પૂર્વ પાક. PM અબ્બાસી પર ગુપ્ત માહિતી શરીફને પહોંચાડવાનો આરોપ

શાહિદ ખાકાન અબ્બાસી (ફાઇલ)
શાહિદ ખાકાન અબ્બાસી (ફાઇલ)

લાહોર: પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી વિરુદ્ધ જામીનપાત્ર ધરપકડના વોરંટ જાહેર કર્યા છે. તેમના પર ભ્રષ્ટાચારના મામલે દોષી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથે એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની વિગતો શેર કરવાનો આરોપ છે.

divyabhaskar.com

Sep 11, 2018, 09:56 AM IST

લાહોર: પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી વિરુદ્ધ જામીનપાત્ર ધરપકડના વોરંટ જાહેર કર્યા છે. તેમના પર ભ્રષ્ટાચારના મામલે દોષી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથે એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની વિગતો શેર કરવાનો આરોપ છે.

શરીફે મે માં ડોન ન્યુઝપેપરને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમના આ દાવા પછી સેના અને સરકારની વચ્ચે તણાવ વધી ગયો હતો. તેના પર અબ્બાસીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી.

શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ

અરજદારનો આરોપ છે કે ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકની માહિતી તેમણે શરીફને આપી હતી. અરજદારે કહ્યું કે અબ્બાસીએ આવું કરીને વડાપ્રધાન તરીકે લીધેલી તેમની શપથનું ઉલ્લંઘન કર્યું. સુરક્ષાના સિદ્ધાંતોનું અપમાન કર્યું છે. અરજીમાં શરીફ પર પણ રાજદ્રોહની કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

X
શાહિદ ખાકાન અબ્બાસી (ફાઇલ)શાહિદ ખાકાન અબ્બાસી (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી