PAK: વધુ 2 ચૂંટણીસભામાં બ્લાસ્ટ, 133 પર પહોંચ્યો મૃત્યુઆંક; 200 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં શુક્રવારે બે અલગ અલગ ચૂંટણી સભામાં બ્લાસ્ટ થયા હતા. જેમાં બલૂચિસ્તાન આવામી પાર્ટી (બીએપી) પ્રમુખ સિરાજ રાયસાની સહિત 132 લોકોનાં મોત થયા હતા. 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 


- પાકિસ્તાની મીડિયા અનુસાર, પહેલો બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતની મસ્તુંગ ઘાટીમાં બીએપીની ચૂંટણી સભામાં થયો. જેમાં પાર્ટી પ્રમુખ નવાબજાદા સિરાજ રાયસાની સહિત 120થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 
- આ ઉપરાંત અંદાજિત 200 લોકો ગંભીર રીતે જખમી થયા હતા. સિરાજ બલૂચિસ્તાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ રાયસાનીના ભાઇ હતા. 
- તેઓ મસ્તુંગ જિલ્લાથી ચૂંટણી લડી રહ્યા હતા. ઘાયલોને ક્વેટા સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
- બીજો બ્લાસ્ટ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અકરમ ખાન દુર્રાનીની ચૂંટણી સભામાં થયો. તેમાં મૃતકોની સંખ્યા 10 હતી. આ સિવાય અંદાજિત 32 લોકો ઘાયલ થયા છે. 
- ઘટના સમયે દુર્રાની નોર્થ વિજિરિસ્તાનની પાસે રેલીમાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ રિમોટ કંટ્રોલથી કરવામાં આવ્યો હતો. 

 


10 જુલાઇના રોજ બ્લાસ્ટમાં 20નાં મોત 


- આ પહેલાં 10 જુલાઇના રોજ પેશાવરમાં આયોજિત અવામી નેશનલ પાર્ટી (એએનપી)ની ચૂંટણી સભા દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો. 
- જેમાં પાર્ટી પ્રમુખ હારૂન બિલૌર સહિત 20 લોકોનાં મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો... 

 

અન્ય સમાચારો પણ છે...