PAK / જલેબી અને બરફીને પાછળ રાખીને ગુલાબજાંબુ બન્યા પાકિસ્તાનની નેશનલ મીઠાઇ, Twitter પર લોકોએ ઉડાવી મજાક

divyabhaskar.com | Updated - Jan 09, 2019, 08:18 PM
Gulab Jamun Beats Jalebi & Barfi To Become The National Sweet Of Pakistan
X
Gulab Jamun Beats Jalebi & Barfi To Become The National Sweet Of Pakistan

  • પાકિસ્તાનની નેશનલ મીઠાઇ કઇ છે? આ મુદ્દે પાકિસ્તાન સરકારે બાકાયદા સર્વે કરાવ્યો
  • સવાલના જવાબમાં ત્રણ ઓપ્શન રાખ્યા - જલેબી, ગુલાબજાંબુ અને બરફી 
  • વોટિંગમાં 15,196 લોકોએ ભાગ લીધો, સૌથી વધુ 47% લોકોએ ગુલાબજાંબુ પર પસંદગી ઉતારી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લોકોને એક સવાલ પૂછ્યો કે પાકિસ્તાનની રાષ્ટ્રીય મીઠાઇ કઇ છે? આ સવાલના જવાબમાં ત્રણ ઓપ્શન રાખ્યા - જલેબી, ગુલાબજાંબુ અને બરફી. મોટાભાગના પાકિસ્તાનીઓએ ગુલાબજાંબુને પસંદ કર્યા, પરંતુ કેટલાક લોકોએ ટ્વિટર પર કોમેન્ટ્સનો વરસાદ લાવી દીધો. 

 


 

 

 

લોકોએ પુછ્યું, સોન પાપડી અને હલવા ભૂલી ગયા?

જે મળશે એ ખાઇ લઇશું
1.ટ્વીટર પર લોકોએ કોમેન્ટ કરી કે જે પણ મળી જાય તેને નેશનલ સ્વીટ સમજીને ખાઇ લઇશું. તો કોઇએ કીધું હલવા અને સોન પાપડીને ભૂલી ગયા? વળી અન્ય એક યૂઝરે કહ્યું કે, પાકિસ્તાનના મોટાંભાગના લોકોને જલેબી પસંદ છે. 
2.પાકિસ્તાન સરકારના આ સવાલનો જવાબ આપવા માટે અંદાજિત 15 હજાર લોકો આ ક્વિઝ સાથે જોડાયા. તેમાંથી 47 ટકા લોકોએ એટલે કે સૌથી વધુ વોટ ગુલાબજાંબુને આપ્યા. 34 ટકા લોકોએ બરફીને પસંદ કરી તો 19 ટકા લોકોએ જલેબીને વોટ આપ્યો. 
3.
4.
પાક ગવર્મેન્ટના ટ્વીટર પર 5 લાખ ફૉલોઅર્સ
5.પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટ પર અંદાજિત 5 લાખ ફૉલોઅર્સ છે. અહીંની વસતી અંદાજિત 19.7 કરોડ છે. 
6.ગુલાબજાંબુ ઉપરાંત પાકિસ્તાનમાં કરાચીનો હલવો, જલેબી, મોતીચૂરના લાડુ અને બૂંદીના લાડુ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ બધાને પાછળ છોડીને પાકિસ્તાનમાં ગુલાબ જાંબુ રાષ્ટ્રીય મિઠાઇ બની ગઇ છે. 
7.ભારતમાં જલેબીને રાષ્ટ્રીય મિઠાઇ કહેવામાં આવે છે, જો કે અહીં સત્તાવાર રીતે જલેબીને નેશનલ સ્વીટ તરીકે માન્યતા પ્રાપ્ત નથી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App