ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» He served as ambassador from 2008 to 2011 in US and was removed for alleged role in what is known as Memogate controversy

  ભારતની શીખ લેવાની સલાહ આપનાર પાક.ના પૂર્વ ડિપ્લોમેટ પર કેસ

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 05:18 PM IST

  પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહત ડિસ્ટ્રિક્ટમાં દેશ વિરૂદ્ધ હેટ સ્પીચ આપવા માટે દાખલ કરવામાં આવ્યો કેસ
  • PAKના પૂર્વ ડિપ્લોમેટ હુસૈન હક્કાનીએ થોડાં દિવસ પહેલાં ભારત અને પીએમ મોદીના વખાણ કર્યા હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   PAKના પૂર્વ ડિપ્લોમેટ હુસૈન હક્કાનીએ થોડાં દિવસ પહેલાં ભારત અને પીએમ મોદીના વખાણ કર્યા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં પાકિસ્તાનના એમ્બેસેડર રહી ચૂકેલા હુસૈન હક્કાની પર પાક સરકાર અને મિલિટરી વિરૂદ્ધ હેટ સ્પીચ આપવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હક્કાની પર આરોપ છે કે, તેઓએ પોતાના પુસ્તકો અને નિવેદનોથી દુનિયાની સામે પાકની ઇમેજ ખરાબ કરી છે. તેમની ઉપર પખ્તૂનખ્વા પ્રાંતના કોહત ડિસ્ટ્રિક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં હક્કાનીએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા પાકિસ્તાને તેમની પાસેથી શીખ લેવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું હતું કે, મોદીએ પાકિસ્તાનની સાથે સંબંધો સુધારવાની ઘણી કોશિશ કરી પરંતુ પઠાણકોટ હુમલા બાદ તેઓની તમામ કોશિશો નિષ્ફળ બની. હક્કાની આ પહેલાં પણ પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં નાટકનો આરોપ લગાવી ચૂક્યા છે.

   CIA અને RAW એજન્ટ્સને વિઝા આપવાનો આરોપ
   - હક્કાની પર પાકિસ્તાનના વિરૂદ્ધ ખોટાં નિવેદનને લઇને આરોપ લગાવવામાં આવ્યા છે. FIR દાખલ કરનાર એક વ્યક્તિએ તેમના ઉપર એમ્બેસેડર રહેવા દરમિયાન CIA (અમેરિકા) અને RAW (ભારત) એજન્ટ્સને વિઝા આપવાનો આરોપ લગાવ્યો હતો.
   - તેમની ઉપર પાકિસ્તાન પીનલ કોડ હેઠળ દેશ વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરવા અને આતંકવાદી ષડયંત્રની ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
   - ઉલ્લેખનીય છે કે, હક્કાની 2008થી 2011 સુધી અમેરિકામાં પાકિસ્તાનના એમ્બેસેડર રહ્યા હતા. પોલીસ ઓફિસરોના જણાવ્યા અનુસાર, કેસ દરમિયાન હક્કાનીએ પોતાને સરેન્ડર કરવાનું રહેશે નહીં તો તેઓને ભાગેડૂ જાહેર કરવામાં આવશે.

   સરકાર અને આર્મી પર લગાવી ચૂક્યા છે મોટાં આરોપ
   - હક્કાની 1992થી 1993માં શ્રીલંકામાં એમ્બેસેડર રહ્યા હતા. તેઓ ઘણીવાર પાકિસ્તાન સરકાર અને આર્મી પર લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવતા રહે છે.
   - હાલમાં જ તેઓએ પાકિસ્તાની આર્મી પર મોટો આરોપ લગાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, પાક આર્મી અફઘાનિસ્તાનમાં આગ લગાવી રહી છે અને તેને બૂઝાવવાનું નાટક પણ કરી રહી છે.
   - તો વળી, અમેરિકાના વખાણ કરતાં તેઓએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન છોડતી વખતે તેઓ દેશને મજબૂત સરકાર અને સેના આપીને જશે.

  • અમેરિકા અને શ્રીલંકામાં PAKના ભૂતપૂર્વ એમ્બેસેડર રહી ચૂક્યા છે હક્કાની
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકા અને શ્રીલંકામાં PAKના ભૂતપૂર્વ એમ્બેસેડર રહી ચૂક્યા છે હક્કાની

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: He served as ambassador from 2008 to 2011 in US and was removed for alleged role in what is known as Memogate controversy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `