Divya Bhaskar

Home » International News » Pakistan » અહેમદ જટોઇએ સિંગરને ઉભા થઇને ગાવાનું કહ્યું | singers husband revealed that she was six months pregnant

પ્રેગ્નન્ટ સિંગર કરી રહી હતી પર્ફોર્મ, સામાન્ય વાત પર મારી ત્રણ ગોળીઓ

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 03:36 PM

સિંગરે આવું કરવાની ના પાડી તો તેણે ગુસ્સામાં ગન કાઢી તેને શૂટ કરી દીધી

  • ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્ટેજ ઉપર જ લોકલ સિંગરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સિંગરના પતિએ જણાવ્યું કે, તે 6 મહિનાથી પ્રેગ્નન્ટ હતી. આરોપ છે કે, તારિક જટોઇ નામના વ્યક્તિએ તેને ઉભા થઇને ગાવાનું કહ્યું, પરંતુ જ્યારે સિંગરે આવું કરવાની ના પાડી તો તેણે ગુસ્સામાં ગન કાઢી તેને શૂટ કરી દીધી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


    સિંગરને મારી ત્રણ ગોળીઓ


    - 24 વર્ષીય સમિન સામૂન સિંધ પ્રાંતના લારકાના જિલ્લામાં એક સમારંભમાં પર્ફોર્મ કરી રહી હતી. તે સ્ટેજ પર બેસીને ગીતો ગાઇ રહી હતી.
    - આરોપ છે કે, તારિક અહેમદ જટોઇ નામના વ્યક્તિએ સિંગરને ઉભા થઇને ગાવાનું કહ્યું, પરંતુ સિંગરે એવું કરવાની ના પાડી દીધી.
    - સિંગરે કહ્યું કે, તે પ્રેગ્નન્ટ છે અને વધારે સમય સુધી ઉભી નથી રહી શકતી. પરંતુ થોડાં સમય બાદ સિંગર ઉભી થઇને ગાવા લાગી. લોકો તેની ઉપર નોટ ઉડાવી રહ્યા હતા.
    - આવું અંદાજિત ચારથી પાંચ સેકન્ડ ચાલ્યું કે, એટલામાં આરોપીએ સમિનાને ત્રણ ગોળી મારી દીધી અને તે સ્ટેજ પર ઢળી પડી.
    - ગોળી વાગ્યા બાદ ઘાયલ હાલતમાં સિંગરને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં ઇલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.


    પતિએ ડબલ મર્ડર એફઆઇઆર નોંધાવી


    સિંગરના પતિએ ડબલ મર્ડરનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી, કેસની તપાસ હાથ ધરી છે.

  • અહેમદ જટોઇએ સિંગરને ઉભા થઇને ગાવાનું કહ્યું | singers husband revealed that she was six months pregnant
    આરોપીએ સમિનાને ત્રણ ગોળી મારી દીધી અને તે સ્ટેજ પર ઢળી પડી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending