કોઇપણ જાતના ઠોસ આધાર વગર હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવી ચૂક્યો છે. હવે સરકાર યુએન ટીમના પાકિસ્તાન આવતા પહેલા તેની ધરપકડ કરવા માંગે છે. તેને રોકવામાં આવે.

   સઇદ સુધી સીધી પહોંચ શક્ય નથી

   - પાકિસ્તાનના ન્યુઝપેપર 'ધ નેશન' એ ગત દિવસોમાં યુએન ટીમની તપાસ વિશે એક રિપોર્ટ પબ્લિશ કર્યો. તેમાં સરકારના સૂત્રોના હવાલાથી ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી.

   - આ સૂત્રો પ્રમાણે, યુએન સિક્યોરિટી કાઉન્સિલની sanction monitoring teamને હાફિઝ સઇદ અથવા જમાત-ઉદ-દાવા ઉપરાંત તેની સાથે જોડાયેલા બાકીના સંગઠનો સુધી સીધી પહોંચ (direct access) નહીં આપવામાં આવે.

   - એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે નક્કી કર્યું છે કે હાફિઝ સઇદના મામલે તેઓ દબાણમાં નહીં આવે.

   પાકિસ્તાનના કયા સંગઠનો પર બેન?

   - યુએનએ પાકિસ્તાનમાં ઘણા સંગઠનોને બેન કર્યા છે. તેમાં જમાત-ઉદ-દાવા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન અને લશ્કર-એ-તોઇબા સામેલ છે. આ ઉપરાંત આ સંગઠનોના પ્રમુખોમા જેમાં હાફિઝ સઇદ પણ સામેલ છે, તેમને પણ બેન કરવામાં આવ્યા છે.

  • સઇદને ડર છે કે તપાસ ટીમના આવતા પહેલા ભારત અને અમેરિકાના દબાણમાં તેની ધરપકડ કરવામાં આવી શકે છે. સઇદે પિટિશનમાં કહ્યું છે કે તેઓ સમાજના ભલા  માટે કામ કરે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સઇદને ડર છે કે તપાસ ટીમના આવતા પહેલા ભારત અને અમેરિકાના દબાણમાં તેની ધરપકડ કરવામાં આવી શકે છે. સઇદે પિટિશનમાં કહ્યું છે કે તેઓ સમાજના ભલા માટે કામ કરે છે. (ફાઇલ)

   લાહોર/નવી દિલ્હી: લાહોર હાઇકોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની સંભવિત ધરપકડ પર રોક લગાવી દીધી છે. સઇદે મંગળવારે એક અરજી દાખલ કરીને પોતાની સંભવિત ધરપકડ પર સ્ટે લગાવવાની માંગ કરી હતી. યુએનની એક સ્પેશિયલ તપાસ ટીમ કાલે પાકિસ્તાન જઇ રહી છે. આ ટીમ એ વાતની તપાસ કરશે કે પાકિસ્તાન સરકારે સઇદ અને તેના સંગઠનો પર લાગેલા પ્રતિબંધો પર કેટલો અને કેવી રીતે અમલ કર્યો છે. સઇદને ડર હતો કે તપાસ ટીમના આવતા પહેલા ભારત અને અમેરિકાના દબાણમાં તેની ધરપકડ થઇ શકે છે. સઇદે પિટિશનમાં કહ્યું હતું કે તે સમાજના કલ્યાણ માટે કામ કરે છે.

   લાંબા સમયથી સમાજના કલ્યાણ માટે કામ કરું છું

   - સઇદ તરફથી તેના વકીલ એ.કે. ડોગરે મંગળવારે લાહોર હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી. તેમાં કહેવામાં આવ્યું- ભારત અને અમેરિકાના દબાણમાં પાકિસ્તાન સરકાર મારા ક્લાયન્ટ હાફિઝ મોહમ્મદ સઇદની ધરપકડ કરી શકે છે. સરકારને આવું કરવાથી રોકવામાં આવે.

   - પિટિશનમાં સઇદના હવાલાથી કહેવામાં આવ્યું છે- મેં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન જેવા સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન્સ બનાવ્યા. તેના દ્વારા 142 સ્કૂલ અને ત્રણ યુનિવર્સિટીઓ દેશના ભલા માટે બનાવી. હું સમાજ કલ્યાણ માટે લાંબા સમયથી કામ કરી રહ્યો છું.

   - ડોગરે કહ્યું- સઇદને પહેલા જ લાંબા સમય સુધી કોઇપણ જાતના ઠોસ આધાર વગર હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવી ચૂક્યો છે. હવે સરકાર યુએન ટીમના પાકિસ્તાન આવતા પહેલા તેની ધરપકડ કરવા માંગે છે. તેને રોકવામાં આવે.

   સઇદ સુધી સીધી પહોંચ શક્ય નથી

   - પાકિસ્તાનના ન્યુઝપેપર 'ધ નેશન' એ ગત દિવસોમાં યુએન ટીમની તપાસ વિશે એક રિપોર્ટ પબ્લિશ કર્યો. તેમાં સરકારના સૂત્રોના હવાલાથી ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી.

   - આ સૂત્રો પ્રમાણે, યુએન સિક્યોરિટી કાઉન્સિલની sanction monitoring teamને હાફિઝ સઇદ અથવા જમાત-ઉદ-દાવા ઉપરાંત તેની સાથે જોડાયેલા બાકીના સંગઠનો સુધી સીધી પહોંચ (direct access) નહીં આપવામાં આવે.

   - એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે નક્કી કર્યું છે કે હાફિઝ સઇદના મામલે તેઓ દબાણમાં નહીં આવે.

   પાકિસ્તાનના કયા સંગઠનો પર બેન?

   - યુએનએ પાકિસ્તાનમાં ઘણા સંગઠનોને બેન કર્યા છે. તેમાં જમાત-ઉદ-દાવા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન અને લશ્કર-એ-તોઇબા સામેલ છે. આ ઉપરાંત આ સંગઠનોના પ્રમુખોમા જેમાં હાફિઝ સઇદ પણ સામેલ છે, તેમને પણ બેન કરવામાં આવ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hafiz Saeed filed pitition to Lahore HC to put stay on his arrest
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `